Wednesday, 31 October 2018

નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી સમર્પિત કરી


 


વડાપ્રધાન મોદી રાતના જ અમદાવાદ પહોંચી ગયા છે. આજે વડાપ્રધાન મોદીએ નર્મદાના કેવડિયા જઈને દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત કરી.


દેશને એક સૂત્રમાં બાંધનાર આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટેન્ટ સિટીનું ઉદ્ધાટન કર્યું. સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસેના વેલી ઑફ ફ્લોવર્સનું ઉદ્ધાટન કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના કિનારા કેવડિયા પહોંચ્યા. 

આજે ૩૧મી ઓક્ટોબરે ભારતના લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યુ. ૩૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે બનેલી આ ભવ્ય પ્રતિમા વિશ્વની એક અજાયબી બની જશે.

સરદાર પટેલની પ્રતિમાને રાષ્ટ્રને સમર્પિત કરવાના આ જાજરમાન પ્રસંગે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનું આખુ મંત્રીમંડળ ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટીના અનાવરણના કાર્યક્રમમાં પહોંચ્યા.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ 10 વાતો જાણી દરેક ભારતીયને થશે ગર્વ

 

Image result for statue of unity inauguration
વડાપ્રધાન મોદી આજે સરદાર પટેલની જન્મજયંતિ પર ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે.

ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયામાં પ્રતિમાના લોકાર્પણ બાદ વડાપ્રધાન જનસભા પણ સંબોધશે. ત્યારબાદ  તેઓ વોલ ઓફ યુનિટી ખાતે જશે અને તેનું ઉદ્ઘાટન કરશે.

આ પ્રતિમાની 10 ખાસિયતો વિશે જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. 

1. લાર્સન એન્ડ ટુર્બો કંપનીનો દાવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. 

2. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીનમાં આવેલી બુદ્ધિની પ્રતિમા કરતાં પણ ઊંચી છે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં તેની ઊંચાઈ બમણી છે. 

3. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ છે, જે પણ એક રેકોર્ડ છે. કંપનીના જણાવ્યાનુસાર ચીનના સ્પ્રિંગ ટેમ્પલમાં બુદ્ધની પ્રતિમા બનતા 11 વર્ષ લાગ્યા હતા. 

4.એલએન્ડટીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ મૂર્તિનું નિર્માણ 2,989 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. 

5. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કાંસાની પરત ચઢાવવા સિવાયનું દરેક કામ ભારતમાં જ થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્વદેશી છે. 

6. આ પ્રતિમા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરની દૂરી પર છે.

7. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે. તેની ઊંચાઈ 522 ફૂટ અને 182 મીટર છે. જેમાં પગની લંબાઈ 80 ફૂટ, હાથ 70 ફૂટ ખભા 140 ફૂટ અને ચહેરાની ઊંચાઈ 70 ફૂટ છે. 

8. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પદ્મવિભૂષણ સન્માનિત રાવ વી. સુતારની દેખરેખમાં થયું છે. 

9. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સતપુડા તેમજ વિંધ્ય પર્વત પણ જોઈ શકાય છે. અહીંની ગેલેરીમાંથી એક સમયે 40 લોકો આ દ્રશ્ય જોઈ શકે છે. 

10.સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે રોજ 15000 પર્યટકો આવશે તેવું અનુમાન છે. 


Monday, 29 October 2018

આબેની હોલીડે વિલામાં મોદી માટે ખાસ ડીનર, રોબોટ ફેક્ટરીની મુલાકાત લીધી

 

- આબેના હોલીડે હોમની મુલાકાત લેનારા મોદી પહેલા વિદેશી નેતા : બન્નેએ આઠ કલાક સાથે વિતાવ્યા


- મોદીએ આબેને પથ્થરની બનાવટની કટોરી અને રાજસ્થાની ગાલીચો ભેટ કર્યો

 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનની મુલાકાતે છે. આ દરમિયાન તેઓએ જાપાનના વડા પ્રધાન સિંઝો આબેની સાથે બેઠક યોજી હતી. અહીં આવેલી એક રોબોટ બનાવતી ફેક્ટ્રીની પણ મોદીએ મુલાકાત લીધી હતી.
આબે અને મોદી બન્નેએ સાથે આઠ કલાક વિતાવ્યા હતા. ૧૩મી ભારત-જાપાન સમીટમાં જોડાવા માટે મોદી હાલ જાપાનના પ્રવાસે છે.
રવિવારે શરૃ થયેલી આ સમીટ સોમવારે પણ ચાલશે. જે દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના વ્યાપાર સંબંધી મુદ્દાઓને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.
મોદીના જાપાનમાં પ્રવેશ  સમયે જાપાનના વડા પ્રધાન સિંઝો આબેએ ટ્વિટ કરીને મોદીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મોદીએ આબેને એક પથ્થરની કટોરી અને રાજસ્થાની બનાવટની ચાદર ભેટમાં આપી હતી. આ બન્ને ભેટ હાથ બનાવટની છે જે ખાસ જાપાનની મોદીની મુલાકાત માટે જ બનાવવામાં આવી હતી.
બનાવટ વખતે તેની દેખરેખ અમદાવાદની એનઆઇડીએ રાખી હતી. આ સાથે જ એક જોધપુરી વૂડન ચેસ્ટ પણ ભેટવામાં આપવામાં આવી હતી. દરમિયાન મોદીને જાપાનમાં બનતા વિવિધ રોબોટ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. બન્ને નેતાઓએ સાથે મળીને રોબોટના વિવિધ ફોર્મેટ અંગે ચર્ચા પણ કરી હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જાપાનના વડા પ્રધાન આબેની આગતા સ્વાગતા કરી હતી. આબેની હોલીડે વિલામાં મોદી માટે ખાસ ડીનરનું આયોજન કરાયું હતુંઆબેના આ હોલીડે હોમની મુલાકાત લેનારા મોદી પહેલા વિદેશી નેતા બન્નેએ  આઠ કલાક સાથે વિતાવ્યાબન્નેએ સાથે ડીનર લીધા બાદ ટોક્યોની ટ્રેનમાં સાથે મુસાફરી પણ કરી હતી.
ટોક્યોમાં બન્ને નેતાઓ સોમવારે એક બેઠક યોજશે જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કવામાં આવશે. એક અહેવાલ મુજબ જાપાનના વડા પ્રધાન સિંઝો આબેએ નરેન્દ્ર મોદી એક મહાન દેશના વડા પ્રધાન છેજે દિવસે જાપાની બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઇની વચ્ચે દોડશે તે દિવસ ભારત અને જાપાન માટે ઐતિહાસિક હશે.

