બુધવાર, 2 ઑગસ્ટ, 2017

Happy Birthday to Gandhinagar…





આજે 2જી ઓગસ્ટ ગાંધીનગરનો ૫૩મો જન્મદિન છે.

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની બીજી ઓગસ્ટ ૧૯૬૫ના રોજ સ્થાપના થઈ હતી.. એક સમયનું સુમસાન ભાસતું આંધીનગર અત્યારે કર્મચારીનગરની છાપ ભુંસીને   સંસ્કૃતિનગર બની ગયું છે. એટલું જ નહીં, આવનારા દિવસોમાં સોલારસીટી, ગ્રીનસીટી, મોડલ સીટી, ક્લીનસીટી, સ્માર્ટ સીટીના તાજ લાગવાના છે તો મહાત્મામંદિર અને ગીફ્ટ સીટીની નવી ઓળખ પણ ગાંધીનગરને છેલ્લા વર્ષમાં મળી છે.


ગુજરાત રાજ્યની અલગ રચનાના પાંચ વર્ષ પછી બીજી ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ પાટનગર ગાંધીનગરની સ્થાપના માટે પ્રથમ ઇંટ જીઇબીના ગેસ્ટહાઉસના નિર્માણ માટે મુકાઇ હતી. ગાંધીનગરની રચનામાં જુદાં જુદાં ૧૨ ગામોની ૨૩૮૨ ખેડૂતોની ૧૦,૫૦૦ એકટર ખેતીની જમીન તેમજ ૫૦૦૦ એકર ગૌચર - ખરાબાની કિંમતી જમીન વપરાઇ છે. ૧લી મે, ૧૯૭૦થી સચિવાલય કાર્યરત થવા સાથે સેક્ટર-૨૯ અને સે-૨૮માં વસવાટ શરૃ થયો હતો. 
Current Affairs: June – 2017

Ø   મિસ વર્લ્ડ બોડી બિલ્ડીંગ ટાઈટલ જીતનાર – ભૂમિકા શર્મા

Ø   ભારત ગૌરવ પુરસ્કાર 2017 – ધનરાજ પિલ્લાઈ

Ø   ભારત સરકાર દ્વારા શૌચાલયના ઉપયોગ માટે કયા અભિયાનની શરૂઆત થઈ?દરવાજા બંધ

Ø   તાજેતરમા કયા રાજ્યોને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત રાજ્યો જાહેર કરાયા?ઉત્તરાખંડ અને હરિયાણા

Ø   રાજધાની શતાબ્દીના કાયાકલ્પ માટે ભારતીય રેલવે એ ક્યુ ઓપરેશન શરૂ કર્યું?ઓપરેશન સવર્ણ

Ø   તાજેતરમાં કયા રાજયમાં ગોરખાલેન્ડની માંગ સાથે હિંસક આંદોલન થયું?પ.બંગાળ

Ø   રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવા HRD મંત્રાલયે કોની અધ્યક્ષતામાં સમિતિની રચન! કરી?કે.કસ્તુરી રંગન

Ø   ઢોર માટે બ્લડ બેંક શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજય – ઓરીસ્સા

Ø   વર્ષ 2017ના વિશ્વ પર્યાવરણ દિવસનો યજમાન દેશ – કેનેડા

Ø   તાહેતરમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થતાં રામનાથ કોવિંદે કયા રાજ્યના રાજ્યપાલ પદેથી રાજીનામુ
આપ્યું – બિહાર

Ø   તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના બ્રાન્ડ એંમ્બેસેડર તરિકે કોની નિમણૂક થઈં – અમિતાભ બચ્ચન

Ø   સ્કીલ India અભિયાનની બ્રાન્ડ એંમ્બેસેડર – પ્રિયંકા ચોપરા

Ø   ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કયા રાજ્યની હાઈકોર્ટે આદેશ આપ્યો?રાજસ્થાન

Ø   ભાવનગર નજીક સ્થાપવાનું જાહેર થયેલ મીઠીવીરડીનો પરમાણુ ઊર્જા પ્લાન્ટ કયા રાજ્યમાં ખસેડવાનુ નક્કી થયું?
આંધ્રપ્રદેશ

Ø   રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ (RERA)માં ગુજરાતના ચેરમેન – ડૉ.મંજુલા સુબ્રમણ્યમ

Ø   તાજેતરમા કયા દિવસે બારડોલી દિવસ તરિકે ઊજવવામાં આવ્યો? – 12 જૂન

Ø   ભારતનો સૌથી લાંબો નદી પરનો પુલ – ભૂપેન હઝારિકા સેતુ (ઢોલા – સાદિયા) - લોહીત નદી (9150), તિનસુકિયા શહેર, આસામ

Ø   વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે. – (કાશ્મીરના કટરા અને બનિહાલ વચ્ચે 111 કિ.મી, ઊંચાઇ 359 મીટર (1,178 ફુ)). એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચા.

