સોમવાર, 3 એપ્રિલ, 2017

લિએન્ડર પેસે સિઝનનું પ્રથમ ટાઈટલ જીત્યું - ૨જી એપ્રિલ

લિએન્ડર પેસે સિઝનનું પ્રથમ ટાઈટલ જીત્યું.

લિએન્ડર પેસે ૨જી એપ્રિલ ના દિવસે સિઝનનું પ્રથમ ટાઈટલ જીત્યું.

ભારતના લેજન્ડરી ટેનિસ સ્ટાર લિએન્ડર પેસે કેનેડાના આદીલ શમસ્દીનની સાથે મળીને લેઓન ચેલેન્જર્સ ટાઇટલ જીતી લિધું હતુ.

Image result for Leander Paes

ભારતીય મહિલા હોકી ટીમનો ઉરૂગ્વે સામે શૂટઆઉટ્માં ૪-૨થી વિજય.

date :- 3rd April 2017

ભારતીય મહિલા હોકી ટીમનો ઉરૂગ્વે સામે શૂટઆઉટ્માં ૪-૨થી વિજય.Congratulations Hockey Team of India.



અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય બન્યા સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા- 3 એપ્રિલ

Date:- 3rd April 2017
Rakesh Sharma Picture

અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય બન્યા સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા

આજથી લગભગ ૩૩ વર્ષ પહેલાં ભરતીય વાયુ સેનાના સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય બન્યા હતા. રાકેશ શર્માએ સેલ્યુત-૭ અંતરિક્ષ કેંદ્ર્માં ૭ દિવસ અને ૨૧ કલાક  વિતવ્યા હત. ૩ એપ્રિલ ૧૯૮૪ના દિવસે બે અન્ય સોવિયેત અંતરિક્ષયાત્રીઓ સાથે સોયુજ ટી-૧૧માં રાકેશ શર્માને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. અંતરિક્ષયાત્રીઓને લઈને જનાર ૬,૮૫૦ કિલો વજન ધરાવતું સ્પેસ  ક્રાફટ કઝાખસ્તાનથી રવાના થયું હતું. ઈસરો અને રશિયાના સોવિયેત ઇન્ટરકોસમોસ સ્પેસ કાર્યક્ર્મના સંયુક્ત ઉપક્ર્મ અંતર્ગત તેમને ભારત તરફ્થી પ્રથમ અંતરિક્ષયાત્રીના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા.


ભારતમાં રાકેશ શર્માને અશોક્ચક્ર્થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમને સોવિયેત સંઘના સર્વોચ્ચ પુરસ્કાર હીરો ઓફ સોવિયેત યુનિયથી પણ નવાજવામાં આવ્યા છે.

મારિનની ચેલેન્જ ધ્વસ્ત કરી સિંધુ ઇન્ડિયા ઓપનમાં ચેમ્પિયન.

મારિનની ચેલેન્જ ધ્વસ્ત કરી સિંધુ ઇન્ડિયા ઓપનમાં ચેમ્પિયન.
Date:- 3rd April 2017
સિંધુનો મરીન સામે ચોથો વિજય.

ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ ઇન્ડિયા ઓપન સુપરસિરીઝની ફાઈનલમાં વિશ્વમાં ત્રીજી રેન્ક ધરાવતી અને રિયો ઓલમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિનની ચેલેંજને ધ્વ્સ્ત કરતા ટાઈટલ જીતી લીધું હતું.

પ્રથમ વખત સિંધુ ઇન્ડિયા ઓપનમાં ચેમ્પિયન બની હતી.૨૦૦૮થી શરૂ થયેલી ઇન્ડિયા ઓપનમાં સિંધુ પહેલાં સાઇના ૨૦૧૦ અને ૨૦૧૫માં અહીં ચેમ્પિયન બની હતી.

સિંધુની ફાઇનલ સુધીની સફર:-
-‌> પ્રથમ રાઉન્ડમાં ભારતની અરુંધતિ પન્ટવાનેને હરાવી.
-> બિજા રાઉન્ડમાં જાપાનની સીના કાવાકમી સામે વિજય
-> ક્વાર્ટર ફાઇનલમાં સાઇના નેહવાલને બહાર કરી.
-> સેમિમાં ચોથી ધરાવતી સુંગ જી હ્યૂન સામે વિજય મેળ્વ્યો.
-> ફાઈનલમાં ત્રીજી રેન્ક ધરાવતી મારિનને પરાસ્ત કરી ટાઈટલ જીત્યું.

એશિયાની સૌથી લાંબી સુરંગ (Chenani-Nashri Highway Tunnel)


Date: 3rd April 2017



એશિયાની સૌથી લાંબી ૯.૨ કિલોમીટરની ચેનાની-નાશરી સુરંગ વડા પ્રધાને રાષ્ટ્રને સમર્પિત કરી.
આ ટનલ ૩,૭૨૦ કરોડના ખર્ચે બની છે. 
આ ટનલથી ચેનાની અને નાશરી વચ્ચેનું અંતર ૪૧ કિ.મી. નું અંતર ઘટીને ૧૦.૯ કિ.મી થશે. 
આ ટનલને બનાવવા સાત વર્ષનો સમય લાગ્યો. 
તેની લંબાઇ ૯.૨ કિલોમીટરની છે. 
વિષ્વની સૌથી લાંબી સુરંગ નોર્વેમાં છે.તેની લંબાઈ ૨૪.૫૧ કિ.મી છે. 
ટનલમાં ૧૨૪ સીસીટીવી કેમેરા ૩૬૦ ડિગ્રીનો વ્યુ આપે છે.
ટનલ બનવવમાં ૧૫૦૦ એન્જિનિયર્સ અને મજૂરો તેમજ જિયોલોજીસ્ટોએ કામ કર્યુ છે.  
દરેક મોસમમાં આ ટનલ જમ્મુ-શ્રીનગરને જોડેલા રાખશે.