Sunday, 28 October 2018

વેલી ઓફ ફ્લાવર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાનમાં વધારો કરશે

નર્મદા નદીના કિનારે ફુલોના મેઘધનુષી રંગોનું નઝરાણું


૧૦૦થી વધુ પ્રજાતિના ફૂલ પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

 

વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારતભરના પ્રવાસીઓ માટે આકર્ષણરુપ બની રહેશે.તેમાં ય વેલી ઓફ ફ્લાવર્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની શોભામાં અભિવૃધ્ધિ કરશે.નર્મદા વેલીના બંન્ને કિનારે ૧૭ કિમીના વિસ્તારમાં રંગબેરંગી ફુલો લહેરાશે.

વેલી ઓફ ફ્લાવર્સમાં પીળો-લાલ ગરમાળો,સફેજૉદ ચંપો, ખાખરો,પોંગારો,ગલતારો,ટેકોમા,બોગનવેલિયા,નેરિયમ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્વોલિસીસ,વડેલીયા,આલામન્ડા કેથટીકા અને વાસની વેલોનુ ય વાવેતર કરવામાં આવ્યુ છે. ઘાસની રંગીન પ્રજાતિ ફ્લાવર્સ ઓફ વેલીને વધુ સુંદરતા બક્ષશે. ગલગોટા,કેન્ડુલા,સૂર્યમુખી અને વિન્કા જેવા રંગીન ફુલોના અંદાજે ૧૦૦ જેટલી પ્રજાતિના ફુલો અંહી પ્રવાસીઓને જોવાનો લ્હાવો મળશે.

પ્રથમ તબક્કે વેલી ઓફને ૨૫૦ હેક્ટર વિસ્તારમાં બનાવાઇ છે ત્યાર બાદ ધીરે ધીરે ૩ હજાર હેક્ટરમાં આ વેલીને આવરી લેવાશે.૩૨,૫૦૦ ચો.મી વિસ્તારમાં ટપક સિંચાઇ વિસ્તાર દ્વારા આવરી લેવામાં આવનાર છે. ફલાવર્સ ઓફ વેલીમાં કમળ-પોયળીથી સુંદર બે તળાવોનું ય નિર્માણ કરવામાં આવ્યુ છે. આમ,ફ્લાવર્સ ઓફ વેલી પ્રવાસીઓ કુદરત સાથે નૈસર્ગિંક તાલમેલ સાધી શકે તે માટે નિર્માણ કરાઇ છે.

ફલાવર્સ ઓફ વેલીમાં એડવેન્ચર પાર્ક,સેલ્ફી વિથ સ્ટેચ્યૂ,સરદાર ગાર્ડન,ગાર્ડન ઓફ ફાઇવ સેન્સ પ્રવાસીના આનંદમાં ઉમેરો કરશે.
જાપાન: શિન્ઝો એબેને મળ્યા PM મોદી, 13મી ભારત જાપાન રાષ્ટ્રીય સમિટમાં ભાગ લેશે
PM મોદી બે દિવસીય પ્રવાસ પર જાપાન પહોચ્યા છે. ત્યાં તેઓ 13મી ભારત અને જાપાન રાષ્ટ્રીય સમિટમાં ભાગ લેશે. પરંતુ PM મોદીની મુલાકાત શિન્ઝો આબે સાથે થઈ ગઈ છે. બન્ને ટોક્યોના માઉન્ટ ફુજી હોટેલમાં મળ્યા હતા.

શનિવારે ટાક્ટો પહોચંતા ભારતીય સમુદાયના લોકોએ PM મોદીનું સ્વાગત કર્યું હતુ. બીજી વાર PM મોદી જાપાનની યાત્રા પર છે. 

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ટોક્યો પહોચી ગયો છુ. હું ખાતરી આપુ છું કે આ યાત્રા ભારત અને જાપાનના મજબૂત સંબંધોમાં નવા અધ્યાય જોડશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે શિન્ઝો આબેની સાથે 13માં વાર્ષિક સમ્મેલનમાં ટોક્યો પોહચતા PMમોદીનું સ્વાગત કર્યું છે. જાપાન એ દેશોમાં છે જેની સાથે ભારત વાર્ષિક સમ્મેલન કરે છે. 

 

ભારતીય રેલવેને મળ્યુ અત્યાર સુધીનુ સૌથી ઝડપી એન્જિન


 

ભારતની ટ્રેનો માટે એન્જિન બનાવનાર ચિતરંજન લોકોમેટિવ વર્કસ દ્વારા ભારતીય રેલ્વેને અત્યાર સુધીનુ સૌથી ઝડપી એન્જિન બનાવીને સોંપી દેવાયુ છે. આ એન્જિન પ્રતિ કલાક 200 કિમીની ઝડપતી દોડી શકે છે.

એન્જિનમાં ડ્રાઈવરની સગવડ અને સુરક્ષાનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. પહેલુ એન્જિન ગાઝીયાબાદ મોકલવામાં આવ્યુ છે. તેનો ઉપોયગ રાજધાની, શતાબ્દિ અને ગતિમાન એક્સપ્રેસ જેવી ટ્રેન માટે કરવામાં આવે તેવી સંભાવના છે.

એવી આશા છે કે ઝડપી એન્જિનથી મુસાફરીનો સમય ઘટશે. નવા એન્જિનમાં સીસીટીવી કેમેરા તેમજ વિમાનની જેમ કોકપીટ વોઈસ રેકોર્ડર પણ લગાવવામાં આવ્યુ છે. જેમાં 90 દિવસ સુધીની વાતચીત રેકોર્ડ થઈ શકશે.

