મંગળવાર, 26 નવેમ્બર, 2019


મુંબઇ હુમલો : 11 મી વર્ષગાંઠ પર 26/11 ના શહીદોને રાષ્ટ્ર યાદ કરે છે
 
આ હુમલામાં 166 લોકોએ ગુમાવ્યા હતા જીવ
આજે 26 નવેમ્બરના રોજ મુંબઈ હુમલાને 11 વર્ષ પૂરા થયા છે. નોંધનીય છે કે, આ એ તારીખ છે જ્યારે મુંબઈમાં એક આંતકી હુમલો થયો અને જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી અનુસાર 10 આતંકીઓએ 60 કલાક સુધી ચાલેલ આ હુમલામાં અનેક 166 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સેંકડો લોકો ઘાયલ પણ થયા હતા. આજના દિવસે સમગ્ર રાષ્ટ્ર શહીદોને યાદ કરે છે. 



આજે બંધારણની 70મી વર્ષગાંઠ, દેશભરમાં વિવિધ કાર્યક્રમો


26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં લાગુ થયું હતું દેશનુ બંધારણ
દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ અપનાવ્યું હતું. બંધારણની જોગવાઈ 26 નવેમ્બર 1950થી સંપૂર્ણપણે લાગું થયું હતું. સંવિધાનના રચયતાના યોગદાન અંગે આભાર પ્રગટ કરવા અને તેમાં સામેલ ઉત્કૃષ્ટ મુલ્યો અને નિયમો પ્રત્યે લોકોને જાગૃત કરવા 26 નવેમ્બરને બંધારણ દિવસના રૂપે ઉજવવામાં આવે છે. આજનો બંધારણ દિવસ ખાસ છે, કેમ કે બંધારણને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આજે આ દિવસે સંસદના મુખ્ય ખંડમાં બંને ગૃહની સંયુક્ત બેઠક થશે, જેને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ સંબોધન કરશે.


Constitution Day



Constitution Day (National Law Day), also known as Samvidhan Divas, is celebrated in India on 26 November  every year to commemorate the adoption of the Constitution of India. 

બુધવાર, 20 નવેમ્બર, 2019

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય નૌસેને , એકેડમીનો પ્રતિષ્ઠીત રાષ્ટ્રપતિ ધ્વજ કર્યો પ્રદાન


-     બુદ્ધ અને શાંતિકાળમાં વિશેષ યોગદાન માટે આપવામાં આવતો પ્રસિડન્ટ કલર ધ્વજ , ઉત્કૃષ્ઠતાનું છે પ્રતિક.
Image result for ramnath kovind give award to indian navy of indian flag
રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર , રામનાથ કોવિંદે , આજે ભારતીય નૌ સેના એકેડેમીને , પ્રેસિડન્ટ કલર ધ્વજ પ્રદાન કર્યો હતો. પ્રેસિડન્ટ કલર ધ્વજ , કોઈ સૈન્ય એકમને અપાનાર , સર્વોચ્ચ સન્માન છે. 
ભારતીય નૌ-સેનાને અપનાર પ્રેસિડન્ટ કલર સન્માન આ સંસ્થા દ્વારા 3 અલગ - અલગ સ્થળ ,- કોચી, ગોવા , અને એજીમાલામાં , ગત પચાસ વર્ષ દરમિયાન , ભારતીય નૌ-સેનાના અધિકારીઓને પ્રશિક્ષણ આપવામાં , કરવામાં આવેલી વિશિષ્ટ સેવાને માન્યતા આપે છે. 
નૌ-સેનાને પ્રથમ 1968માં , કોચીમાં અસ્થાયીરૂપે સ્થાપવામાં આવ્યું હતું. ભારતીય નૌ-સેના એકેડેમીને , સ્થાઈરૂપથી એજીમાલા કેરલમાં સ્થાપિત કરવામાં આવી છે. આ એકેડેમીનું , આઠમી જાન્યુઆરી 2009માં ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ અધિકારીઓને , તેમના પરિશ્રમ અને કર્તવ્ય નિષ્ઠા માટે , શુભેચ્છા પાઠવી હતી.