Ø   જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા જિર્ણોદ્વાર મંત્રાલયની ચિતળે સમિતિએ ગંગામાંથી કાદવ અને કચરો દૂર કરવા માટે સેન્ડ રજિસ્ટ્રી બનાવવની ભલામણ કરી છે.

Ø   e -VIN -ઈલેકટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક

Ø   ન્યાય મિત્ર યોજના: આ યોજના હેઠળ કોઈ ચોક્કસ જિલ્લાની પસંદગી કરી 10 વર્ષથી જૂના કેસોનો તાત્કાલિક નિકાલ કરવો

Ø   પૂણેમાં ભારતનો પ્રથમ બાયો રિફાઈનરી પ્લાન્ટ

Ø   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રિમ કોર્ટની ઈન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (ICMIS) નું ઉદ્દઘાટન કર્યું.

Ø   2018નું વર્ષ ‘Year Of War disabled’ ગણાશે.

Ø   ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખેડા જિલ્લાના નડિયાદથી રાજ્યની 13મો રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવ ખુલ્લો મુક્યો હતો.

Ø   અમદાવાદ-ચેન્નાઈ વચ્ચે હમસફર ટ્રેનનો શુભારંભ

Ø   રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનશે.

Ø   રાજ્યમાં સૌ પ્રથમ સુરત જિલ્લાના 5 પોલીસ સ્ટેશન અને જિલ્લા ટ્રાફિક શાખામાં સ્વાઈપ મશીન દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે સમાધાન શુલ્ક કેશલેસ વસૂલ કરવાની કામગીરી શરૂ કરવામા આવી છે.

Ø   ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ : હિમાંશુ પંડયા

Ø   ફ્રાંસના સૌથી ન!ની વયના રાષ્ટ્રપતિ – ઈમેન્યુએલ મેક્રોન

Ø   તાજેતરમાં યોજાયેલ ભારત-સિંગાપોર નૌકાદળનો સંયુક્ત સૈન્યાભ્યાસ – SIMBEX

Ø   28મી નાટો સમિટ બેલ્જિયમના બ્રસેલ્સમાં યોજાઈ

Ø   વિશ્વના સૌથી મોટા વિમાન એરલેન્ડર-10 કુલ 180 મિનિટનું ઉડ્ડયન કરીને પ્રથમ ટેસ્ટ ફલાઈટ સફળ રીતે પૂર્ણ કરી હતી.

Ø   વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2017
-    ફ્રાંસની રિપોર્ટસ વિધાઉટ બોર્ડસ દ્વારા વાર્ષિક વિશ્વપ્રેસ સ્વતંત્રતા સૂચકાંક બહાર પાડવામાં આવ્યો છે. પ્રથમ ક્રમે : નોર્વે

Ø   ભારતનો ક્રમ : 136મો

Ø   ભારત સર્વ સંમતિથી UN માનવ વસતી કાર્યક્રમનું અધ્યક્ષ 

Ø   IIT રૂરકીના વિજ્ઞાનીએ જાંબુનો ઉપયોગ કરી સસ્તા દરના સોલાર સેલ બનાવ્યા

Ø   વિશ્વના કોમ્પ્યુટરો પર રેન્સમવેર નામના વાયરસે દુનિયાના 104 દેશોના કોમ્પ્યુટરોને અસર કરી હતી. – શેડો બ્રોકર્સ નામની સાયબર ગેંગ આ એટેક માટે જવાબદાર ગણાય છે.

Ø   કેન્દ્રિય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી નડ્ડાએ ન્ચુમોનિયા માટેની નવી નયુમોકોકલ કોન્જયુગેટ વેક્સિન (PCV) શરૂ કરવાનીજાહેરાત કરી.

Ø   નૌકાદળનાં જહાજો કારવર અને કાકિનાડા નિવૃત

Ø   અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ અવકાશમાંથી મળી આવેલા નવા બેક્ટેરીયાનું નામ એ.પી.જે.અબ્દુલ કલામના નામ પરથી રાખ્યું છે.

Ø   ભારત સરકારની ડિજિટલ ગ્રામ યોજના હેઠળ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું આકોદરા ગામ દેશનું સૌપ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવાયુ છે.

Ø   મોબાઈલ ટાવર અંગેની માહિતી ઉપલબ્ધ કરાવવા તરંગ સંચાર નામની વેબસાઈટ શરૂ કરાઈ.

Ø   કેન્દ્ર સરકારે રિલાયેબલ એમ્પ્લોયમેન્ટ ડેટા માટે અરવિંદ પનગઢિયાના વડપણ હેઠળ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.