13 કરોડના ખર્ચ બનેલા એન્જિનમાં ઓછી વીજળી વપરાય તે પ્રકારની નેક્સટ જનરેશન રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ થયો છે.

Friday, 26 October 2018

પંખીઓ માટે 'ન્યુ રાજકોટ' બની રહ્યું છે ઈશ્વરિયા ફ્લાવર વેલી- પતંગિયાની ૪૦ અને પક્ષીઓની ૧૧૮ પ્રજાતિ જોવા મળી

- યુનિ.ના બાયો સાયન્સ ભવનના વિદ્યાર્થીઓનું રસપ્રદ સર્વેક્ષણ

- રાંદરડાના તળાવમાં એક સમયે સંખ્યાબંધ જોવા મળતા ફ્લેમિંગો ધીમે-ધીમે ઓછા થતા રહ્યા છે; અટલ સરોવર નજીક ઉભી થશે પક્ષી વસાહત

 
રાજકોટ નજીક ઈશ્વરિયા ફ્લાવર વેલીમાં ૧૧૮ પ્રકારના વિવિધ પક્ષીઓ અને ૪૦થી વધુ પતંગિયાઓની પ્રજાતિ આ વર્ષે જોવા મળી હોવાનું યુનિ.ના બાયો સાયન્સ ભવનના વિદ્યાર્થીઓએ જણાવી આ રીપોર્ટ જિલ્લા વહીવટી તંત્રને સુપ્રત કરી અહીં સ્થળાંતરીત પક્ષીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થાય તેવી સુવિધા ઉભી કરવાની હિમાયત કરવામાં આવશે.


યુનિ.માં બાયોસાયન્સ ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રાજકોટની નજીકના જલસ્ત્રાવ વિસ્તારોના કરેલા અભ્યાસ બાદ એવા તારણો જાહેર કર્યા હતા. એક સમયે રાંદરડા તળાવમાં ફ્લેમિંગો મોટા પ્રમાણમાં જોવા મળતા હતા પરંતુ આ સંખ્યા હવે દિન-પ્રતિદિન ઘટતી જાય છે. આજીડેમની નજીકના આજુબાજુના વિસ્તારોમાં વધતા જતા ઉદ્યોગો, ઈંટોના ભઠ્ઠા અને પ્રદૂષણની અસર પક્ષીઓ ઉપર વિપરીત પડે છે જેના કારણે પક્ષીઓને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બને છે.


ઈશ્વરિયા ફ્લાવર વેલી અત્યારે પ્રાકૃતિક દ્રષ્ટિએ સૌથી વધુ મુલ્યવાન બની રહી હોવાનું જણાવી વિદ્યાર્થીઓએ ઉમેર્યું હતું કે જ્યાં નવા બાગ-બગીચા અને વનીકરણ ઉભુ થાય છે ત્યાં પક્ષીઓનો વસવાટ વધુ જોવા મળે છે. ફ્લાવર વેલીમાં રંગબેરંગી પતંગિયાની ૪૦ જાતિ છેલ્લા છ માસ દરમિયાન જોવા મળી છે.

રાજકોટ શહેરના સિમાડાના વિસ્તારો ઉપર સિમેન્ટ કોંક્રીટનું જંગલ દિનપ્રતિદિન ઉભુ થતી જાય છે. જેના કારણે પક્ષીઓએ સ્થળાંતરિત થવું પડે છે. પરંતુ રાંદરડા લાલપરી સહિતના વિસ્તારોને પ્રદૂષણથી મુક્ત રાખવામાં આવે તો અહીં રાજકોટ પણ પોરબંદરની માફક ફ્લેમિંગોના કાયમી નિવાસ માટે પીન્ક સીટી બની શકે તેમ છે.

ન્યુ રાજકોટના વિસ્તારોમાં પ્રાકૃતિક સુરક્ષાના મુદ્દે બાયો સાયન્સ ભવનના સીનીયર અધ્યાપક પ્રો. વી.એમ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને અટલ સરોવરની આજુબાજુના વિસ્તારો પક્ષી વસાહત માટે કેટલા અનુકુળ છે તેનું કામ સોંપ્યું છે. તેના કેટલાક તારણો સાનુકુળ મળ્યા છે. જો અહીં મોટા પ્રમાણમાં વનીકરણ થશે તો પક્ષી વસાહત ઉભી થતા આ વિસ્તાર પણ પક્ષીપ્રેમીઓ માટે દર્શનીય બની જશે.

યુનિ. કેમ્પસમાં પતંગિયાની જોવા મળી ૩૨થી વધુ પ્રજાતિ


સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં પતંગિયાઓનું સર્વેક્ષણ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૭-૦૭માં વિરલ તંતી નામના વિદ્યાર્થીએ પતંગિયાની ૨૭ પ્રજાતિ હોવાનું તારણ કાઢ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૧૧માં રંજનબેન સી. માલમાડી નામની વિદ્યાર્થીનીએ પતંગિયાની ૧૬ જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રભાત ચાવડા નામના વિદ્યાર્થીએ ૩૨ પ્રજાતિ યુનિ. કેમ્પસમાં જોવા મળી હોવાનું જાહેર કર્યું હતું.


Wednesday, 24 October 2018

PM મોદીને પ્રતિષ્ઠિત સિયોલ પીસ પ્રાઈઝ એવોર્ડ અપાશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેમ્પિયન્સ ઓફ અર્થનો એવોર્ડ મળ્યા બાદ હવે વૈશ્વિક અર્થતંત્રમાં યોગદાન આપવા બદલ પ્રતિષ્ઠિત સિયોલ પીસ પ્રાઈસ (Seoul Peace Prize) એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે.


સિયોલ પીસ પ્રાઈઝ કલ્ચરલ ફાઉન્ડેશનના વડા વોન ઈ હ્યોકે (Kwon E-hyock) કહ્યુ છે કે પીએમ મોદીને ભારત અને દુનિયામાં ધનિકો તેમજ ગરીબો વચ્ચેની ખાઈ દુર કરવાના કામ માટે આ સન્માન આપવામાં આવી રહ્યુ છે.