મંગળવાર, 19 નવેમ્બર, 2019


દસકા બાદ સુપ્રીમની કોલેજિયમમાં મહિલા જજ સભ્ય બન્યા


- ગોગોઇ નિવૃત થતા સભ્ય પદ ખાલી પડયું હતું

- તામિલનાડુના ન્યાયાધીશ ભાનુમતી જુલાઇ 2020 સુધી કોલેજિયમના સભ્ય રહેશે

Image result for become-a-female-judge-member-in-supremes-collegium
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની કોલેજિયમમાં હવે ન્યાયાધીશ આર. ભાનુમતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ પદેથી રંજન ગોગોઇ નિવૃત થયા છે જેને પગલે તેઓએ કોલેજિયમના સભ્ય પદને પણ છોડી દીધુ છે. જેને પગલે પાંચ સભ્યોમાંથી એક જગ્યા ખાલી પડી હોવાથી આર. ભાનુમતીને પસંદ કરવામાં આવ્યા છે. 
નોંધનીય છે કે 13 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટની કોલેજિયમમાં પહેલી વખત મહિલા જજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા 2006માં ન્યાયાધીશ રૂમા પાલ ત્રણ વર્ષ સુધી કોલેજિયમના સભ્ય રહ્યા હતા, જેમના નિવૃત થયા બાદ કોઇ મહિલા જજ આ પદ પર નથી રહ્યું. 
તામિલનાડુના રહેવાસી ભાનુમતિ હાલ સુપ્રીમ કોર્ટમાં જે સૌથી વરીષ્ઠ પાંચ જજો છે તેમાં સામેલ થતા હોવાથી તેમને આ કોલેજિયમના સભ્ય બનાવવામાં આવ્યા છે. એટલે કે મુખ્ય ન્યાયાધીશ બોબડે સહીત અન્ય ચાર સૌથી વરીષ્ઠ જજો પણ કોલેજિયમમાં સભ્ય પદે છે.
બોબડે અને ભાનુમતી બાદ અન્ય ત્રણ જજોમાં ન્યાયાધીશ એનવી રમન્ના, ન્યાયાધીશ અરૂણ મિશ્રા અને આરએફ નરીમનનો સમાવેશ થાય છે. ભાનુમતી 2020માં જુલાઇ મહિનામાં નિવૃત થશે, જોકે ત્યાં સુધી તેઓ કોલેજિયમના સભ્ય રહેશે. કોલેજિયમ સામાન્ય રીતે જજોની પસંદગીથી લઇને કોર્ટના અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટેની એક સ્વતંત્ર બંધારણીય બોડી છે.

ભારત અંતરીક્ષમાંથી સરહદો પર ચાંપતી નજર રાખશે, ISRO કાર્ટોસેટ થ્રીની તૈયારી કરી રહ્યું છે

- અર્થ એાબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ થશે

Image result for isro-will-launch-cartosat-3-will-keep-a-watch-at-the-border

અંતરીક્ષમાં રહેલો ઉપગ્રહ આપણી સરહદો પર ચાંપતી નજર રાખી શકે એવો એક ઉપગ્રહ કાર્ટોસેટ થ્રી લોંચ કરવાની તૈયારી ઇસરો કરી રહ્યું હોવાની માહિતી મળી હતી.

ટેક્નીકલ ભાષામાં એને અર્થ ઓબ્ઝર્વેશન અથવા સર્વેલન્સ સેટેલાઇટ કહી શકાય. આમાંનો પહેલો ઉપગ્રહ 25 નવેંબરે લોંચ કરાશે. બાકીના બે ડિસેંબરમાં લોંચ કરવાની યોજના છે. આ ઉપગ્રહો સતત ભારતીય સરહદ પર ચાંપતી નજર રાખશે અને પાડોશમાં રહેલા શત્રુ દેશોની ગતિવિધિ વિશે આપણન  સતત માહિતગાર કરશે.



ગોગોઇ નિવૃત થતા બોબડે સુપ્રીમ કોર્ટના 47મા મુખ્ય ન્યાયાધીશ બન્યા

- રાષ્ટ્રપતિ ભવન ખાતે બોબડેએ શપથ ગ્રહણ કર્યા

- 63 વર્ષીય બોબડે રામ મંદિર, રાઇટ ટૂ પ્રાઇવસી, આધાર કાર્ડ ફરજીયાત નહીં જેવા ચુકાદામાં સામેલ રહ્યા