Ø   વિશ્વના સૌથી નાના-હલકા ઉપગ્રહ ક્લામસેટની ઉડાન
-    ‌‌અમેરિકાની નાસા વર્જિનિયાની વેલેપ્સ અંતરિક્ષ ઉડાન કેન્દ્રથી પ્રક્ષેપિત કરશે, તેનું વજન 64 ગ્રામ છે
-    તેને તામિલનાડુના ભારતીય વિદ્યાર્થી રિફત શારૂક દ્વારા વિકસાવવામાં આવેલ છે.

Ø   IPL 2017: (IPL 10)
-    વિજેતા – મુંબઈ ઈન્ડિયન્સ; રનર્સ અપ: રાઈઝીંગ પુણે
-    ઓરેન્જ કેપ (સૌથી વધુ રન) – ડેવિડ વોર્નર
-    પર્પલ કેપ (સૌથી વદ્યુ વિકેટ) – ભુવનેશ્વર કુમાર

Ø   મલેશિયાના ઈપોહ ખાતે યોજાયેલ અઝલન શાહ કપ હોકીમાં ઑસ્ટ્રેલિયાને હરાવી બ્રિટન ચેમ્પિયન

Ø   ફેડરેશન ઈન્ટરનેશનલ ફૂટબોલ એસોશિયેશન (FIFA) વર્લ્ડ ફૂટબોલ રેકિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ 100મો ક્રમ મેળવવામાં સફળ રહી છે.

Ø   ભારતની મહિલ! ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી એ 181 વિકેટ સાથે વન ડે માં સૌથી વધુ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ સર્જયો

Ø   ભારતની મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માઅને પૂનમ રાઉતે 45.3 ઓવરમાં 320 રન બનાવી વન ડે મેચોમાં 300 રનની ઓપનિંગ ભાગીદારી કરનાર વિશ્વની પ્રથમ જોડી બની છે.

Ø   ભારતીય પર્વતારોહક અંશુ જામશેનપા એક અઠવાડિયામાં બે વખત વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરનારી દુનિયાની પ્રથમ મહિલા બની છે.

Ø   સંજય મિત્રા નવા સરંક્ષણ સચિવ તરીકે નિયુક્ત

Ø   WHO અમિતાભ બચ્ચનને દક્ષિણ-પૂર્વીય પ્રદેશમાં હિપેટાઈટિસ માટેના ગુડવિલ એમ્બેસેડર નિયુકત કર્યા.

Ø   દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ: મૂન-જે-ઈન

Ø   લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ નિયુકત કરવામાં આવ્યા છે.

Ø   શાંતાકુમાર જાહેર સાહસ સમિતિના નવા અધ્યક્ષ

Ø   એમ.એમ.જોષી અંદાજ સમિતિના નવા ચેરમેન

Ø   પંજાબમાંથી આતંકવાદનો સફાયો કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનારા સુપરકોપ

Ø   કે.પી.એસ.ગીલનું અવસાન (1984માં સુવર્ણમંદિરમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા ઓપરેશન બ્લેક થંડરનું નેતૃત્વ)

Ø   કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેનું નિધન

Ø   લોકપ્રિય અભિનેત્રી રીમા લાગૂનું નિધન
-    પ્રથમ ફિલ્મ: સિંહાસન (મરાઠી)
-    પ્રથમ હિંદી ફિલ્મ: કલયુગ

Ø   રાજ્યની હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનનાર જસ્ટિસ લીલા શેઠનું 86 વર્ષની વચે નિધન

Ø   જેમ્સ બોન્ડના અભિનેતા રોજર મૂરેનું નિધન

Ø   એરલિફ્ટફિલ્મના અક્ષયકુમારનું પાત્ર જેના પરથી ઘડાયું તે ઉદ્યોગપતિ માથુન્ની મેથ્યુનું નિધન

Ø   દક્ષિણ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલાએ વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપથી 7000 રન પુરા કરવાનો રેકોર્ડ બનાવ્યો

Ø   ઈસરોને રૂ.1 કરોડનું ઈન્દિરા ગાંધી શાંતિ પારિતોષિક

Ø   સંજય ગુબ્બી અને પૂર્ણિમા દેવી બર્મનને ગ્રીન ઓસ્કાર એવોર્ડ

Ø   ઘનશ્યામ દાસ બિરલા પુરસ્કાર 2016 – ઉમેશકુમાર વાઘમારે

Ø   સીમા સુરક્ષા બળે રાજસ્થાનમાં પાકિસ્તાન સાથે જોડાયેલ સીમા નજીક દેખરેખ માટે ઓપરેશન ગર્મ હવા શરૂ કર્યું હતું

Ø   રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અનુસૂચિત જાતિ સુધારા એક્ટ, 2017ને આપેલી મંજૂરી બાદ ઓડિશાની સાઉલગીરી અને સ્વાલગીરી જાતિઓને અનુસૂચિત જાતિ તરીકે નોંધવામાં આવી છે.