ફાઉન્ડેશને પીએમ મોદીના નોટબંધીના નિર્ણયની પણ પ્રશંસા કરી છે.

 

Monday, 22 October 2018

ઘેરનૃત્યના માધ્યમથી દેવ-દેવી સમક્ષ પાક કાપણીનો આનંદ, આરાધના વ્યક્ત કરાય છે


 - આદિવાસીઓની લુપ્ત થતી પરંપરાને જીવંત રાખવા પ્રયાસ


- સભ્યો માટે બ્રહ્મચર્ય પાલન, માંસ-મદીરા ત્યાર ફરજિયાત


- ઘેરૈયા મંડળીમાં મહિલાઓ હોતી નથી પુરુષો અર્ધનારેશ્વર જેનો વેશ ધારણ કરે છે

- ઘેરૈયા ઘરઆંગણે આવી ગરબા રમે તો આખુ વર્ષ સુખમય નીવડે તેવી માન્યતાઃ ઘેર નૃત્ય મૃત્યુ સમયે, બાળજન્મ અને બાળક ઘોડીએ ચડે ત્યારે પણ થાય છે

 
દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તરોમાં આદિવાસીઓનું પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય. જોકે ઘેરૈયા ગરબા હવે લુપ્ત થઇ રહયા છે. આદિવાસી સમાજોમાં પણ મર્યાદિત થઇ ગયું છે. જોકે, ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને પ્રયાસ કરી રહયા છે. ગામડા અને શહેરી વિસ્તારોમાં આ ઘેરૈયા મંડળીને ખાસ નવરાત્રી દરમિયાન આમંત્રણ આપીને બોલાવાય છે.

ઘેરૈયા મંડળીમાં માત્ર પુરુષો જ હોય છે. જેઓ ઘરના આંગણે આવીને ગરબા રમે છે. જેનાથી આખુ વર્ષ સુખમય નીવડે છે તેવી માન્યતા છે. ઘેરૈયા સંતોષભાઇ કહે છે કે, અમે અમારી સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા આ પ્રયાસ કરી રહયા છીએ. આરાધના પર્વ નવરાત્રીથી દેવદિવાળી સુધીનો સમય અમારા આદિવાસી સમાજ માટે માતાજીને રિઝવવાનો શ્રેષ્ઠ અવસર મનાય છે. 

આસો મહિનામાં લોકો ધીમે-ધીમે ખેતીના પાકની કાપણીનું કામ પુર્ણ કરે છે. એટલે પાક ઉતારવાનો આનંદ પણ આદિવાસી ખેડૂતોમાં બેવડાય છે. આ આનંદ અને આરાધનાના સંયોગને આદિવાસી સમાજ દેવ-દેવીઓ સમક્ષ ઘેરનૃત્યના માધ્યમથી વ્યક્ત કરે છે.  ઘેરૈયા ટુકડીમાં મહિલાઓ નથી હોતી. પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરે છે. ઘેરૈયાનો વેશ અર્ધનારેશ્વર જેવો હોય છે. તેમણે વધુમાં કહયું કે, ઘેરૈયા નૃત્ય માત્ર શક્તિની આરાધના જ નહી કોઇના મૃત્યુ સમયે, બાળક જન્મ સમયે અથવા નાના બાળકને ઘોડીએ ચડાવીને ઘેર ગવડાવવામાં આવે છે.

મંડળીના દરેક સભ્યોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં બ્રહ્મચર્ય પાલન, માસાંહાર ત્યાગ, મંદિરાનું સેવન નહી કરવું. ટુકડીના નાના આદેશોનું પાલન કરવાનું હોય છે. જે બક્ષિસ મળે તે લઇએ છીએ સામેથી ક્યારેય માંગતા નથી. ઘેર છોડવામાં આવે અને જે બક્ષિસ એકત્ર થાય તે ગામમાં દેવસ્થાન માટે અથવા તો ગામના સાર્વજનિક કામ માટે વાપરવામાં આવે છે. 

શરદ પૂનમમાં દૂધપૌવા-ગરબા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ


 


- શરદ તુમાં રોગોને અટકાવવા માટેનું શાસ્ત્રોમાં આયોજન


- યંગસ્ટર્સ સાદા દૂધ-પૌવા ખાતા ન હોવાથી હવે બજારમાં વિવિધ ફ્લેવરના પૌંવાનુ વેચાણ


 Related image

સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલાં શરદ પૂનમની ઉજવણી થશે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન સાથે દૂધ પૌવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ગરબા સાથે દૂધ પૌવાની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ. 

શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકર વાળું દૂધ અને પૌવા ખાવા તથા પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી એ વૈજ્ઞાનિક કારણ છે પણ દૂધપૌવા અને ગરબા રાખવામાં આવે છે કે તેની ભાગ્યે જ કોઈને ખબર હશે.

ઋતુ બદલાય એટલે હવામાન બદલાય અને તેની સાથે જીવનશૈલી પણ બદલવાની જરૂર પડે. આ વાત લોકો સરળતાથી માનતા ન હોવાથી આર્યુવેદ આચાર્યએ આરોગ્ય સાથે જોડી દીધો હોવાનું આર્યુવેદ હોસ્પિટલના ડૉ. છગન વાઘાણી કહે છે. હાલ દિવસમાં આકરો તાપ અને રાત્રે ઠંડી પડે છે જેને કારણે પીતનો પ્રકોપ વધે એટલે બીમારી થાય. 

આ પિત પ્રકોપને શાંત કરવા શરદ પૂનમનું મહત્વ આર્યુવેદમાં વધારવામાં આવ્યું છે. આ દિવસોમાં ઠંડા પહોરે પરસેવો થાય તેવી કસરત કરવાની હોય છે તેથી ગરબાનું મહત્વ કરાયું જ્યારે સાકર નાખેલા દૂધમાં પૌઆનું સેવન કરવાથી પિતનું સમન થાય છે અને અને શરીર સ્વસ્થ રહે છે.