Image result for bobde-becomes-the-47th-chief-justice-of-the-supreme-court

અયોધ્યામાં રામ મંદિર અંગે ચુકાદો આપનારા રંજન ગોગોઇ 17મીએ નિવૃત થઇ ગયા હતા, જેને પગલે 18મીએ સોમવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 63 વર્ષીય શરદ અરવિંદ બોબડેને શપથ લેવડાવ્યા હતા.
શરદ અરવિંદ બોબડે દેશના 47માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.
બોબડે 17 મહિના સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ પદે રહેશે અને આગામી 23મી એપ્રીલ, 2021ના રોજ તેમનો કાર્યકાળ પુરો થશે. બોબડેએ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ કર્યા
મહારાષ્ટ્રના નાગપુરમાં 1956માં જન્મેલા બોબડે પણ અયોધ્યા કેસનો ચુકાદો આપનારી પાંચ જજોની બંધારણીય બેંચમાં સામેલ હતા.
તેઓ સુપ્રીમ કોર્ટના સિનિયર ન્યાયાધીશ હોવાથી અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓમાં તેઓ સામેલ રહી ચુક્યા છે, જેમાં રાઇટ ટુ પ્રાઇવસી, આધારકાર્ડનો પણ સમાવેશ થાય છે. બોબડે 2012માં મધ્ય પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા, જે બાદ તેમને 2013માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.



પૂર્વ PM ઈન્દિરા ગાંધીની આજે 102મી જન્મજયંતિ: PM મોદી, સોનિયા ગાંધી, મનમોહન સિંહે શ્રદ્ધાંજલિ અર્પી

Image result for indira gandhi

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના અલ્હાબાદમાં થયો હતો. 

તેઓ બે અલગ-અલગ સમયકાળમાં 15 વર્ષથી વધારે દેશના પ્રધાનમંત્રી રહ્યાં. 

31 ઓક્ટોબર, 1984માં તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

મંગળવાર, 12 નવેમ્બર, 2019


લાંબી રાજકીય હલચલ બાદ અંતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ
 
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામના 19 દિવસ બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું છે. પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદની મંજુરી બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કેબિનેટની ભલામણ પર સહી કરી દીધી છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરથી ચાલી રહેલી રાજકિય અનિશ્ચિતતાઓ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની સાથે જ રાજ્યની વિધાનસભા નિલંબિત અવસ્થામાં આવી ગઈ છે. રાજ્યમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગાવાયું છે.પરંતુ કોઈ પાર્ટી કે ગઠબંધન પહેલાં બહૂમતિના આંકડા સુધી પહોંચવાની વ્યવસ્થા કરી લેશે તો તેને 6 મહિના પહેલાં ખત્મ કરી શકાશે.

આ અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ બંધારણ અનુસાર મહારાષ્ટ્ર સરકાર ચલાવી શકાતી નથી અને આજે બંધારણની કલમ President 356 (રાષ્ટ્રપતિ શાસન)ની જોગવાઈઓ દ્વારા વિચારણા મુજબનો રિપોર્ટ રજૂ કર્યો છે.

સોમવાર, 9 સપ્ટેમ્બર, 2019


PM નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સંયુક્ત રાષ્ટ્રના 14માં વૈશ્વિક સંમેલનને સંબોધશે

ભારત વિશ્વ પટલ પર પર્યાવરણ બચાવવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવતું આવ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્રના 14માં વૈશ્વિક સંમેલનમાં રણને આગળ વધતું અટકાવવાના વિષય પર સત્રને આજે સંબોધન કરશે. ભૂમિની ફળદ્રુપતાને વધારીને વધી રહેલા ક્ષારના પ્રમાણને રોકવાના વિષય પર કોપ-14નું આજે વિશેષ સત્ર મળી રહ્યું છે. ભારત વિશ્વ પટલ પર પર્યાવરણ બચાવવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવતું આવ્યું છે. તે અનુસંધાનમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા આ વિશ્વ સંમેલનને થનારૂં સંબોધન ખૂબ જ મહત્વનું છે. સંમેલનમાં 196 દેશના પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે



રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આઈસલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાતી મુલાકાતે

રાષ્ટ્રપતિ આ દેશો સાથેના આર્થિક અને રાજકીય સંબંધોને વધુ સુદૃઢ કરવા આ દેશના વડા સાથે વિચાર વિમર્શ કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યુરોપના ત્રણ દેશોના પ્રવાસે જવા નવી દિલ્હીથી રવિવારે રાત્રે રવાના થયા હતા. રાષ્ટ્રપતિ નવ દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન આઈસલેન્ડ, સ્વીત્ઝલેન્ડ અને સ્લોવેનિયાતી મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ આ દેશો સાથેના આર્થિક અને રાજકીય સંબંધોને વધુ સુદૃઢ કરવા આ દેશના વડા સાથે વિચાર વિમર્શ કરશે. તથા સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ આઈસલેન્ડ પહોંચીને ત્યાંના પ્રમુખ અને પ્રધાનમંત્રી સાથે મંત્રણામાં ભાગ લેશે. 11થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રપતિ સ્વીત્ઝલેન્ડની મુલાકાત લેશે. યાત્રાના અંતિમ પડાવમાં રાષ્ટ્રપતિ બ્લોવાનિયા જશે. અહીં પણ તેઓ સ્લોવેતિયાના પ્રમુખ ખાતે વડાપ્રધાન સાથે મંત્રણા કરશે



આટલા વિશાળ ચંદ્ર પર લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રુવનો વિસ્તાર જ કેમ પસંદ કરાયો?
 
