સોમવાર, 26 જૂન, 2017

પાસપોર્ટ હવે ફક્ત અંગ્રેજી ભાષાને બદલે અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં હશે...


હાલમાં પાસપોર્ટ ફક્ત અંગ્રેજી ભાષામાં છાપવામાં આવે છે અને તેની બદલે હિન્દી અને અંગ્રેજી બંનેમાં છાપવામાં આવશે.

આઠ વર્ષની ઓછી ઉંમરના બાળક અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ માટે પાસપોર્ટની ફીમાં ૧૦ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઘટાડેલી નવી ફી 24 જૂનથી જ અમલમાં આવી જશે.   

સ્વરાજે વધુમાં જણાવ્યું હતું કે રેશન કાર્ડના આધારે પણ તત્કાલ પાસપોર્ટ મેળવી શકાશે. જેમની પાસે પાન કાર્ડ નથી તેવા ગ્રામીણ લોકો માટે રેશન કાર્ડને આધારે પાસપોર્ટ મેળવવું સરળ બની રહેશે. 

24જૂન, પાસપોર્ટ એક્ટ, ૧૯૬૭ને ૫૦ વર્ષ પૂર્ણ થયા. આ દિવસ ને “પાસપોર્ટ સેવા દિવસ” તરીકે ઓળખવામાં આવે છે.

તમામ અરબ દેશોમાં પાસપોર્ટ અરબી ભાષામાં, જર્મનીમાં જર્મન ભાષામાં અને રશિયામાં રશિયન ભાષામાં હોય છે.


ટપાલ વિભાગે આ પ્રસંગે એક સ્મૃતિ પોસ્ટલ સ્ટેમ્પ જારી કરી છે.

ઇસરોએ એક સાથે ૧૪ દેશોના ૩૧ ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મૂક્યા


તા. 23 જૂન, 2017, શુક્રવાર, ૩૧માં ૧૪ દેશોના ૨૯ નેનો ઉપગ્રહો : ૪૪ મિટર ઊંચા રોકેટ દ્વારા કુલ ૯૫૫ કિલોના ઉપગ્રહો છોડાયા.

ભારતે અંતરીક્ષ ક્ષેત્રે ફરી એક ઇતિહાસ રચ્યો છે.
ઇસરોએ એક સાથે ૧૪ દેશોના ૩૧ સેટેલાઇટ લોંચ કર્યા હતા. આ સેટેલાઇટને પીએસએલવી સી૩૮ દ્વારા લોંચ કરવામાં આવ્યા હતા. અને સફળતા પૂર્વક તેને અંતરીક્ષમાં તરતા મુક્યા હતા. જીએસએલવી એમકે-૩ની સફળતા બાદ આ બીજી સીદ્ધી છે.

શુક્રવારે જે ૩૧ સેટેલાઇટ લોંચ કર્યા તેમાં ૨૯ વિદેશી નેનો સેટેલાઇટ પણ સામેલ છે.
   
ઇસરોના આ પીએસએલવી સી૩૮એ શુક્રવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી. આ રોકેટ દ્વારા છોડવામાં આવેલા આ સેટેલાઇટ્સનો કુલ વજન ૯૫૫ કિલોગ્રામ છે.

આ ઉપગ્રહોમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ચિલી, ચેજ, ગણરાજ્ય, ફિનલેંડ, ફ્રાંસ, જર્મની, ઇટલી, જાપાન, લાતવિયા, જિથુઆનિયા, સ્લોવાકીયા, બ્રિટન અને અમેરિકા સહીત ૧૪ દેશોના ૨૯ નેનો ઉપગ્રહો પણ સામેલ છે. 
 
કાર્ટોસેટ-૨ની સીરીઝમાં આ ત્રીજુ લોચિંગ છે. અને તેમાં સફળતા મળી ગઇ છે. જેને વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો “સ્માર્ટ આઇ ઈન ધ સ્કાય” તરીકે બિરદાવી રહ્યા છે.

આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટથી સંરક્ષણ ક્ષેત્રે ભારત અને અન્ય દેશોને ઘણો જ ફાયદો થશે. અત્યાર સુધીમાં સૌથી વધુ સેટેલાઇટ મોકવાનો આ ઇસરોનો બીજો રેકોર્ડ છે.

આ પહેલા ૧૫મી ફેબુ્રઆરીએ જ ઇસરોએ એક સાથે ૧૦૧ સેટેલાઇટને અંતરીક્ષમાં એક સાથે છોડી ઇતિહાસ રચ્યો હતો. આ ૧૦૧ સેટેલાઇટ વિદેશના હતા.