વડોદરામાં કેરળના કૃષ્ણમણિએ ૧૨૦૦૮ નારિયેળ ફોડીને રેકોર્ડ બનાવ્યો
- કેરળના પરંપરાગત વાદ્યો સાથે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો
કેરળની બહાર અને ગુજરાતમાં પ્રથમવાર વડોદરામાં કૃષ્ણમણિએ પરંપરાગત વાદ્યોની લયની સાથે પંરપરાગત પોષાક પહેરીને બંને હાથેથી અઢી કલાકમાં ૧૨૦૦૮ નારીયેળ ભગવાન સમક્ષ ફોડયા હતા.શહેરમાં સમા ખાતે આવેલા અયપ્પાના મંદિરમાં પ્રથમવાર વેટ્ટેક્કરુમકન ભગવાનની પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પૂજા ફક્ત ઉત્તર કેરળના વેટ્ટેક્કરુમકન મંદિરમાં કરવામાં આવે છે. ત્યાંના ૧૪ પૂજારીઓ વડોદરા આવ્યા હતા. જેમણે પાંચ કલાકમાં વેટ્ટેક્કરુમકન ભગવાનની ૧૦X૭ ની હળદર તેમજ અન્ય રંગોથી રંગોળી બનાવી હતી. કેરળના પરંપરાગત વાદ્યો સાથે ભગવાનનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો.

કૃષ્ણમણિએ કહ્યું કે, ૧૦૦ વર્ષથી પણ વધારે અમારા પરિવારે ભગવાન સમક્ષ હાથથી નારિયેળ ફોડવાની પરંપરા જાળવી રાખી છે.ચાર-પાંચ મહિના પહેલા જ મારા મોટા ભાઈએ કેરળમાં પાંચ કલાકમાં ૨૪૦૧૨ નારિયેળ ફોડયા હતા.જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. નારિયેળની પૂજા કર્યા બાદ પરંપરાગત વાદ્યોની લય સાથે અમે બંને હાથે ભગવાન સમક્ષ ત્રણથી ચાર ફૂટ દૂર ઊભા રહીને નારિયેળ ફોડીએ છીએ.

અયપ્પા મંદિરના પ્રમુખે જણાવ્યું કે, વેટ્ટેક્કરુમકન શિવ-પાર્વતીના પુત્ર છે.જેમને સૌથી વધારે ઉત્તર કેરળના લોકો માને છે.


Sunday, 21 October 2018


24 ઓક્ટોબરે વિશ્વના સૌથી લાંબા સમુદ્રી પુલનું થશે ઉદ્ઘાટન 


વિશ્વના સૌથી લાંબા સમુદ્રી પુલ હોંગકોંગ-જુહાઈ-મકાઉને 24 ઓક્ટોબરે માર્ગ પરિવહન માટે ખુલ્લો મૂકવામાં આવશે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી.

 

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆની જાણકારી અનુસાર પર્લ રિવર એસ્ચુરીના લિંગદિંગ્યાંગ જળ ક્ષેત્રમાં બનેલા 55 કિલોમીટર લાંબો આ પુલ વિશ્વનો સૌથી લાંબો સમુદ્રી પુલ છે. કેટલાક અરબ ડૉલરની આ પરિયોજના પર ડિસેમ્બર 2009માં કામ શરૂ થયુ હતુ. 

આનાથી હોંગકોંગથી જુહાઈની યાત્રાનો સમય ત્રણ કલાકથી ઘટાડીને માત્ર અડધો કલાક થશે. આ સિવાય આ પર્લ નદી પર આવેલા અન્ય શહેરોને પણ જોડશે. હોંગકોંગ-જુહાઈ-મકાઉ પુલ સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યુ કે પુલને માર્ગ પરિવહન માટે 24 ઓક્ટોબરે ખુલ્લો મૂકવામાં આવશે.

 

PM મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારક અને મ્યુઝિયમનું કર્યું ઉદઘાટન, સુભાષ ચંદ્ર બોઝના નામે પુરસ્કારની ઘોષણા


 Image result for National-Police-Memorial

રાષ્ટ્રીય પોલીસ દિવસે(21 Oct) PM મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારક અને મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું. PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ સ્મારક દેશના પોલીસ કર્મચારીઓની વીરતા અને શૌર્યનું પ્રતીક છે.

આ પોલીસ દિવસ આઝાદી બાદ દેશમાં આતંરિક સુરક્ષા માટે પોલીસના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય પોલીસ દિવસની શરૂઆત 1959માં થઈ હતી. આ વર્ષે લડાખમાં ચીની સેનાના હુમલામાં 10 પોલીસ કર્મચારીઓ શહિદ થયા હતા. તેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
 

પોલીસ દિવસ પર નેશનલ પોલીસ સ્મારક દેશને સમર્પિત કરવામાં આવશે. આ મ્યુઝિમયમ દિલ્હીના ચાણકયપુરીમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. જેમાં 30 ફૂટ ઉચી એક શિલા સ્થાપિત કરવામાં આવી છે.

Saturday, 20 October 2018

ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક સમિતિ માટે 100 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી

 


- ધમ્મચક્રપ્રવર્તનના સમારંભમાં સમિતિને 40 કરોડ રૂપિયાનો ચેક આપ્યો


 

દીક્ષાભૂમિ આ પવિત્ર સ્થાનનો વિકાસ કરતી સમયે વિશ્વનો દરજ્જો મેળવતી વારસાસ્થળ બનવું અને વિશ્વના તમામ અનુયાયી અહીં  આવશે અને તે માટે ૧૦૦ કરોડ રૂપિયાનો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. 

એમાંથી ૪૦ કરોડ રૂપિયાનો પહેલા તબક્કાનો ચેક કમિટિને આપવામાં આવ્યો છે.  આ પવિત્ર ભૂમિ માટે, એના વિકાસ માટે નાણાંની અછત પડવા નહીં દઇશું, એવી ખાતરી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ ધમ્મચક્ર પ્રવર્તન દિવસના સમારોહમાં બોલી બતાવી. 