ચંદ્રયાન-2 મિશનના ભાગરુપે ભારત ચંદ્ર પર ઉતરાણ કરનાર દુનિયાનો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. ચંદ્રયાન-2નુ લેન્ડર વિક્રમ ચંદ્ર પર ઉતરવાનુ છે.આમ તો ચંદ્ર ઘણો વિશાળ છે.ચંદ્રની સપાટી પર બહુ જગ્યાઓ છે તો ઈસરોએ લેન્ડિંગ માટે ચંદ્રનો દક્ષિણ ધ્રુવનો વિસ્તાર જ કેમ પસંદ કર્યો?

આ સવાલના એક કરતા વધારે જવાબ છે.નિષ્ણાતોના કહેવા પ્રમાણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર શોધ કરવાથી ખબર પડશે કે ચંદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેની રચના કેવી રીતે થઈ.આ વિસ્તારમાં બહુ મોટા અને વિશાળ ખાડા છે.જ્યાં ચંદ્રની ઉત્તર ધ્રુવની અપેક્ષાએ બહુ ઓછુ સંશોધન થયુ છે.

દક્ષિણી ધ્રુવના વિસ્તારમાં સોલર સિસ્ટમના પ્રારંભના દિવસોના જિવાષ્મ હોવાની પણ શક્યતા છે.માટે જ ચંદ્રની આ સપાટીનુ ઈસરો મેપિંગ કરવા માંગે છે.ચંદ્રના આ હિસ્સામાં પાણી હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. લેન્ડર વિક્રમ જ્યાં ઉતરવાનુ છે ત્યાં વિશાળકાય ખાડા છે.જેને ખીણ કહીએ તો પણ ખોટુ નથી.

જેમ કે ચંદ્રનો સૌથી મોટો ખાડો આઈતકેન બેસિન દક્ષિણ ધ્રુવ પર છે.જેની પહોળાઈ 2500 કીમી અને ઉંડાઈ 13 કિમી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવના 18 ટકા હિસ્સાને જ પૃથ્વી પરથી જોઈ શકાય છે.બાકીના 82 ટકા હિસ્સાને પહેલી વખત રશિયાના યાને 1959માં ખેંચેલી તસવીરથી જોવા મળી શક્યો હતો.



જાણો, ઈસરોએ લેન્ડરને 'વિક્રમ' અને રોવરને 'પ્રજ્ઞાન' નામ કેમ આપ્યુ?
 
ભારતના કરોડો લોકો ચંદ્રયાન-2ના લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન'ના નામથી પરિચિત થઈ ચુક્યા છે. ભારતના ચંદ્રયાન-2માંથી છુટા પડેલા લેન્ડર 'વિક્રમ'ની ચંદ્ર પર ઉતરાણ માટેની તૈયારીઓ પુરી થઈ ચુકી છે.લેન્ડરને 'વિક્રમ' નામ કેમ અપાયુ તેવો સવાલ થવો સ્વાભાવિક છે.જવાબ એ છે કે, ઈસરોએ આ લેન્ડરને ભારતના અવકાશ પ્રોગ્રામના જન્મદાતા ગણાતા વિક્રમ સારાભાઈના નામ પરથી 'વિક્રમ' નામ આપ્યુ છે.

લેન્ડરમાંથી ચંદ્રની સપાટી પર ફરનારા રોવરને 'પ્રજ્ઞાન' નામ આપવામાં આવ્યુ છે.'પ્રજ્ઞાન' એક સંસ્કૃત શબ્દ છે.જેનો અર્થ થાય છે 'બુધ્ધિમતા' 'પ્રજ્ઞાન'નુ જે કામ છે તેમાં સૌથી વધારે જરુર જ બુધ્ધિમત્તાની પડવાની છે.'પ્રજ્ઞાને' ચંદ્રની સપાટી પર રહેલી ઘણી વસ્તુઓની માહિતી મોકલવાની છે.