ભારતીય નૌસેનાને અમેરિકાના અનઆર્મ્ડ ડ્રોન અપાશે




વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતીય નૌસેના માટે ખરીદાયેલા ડ્રોનનો સોદો પાર પડશે.અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં ભારત-અમેરિકા વચ્ચે ભારતીય નૌસેનાને બે અબજ ડૉલરના ખર્ચે ૨૨ અનઆર્મ્ડ ડ્રોન આપવાનો સોદો થયો હતો.  



આ ડ્રોન ભારત દરિયાઇ સર્વેઇલન્સ કરવા માટે ખરીદી રહ્યું છે, જે પ્રિડેટર ડ્રોનની જેમ હુમલો કરવા સક્ષમ નથી હોતા.  નોંધનીય છે કે, અમેરિકાની કંપની જનરલ એટમિક એરોનોટિકલ સિસ્ટમ દ્વારા ભારતને આ અનઆર્મ્ડ ડ્રોન પૂરા પાડવામાં આવશે. 


ભારતના શ્રીકાંતે ચીનને હરાવી ઓસ્ટ્રેલિયા ઓપન સુપરસીરીઝ જીતી


ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે, તા. 25 જૂન 2017 ના દિવસે ઓલમ્પિક ચેમ્પિયન ચેન લૉન્ગને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન સુપર સિરીઝના મેન સિંગલનો ખિતાબ જીત્યો છે. આ ફાઈનલ મેચમાં લૉન્ગને ગેમ્સમાં 22-20, 21-16થી હરાવીને ચોથો સુપર સિરીઝનો ખિતાબ જીત્યો છે. ઈન્ડોનેશિયા ઓપન પછી આ કિદાંબી શ્રીકાંતની સતત બીજી જીત છે. આ પહેલા આ જ વર્ષે એપ્રિલમાં સિંગાપુર ઓપનની ફાઈનલમાં ભારતના જ સાઈ પ્રણીત સામે તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પહેલા શ્રીકાંતે સિંગાપોર પોતાની ઓપન અને પાછલા અઠવાડિયે ઈન્ડોનેશિયા ઓપન ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ઈન્ડોનેશિયા ઓપનમાં કપ જીતનાર શ્રીકાંત સતત ત્રીજી સુપરસીરિઝ ફાઈનલમાં જગ્યા બનાવનાર પહેલા ભારતીય બન્યા હતા.


નેપાળ અને ભુતાન જવા માટે આઇડી તરીકે આધાર માન્ય નથી


એમ કેન્દ્રના ગૃહ મંત્રાલયે આજે કહ્યું હતું કે ભારતીય મુસાફરો માટે નેપાળ અને ભુટાન જવા માટે આધાર એ કંઇ અધિકૃત ઓળખપત્ર નથી.

ભારતીયો નેપાળ કે ભુટાન જઇ શકે છે, જો તેમની પાસે ભારત સરકાર દ્વારા જારી કરાયેલ પાસપોર્ટ  અને ચૂંટણી પંચનું ઓળખપત્ર હોય તો તેમના માટે વિઝાની જરૃર હોતી નથી. 
 
ઉપરાંત ૬૫ વર્ષની વય કરતાં મોટા કે ૧૫ વર્ષ કરતાં નાના ભારતીયોને  તેમની વય અને ઓળખ દર્શાવવા માટે  ફોટા સાથેના દસ્તાવેજો દેખાડવા પડે છે.


આમા પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ આરોગ્ય કાર્ડ અને રાશન કાર્ડ માન્ય છે, પરંતુ આધાર નહી.


સેરબેરા ઓડોલમ વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ



પૃથ્વી પરના દરેક છોડ અને વનસ્પતિ કોઇને કોઇ ઔષધિય ગુણ ધરાવે છે. ભારતના દક્ષિણકાંઠાના પશ્ચીમ વિસ્તારમાં દુનિયાનું સૌથી ઝેરી વૃક્ષ થાય છે.કેરલમાં ઓથાલાંગા તરીકે ઓળખાતા આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ સરબેરા ઓડોલમ છે.સરબેરા ઓડોલમ દેખાવમાં જેટલું લીલું અને આકર્ષક લાગે છે તેટલું જ ખતરનાક છે.  


તેના ફળ,ફૂલ,પાન અને બીજ ખાવાથી માણસનું તરત જ મુત્યુ થાય છે.આથી તેને સ્યુસાઇડ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષના બીજમાં સૌથી વધારે ઝેર હોય છે.આ ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં પણ આ વૃક્ષ જોવા મળે છે.