 

દીક્ષા ભૂમિમાં ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક કમિટી તરફથી ૬૨મી ધમ્મચક્રપ્રવર્તન દિવસના મુખ્ય સમારોહમાં  સંબોધન કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે તથાગત ગૌતમ બુદ્ધના પંચશીલના માધ્યમથી શીખામણ આપી. ધમ્મતત્વના આધારે જ ભારતના બંધારણની નિર્મિતી થઇ છે. સ્વાતંત્ર્ય, સમતા અને બંધુના આ શીખામણનો એમાં સમાવેશ કર્યો. આપણા દેશનું સંવિધાન વિશ્વમાંનું સર્વોત્તમ સંવિધાન છે. ડો. બાબા સાહેબ આંબેડકરે આપેલા  સંવિધાનના માધ્યમથી જ દેશનો વિકાસ થયો છે. 

રાજ્યના ૩૨ હજાર સ્કૂલોમાં સંવિધાનનું વાચન કરવામાં આવે છે. સંવિધાનના મૂળ સિદ્ધાંતની શીખામણ વિદ્યાર્થીઓને સ્કૂલોમાંથી આપવામાં આવે છે. કેન્દ્રના પ્રધાન નિતીન ગડકરી, રામદાસ આઠવલે, રાજ્યના પ્રધાન રાજકુમાર બડોલે, નાગપુરના મેયર નંદા જીચકાર સાથે ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતાં. 

Friday, 19 October 2018

દુનિયાના સૌથી ઉંચા રેલવે ટ્રેક થકી લદ્દાખને દિલ્હી સાથે જોડાશે

 

 
ચીનની સરહદને અડીને આવેલા લદ્દાખના ઉત્તરી વિસ્તારને દેશની રાજધાની દિલ્હી સાથે રેલવે લાઈન થકી જોડવા માટેના પ્રોજેક્ટ પર કામ શરુ કરાયુ છે.
 

આ રેલ રુટનુ નામ બિલાસપુર-મનાલી-લેહ લાઈન હશે.આ રેલવે લાઈનનુ મહત્વ એટલા માટે છે કે તેનાથી થોડે દુર જ ચીનની બોર્ડર આવેલી છે.આ પ્રોજેક્ટ માટે પહેલા તબક્કાનો સર્વે પુરો થઈ ગયો છે.બીજા તબક્કાનો સર્વે 30 મહિનામાં પુરો થશે.

આ રેલવે લાઈનને નેશનલ સ્કીમ જાહેર કરવામાં આવશે.રેલવેના ઈતિહાસમાં આ રુટ પર રેલવે ટ્રેક નાંખવાનુ કામ સૌથી મુશ્કેલ મનાઈ રહ્યુ છે.

 
જાણી લો યોજનાના મહત્વના પાસા

  • પ્રસ્તાવિત ખર્ચ 83360 કરોડ રુપિયા, લંબાઈ 465 કિલોમીટર,દુનિયાની સૌથી ઉંચી રેલવે લાઈન બનશે જેની ઉંચાઈ સમુદ્ર સપાટીથી 5360 મીટર હશે.
  • રેલવે લાઈન પર 30 રેલવે સ્ટેશન હશે.જેમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના જ હશે.
  • રેલવે લાઈનનો 52 ટકા હિસ્સો સુરંગમાંથી પસાર થશે.સૌથી લાંબી સુરંગ 27 કિમીનો હશે.પહેલા ફેઝમાં 74 સુરંગ, 124 મોટા પુલ અને 396 નાના પુલ હશે. ખાલી સર્વે પાછળ 457 કરોડ રુપિયાનો ખર્ચો થશે.

 
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા બન્યા કરણી સેનાની મહિલા પાંખના અધ્યક્ષ

 


ભારતીય ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ નવી ઈનિંગ શરુ કરી છે. તેઓ રાજપૂત સમાજની કરણી સેનામાં જોડાયા છે અને તેમને રાજપૂત કરણી સેનાની ગુજરાત પ્રદેશની મહિલા પાંખના અધ્યક્ષ બનાવાયા છે.


દશેરાના તહેવાલ નિમિત્તે રાજકોટના ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા રાસના કાર્યક્રમમાં રીવાબા હાજર રહ્યા હતા.આ પ્રસંગે ઉપરોક્ત જાહેરાત કરવામાં આવી હતી.રીવાબા આમ તો મીકેનિકલ એન્જિનિયર થયેલા છે અને જ્યારે જામનગરમાં રીવાબા પર પોલીસ કર્મીએ હુમલો કર્યો હતો ત્યારે કરણી સેના તેમના સમર્થનમાં આવી હતી.

પદમાવતી ફિલ્મ સામે વિરોધ બાદ કરણી સેના રાતોરાત ચર્ચામાં આવી હતી.ગુજરાતમાં પણ તેના વિરોધની અસર જોવા મળી હતી.એ પછી કરણી સેના ગુજરાતમાં પોતાનુ વર્ચસ્વ વધારવા માટે પ્રયાસો કરી રહી છે. 
વડોદરા શહેરમાં આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ એકતા રથયાત્રા શરૃ


તા.૨૯ સુધી ૬ વોર્ડમાં ફરશો તા.૧૫ થી ૨૨ નવેમ્બરથી બીજા ૬ વોર્ડમાં રથયાત્રા ફરશે

Image result for statue-of-unity rath yatra start

નર્મદા ડેમ નજીક સાધુ ટેકરી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ બનીને તૈયાર થઈ ગઈ છે. તા.૩૧મી ઓક્ટોબરે, વડાપ્રધાન તેનું લોકાર્પણ કરશે. આ લોકાર્પણ સાથે લોકચેતનાની શક્તિને જોડવા રાજય સરકારે બે તબક્કામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ એકતા રથયાત્રાનું આયોજન કર્યુ છે. જે રાજયના દશ હજાર ગામોમાં કરશે અને સરદારની રાષ્ટ્રભક્તિ અને જીવન ઘડતરનાં સંદેશનો પ્રચાર કરશે.

Image result for statue-of-unity rath yatra start

વડોદરા શહેર-જિલ્લામાં વડોદરા કોર્પોરેશન તેમજ વડોદરા જિલ્લા પ્રશાસન, જિલ્લા પંચાયત દ્વારા તા.૨૦થી તા.૨૯ના પ્રથમ તબક્કામાં એકતા રથયાત્રા યોજાશે. પ્રથમ તબક્કામાં વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ૧૨ પૈકી ૬ વહિવટી વોર્ડસમાં એક એકતારથનું પરિભ્રમણ થશે. તા.૨૦ના રોજ વહીવટી વોર્ડ નં.૨ની કચેરી, સવાદ ક્વાર્ટર્સ પાસે, હરણી-વારસિયા રીંગરોડ ખાતે સવારે ૮ વાગ્યે એકતા રથયાત્રાનો પ્રારંભ થશે. તા.૨૦થી ૨૯ સુધીમાં ૬ વોર્ડ અને તા.૧૫થી ૨૨ નવેમ્બર સુધીમાં ૬ વોર્ડમાં એકતા રથયાત્રા બીજા તબક્કામાં ફરશે, તેમ મેયરે કહ્યું હતું. જિલ્લાના પાદરા અને કરજણ તાલુકાઓના ગામોમાં એકતા રથયાત્રા બીજા તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં એકતા રથ યાત્રા વડોદરા તાલુકાના ૩૩, સાવલી તાલુકાનાં ૫૧, વાઘોડીયા તાલુકાના ૪૦, ડભોઇ તાલુકાના ૪૬, શિનોર તાલુકાના ૧૦ અને ડેસર તાલુકાના ૨૦ મળીને કુલ ૨૦૦ ગામોમાં પરિભ્રમણ કરશે. સમગ્ર રાજ્યમાં ૬૦ થી વધુ એકતા રથોની વ્યવસ્થા કરવામાં આવી છે.રાત્રી રોકાણના ગામોમાં જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમા એકતાની સાથે જળ સંરક્ષણ અને જળ સંચયના મહત્વની જાણકારી આપવામાં આવશે.
દશેરાના દિવસે દૂધના અભિષેક સાથે ગામની ફરતે સુતરની દોરી બાંધવામાં આવે છે !


- દસક્રોઇના કાણીયેલ ગામે આજે પણ 'ગામ સુતરવાની ' પરંપરા જીવંત છે


- અનિષ્ટ તત્ત્વો સામે ગ્રામજનો, માલઢોર, ખેતીને રક્ષણ મળતું હોવાની માન્યતાઃ લાડવા બનાવી ઉજાણી કરાય છે'ગામ સુતરવાની' આ પરંપરાને આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખી છે. ભારે આસ્થા સાથે આ દિવસે સાંજે ગામમાં દરેક ઘરમાં લાડવા, દાળ-ભાત બનાવીને માતાજીને પ્રસાદ ધરાવીને ઉજાણી કરવામાં આવતી હોય છે.


આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ દશેરાના દિવસે સવારે શુભ મુહુર્તમાં બ્રાહ્યણો દ્વારા શાસ્ત્રોક્ત વિધી અને મંત્રોના ઉચ્ચારણ સાથે આખા ગામની ફરતે સુરતની દોરી બાંધવામાં આવતી હોય છે. આ પ્રસંગે તમામ ગ્રામજનો હાજર રહેતા હોય છે. ગામની ફરતે સુતરની દોરી બાંધ્યા બાદ ગામની ફરતે દૂધનો અભિષેક કરાતો હોય છે.

વર્ષ દરમિયાન ગામમાં રોગચાળો ન વકરે, કુદરતી પ્રકોપ કે કોઇ અનિષ્ટ ન થાય , ગામમાં સુખશાંતિ રહે, માલઢોરની રક્ષાની સાથે ખેતીમાં પણ સારો પાક થાય તે માટે ગ્રામજનો દ્વારા આસ્થાભેર ગામ સુતરવાની વિધી કરવામાં આવતી હોય છે.

જોગણી માતાના મંદિરે એક ફૂટનો માતાજીનો રથ બનાવીને તેને રાત્રે ગામની સીમમાં ગ્રામજનો મૂકી આવતા હોય છે. આ રથ થકી માતાજી ગામમાં આવતા તમામ અવરોધો અને અનિષ્ટોથી ગ્રામજનોની માતાજી રક્ષા કરશે તેવી ગ્રામજનોની માન્યતા છે.

 

Thursday, 18 October 2018

ઝરીયું ગાનારા, સાંભળનારા અને રમનારાની આંખમાંથી આંસુ સરી પડે છે

 

- વલસાડ ઉમરસાડી ગામના મંડળે ઝરિયું ગરબા કથાને જીવંત રાખી છે

- સાત ભાઇઓની એકની એક બહેન સોનબાઇને સાસરીયામાં દુઃખની કથા ઝરિયુંમાં વર્ણવેલી છે જેને ગરબા તરીકે ગવાય છે
 
ગુજરાતમાં માતાજીની આરાધના રુપે નવરાત્રીની ઉજવણી વર્ષોથી થઇ રહી છે. સામાન્ય રીતે ગરબા માતાજીની આરાધનાના હોય છે. આ સિવાય રાસ (દાંડીયા) કૃષ્ણ ભગવાનના ગવાય અને રમાય છે, પરંતુ ગુજરાતમાં લોક સાહિત્યના પ્રાચિન ગરબા ગવાય અને રમાય તેની જાણકારી ભાગ્યે જ કોઇને હશે. આવા જ લોક સાહિત્યના ગરબાની પ્રથા વલસાડના ઉમરસાડી ગામમાં હજુ સચવાઇ છે. અહીં હજું પણ લોક સાહિત્યના ગરબા થકી યુવા પેઢીને પારંપરિક વારસાની પ્રતિતિ કરાવાઇ રહી છે. 
ઉમરસાડી ગામમાં સાત વીરાની એક સોનબાઇ બહેનુંનું ઝરિયું ખુબ પ્રખ્યાત છે. આ ઝરિયામાં ૭ ભાઇઓની એક બહેનની વાર્તા કહેવાઇ રહી છે. જેમાં જણાવે છે કે, સાત ભાઇઓની બહેનના લગ્ન દૂરના ગામમાં થયા હતા. આ લગ્ન બાદ ૧૦ થી ૧૨ વર્ષ સુધી કોઇ પત્ર વ્યવહાર કે સમાચાર આવ્યા નહોતા. ત્યારે અચાનક એક દિવસ બહેનનો લાંબો પત્ર આવે છે. જેમાં બહેન પોતાના સાસરામાં પડેલા દુખની વાત કહે છે. આ પત્ર વાંચતા વાંચતા રાત્રી દરમિયાન અડધો મણ દિવેલ દિવામાં પૂરું થઇ જાય છે.
બહેનને પહેલી રાત્રે(રાતના પહોરમાં) ખાંડણીયા ખંડાવે છે. બીજી રાત્રે(મધરાતથી પરોઢિયા સુધી) પાણી ભરાવે છે. પછી સવારથી ખેતીમાં મદદ કરાવે છે. ૧૦ વર્ષ સુધી બહેનને પુરતી ઉંઘ પણ નસીબ થઇ નથી. ત્યારે બહેનનો પત્ર વાંચી ભાઇ સફેદ ઘોડા પર બહેનને મળવા ઉપડે છે. બીજી તરફ બહેન પોતાના ભાઇની રાહ જોતી ગામની શેરીઓ વાળવા નિકળે છે અને તેના સ્વાગતની તૈયારી કરે છે, પરંતુ બહેનના નસીબમાં ભાઇનું મિલન ન હોય સફાઇ કરતી વેળા બહેનને પગમાં નાગ ડંખે છે અને તેનું મૃત્યુ નિપજે છે. ત્યારે ભાઇ નિરાશ અને ભારે હૈયે દુઃખ સાથે બહેનને મળ્યા વિના ઘરે પરત આવે છે. એ વાર્તા આખા ઝરિયામાં ગવાય છે. 
આ સિવાય અન્ય નાના નાના ઝરિયું પણ કેટલાક ગામોમાં ગવાય છે. જેમાં મહિનાની ૧૫ તીથીની જાણકારી આપતું ઝરિયું ગવાય છે. આ સિવાય કૃષ્ણની લીલાના પ્રસંગનું 'કુંજર ગલીમાં વાગે વાંસળી રે જો ની વ્હાલા' નું ઝરિયું પણ ગવાય છે. 
સોનબાઇનું ઝરિયું ક્યાંય લખાયું નથી, મોઢે ચઢી ગયું છે તેથી ગવાય છે
વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામે રહેતા ૬૮ વર્ષિય નાગરભાઇ પટેલે જણાવ્યું કે, તેઓ ૧૮ વર્ષના હતા ત્યારથી તેઓ ગરબા, ઝરિયું અને પવાડા(ઘેરૈયા) ગવડાવે છે. સાત વીરાની સોનબાઇનું ઝરિયું કશે લખ્યું નથી. વર્ષોથી સાંભળેલું અને મોઢે ચઢી ગયું હોય ગવાઇ રહ્યું છે. આ સિવાય પવાડા પણ કશે લખ્યા નથી. અનેક લોકો મોઢે જ પવાડા ગાય છે. આજની નવી પેઢીને પણ તેમની સાથે ઝરિયું ગાતા ગાતા શીખીને તૈયાર થઇ ગઇ છે. 
સાત વીરાની એક સોનબાઇ બહેનું નું ઝરિયું  
ઝરિયું ગામ તે સાંભળો સરવે લોકો જો, 
ભાઇને બેનનાં કેવા હેત જો વ્હાલાં જો, 
સુતા હોય તો જાગો ગામના લોકો જો, 
ભાઇને બહેનનાં કહું ઇતિહાસ જો, 
મેડીએ બેસી મોવર વગાડે જો, 
ઢોરો તો ચારે છે રાજા રામ વ્હાલા, 
ઢોર ચારીને બેહનું ને પરણાવી જો, 
બહેનુંને પરણાવી લંકા દૂર જો, 
સાત ને પાંચ બાર વરસ થયા જો, 
તો યે ના દીઠી, મૈયરની વાટ જો, 
બાર ને બાર ચોવીસ વર્ષ થયા જો, 
ચોવીમે વર્ષે કાગળિયા આવ્યા જો, 
ઉઠો ને દાસી, દિવડો સળગાવો જો, 
કાગળિયા આઇવા બહેનીના દેશના જો, 
અડધા વાંઇચા ચાંદોને ચાંદરણી જો, 
અડધા તે વાંચ્યા દિવાની જ્યોત જો, 
વાંચતા વાંચતા અધમણ દિવેલ બળ્યું જો, 
તોયે ના વંચાયા બહેનીના દુખ જો,
આગલી રાતે ખંડણીયા ખંડાવે જો, 
પાછલી રાતે ભરાવે પાણી જો,  
ઉઠોને દાસો, ગોઢલ સણગારો જો, 
મારેને જાવું બહેનીના દેશ જો, 
કયાને શોધી કયાને સણગારું જો, 
કયો તે જાશે બહેનીના દેશ જો, 
કાળાને છોડી ધોળાને સણગારું જો, 
ધોળો તો જશે બહેનીના દેશ જો, 
ડુંગર કિનારે ધૂળેટીઓ ઉડે જો, 
મે હો નો જાણી વીરાની વેલ જો, 
ડુંગર કિનારે બગલડીઓ ભમે જો, 
મે હો નો જાણી વીરાની વાવટી જો, 
ઘોડો બાંધ્યો સરોવરની પાળે જો, 
ચાબુક ભેરી વડલાની ડાળે જો, 
કઇ છોડીને કઇને ઓ વાળું જો, 
કઇ તે શેરી ને વીરો આવશે વાલા, 
ડાબી છોડી જમણીઓ વાળું જો, 
જમણી શેરીએ વીરો આવશે જો, 
મામા તમે મોડા કેમ આવ્યા જો, 
પુછ્યા તો સંદેશા ભાણજા એ કીધા જો, 
માતા મારી રાહ જોઇ સીધાવ્યા જો, 
એને તો ડંખ્યા કાળિયા નાગે જો, 
ભાઇ તો નિરાશ થઇ ઘરે આવ્યા જો, 
હવે હું બહેનીને ક્યાંથી જોઇશ... 
સાત વીરાની એક સોનબાઇ બહેની જો...