Ø   સમગ્ર દેશમાં રિયલ એસ્ટે રેગ્યુલેશન એક્ટનો અમલ ક્યારથી થયો છે?1 મે, 2017

Ø   તાજેતરમાં કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો? - વિજયવાડા એરપોર્ટ

Ø   સ્વચ્છ સર્વેક્ષણ 2017 અનુસાર દેશનું સૌથી સ્વચ્છ શહેર – ઈન્દોર

Ø   ભારતે દક્ષિણ એશિયાના સાત દેશો માટે કયો ઉપગ્રહ લોન્ચ કર્યો?GSAT-9

Ø   તાજેતરમાં રાજયમાં સ્ટેટ ફુડ કમિશનનો પ્રારંભ કોણે કરાવ્યો?મુખ્યમંત્રી

Ø   તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટ ખેલાડીને મેલબોર્ન ક્રિકેટ ક્લબના માનદ્ સભ્ય બનાવવામાં આવ્યા – વી.વી.એસ.લક્ષ્મણ

Ø   ગુજરાત સાહિત્ય અકાદમીના નવા અધ્યક્ષ: વિષ્ણુભાઈ પંડ્યા

Ø   મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો મહિલા સિંગલ્સનો ખિતાબ કઈ ખેલાડીએ જીત્યો?સિમોના હાલેપ

Ø   ફિફા સંચાલન સમિતિના અધ્યક્ષ પદે કોની વરણી કરવામાં આવી?ન્યાયમૂર્તિ મુકુલ મુદ્દગલ

Ø   વિશ્વ થેલેસેમિયા દિવસ – 8 મે

Ø   જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ: વી.કે.સારસ્વત

Ø   તાજેતરમાં અવસાન પામેલા એમ.એસ.રામાસ્વામી કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા?પુડુચેરી

Ø   મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સ વિજેતા: રાફેલ નાડાલ

Ø   તાજેતરમાં ભારતની યાત્રાએ આવેલા મહેમૂદ અબ્બાસ કયા દેશના રાષ્ટ્રપતિ છે?પેલેસ્ટાઈન

Ø   ક્યા રાજ્યમાં Indian Agricultural Research Institute ની સ્થાપના કરવા કેબિનેટની મંજૂરી અપાઈ? આસામ

Ø   માઉન્ટ એવરેસ્ટ અઠવાડિયામાં બે વાર સર કરનાર પર્વતારોહી અંશુ જામસેનપા કયા રાજયની છે? –  અરુણાચલ પ્રદેશ

Ø   તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં કયા સ્થળે નર્મદાના પમ્પિંગ રટેશનનું ઉદ્દઘાટન કર્યું?ભચાઉ

Ø   તાજેતરમાં આફિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠક ગુજરાતમાં કયા સ્થળે યોજાઈ 
   ગઈ?ગાંધીનગર

Ø   2018માં એશિયન ગેમ્સ કયાં યોજાશે?જકાર્તા(ઈન્ડોનેશિયા)

Ø   2019માં ક્રિકેટ વર્લ્ડકપ કયાં રમાશે?ઈંગ્લેન્ડ

Ø   2022માં ફૂટબોલ વર્લ્ડકપ કયાં રમાશે? કતાર

Ø   2020માં ઓલમ્પિક રમતોત્સવ કયાં રમાશે? – ટોકિયો (જાપાન)

Ø   2018માં કોમનવેલ્થ ગેમ્સ કયાં યોજાશે?ગોલ્ડકોસ્ટ (ઑસ્ટ્રેલિયા)

Ø   હ!લમાં કય! દેશને હરાવીને ભારતીય મહિલા હોકી ટીમ હોકી વર્લ્ડ લીગ રાઉન્ડ-2 માં ચેમ્પિયન બની હતી?ચિલી

Ø   હાલમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ છે?પી.આર.શ્રીજેશ

Ø   વર્તમાન કેંદ્રિય મંત્રીમંડળમાં કયો ઓલિમ્પિક ખેલાડી મંત્રીપદે છે?મેજર રાજયવર્ઘનસિંહ રાઠોડ

Ø   2022માં એશિયન ગેમ્સ કયાં યોજાશે?હાંગઝોઉ, ચીન

Ø   તાજેતરમાં કયા ટેનિસ ખેલાડીએ દશમી વ!ર મોન્ટે કાર્લો માસ્ટર્સ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો?સ્પેનનો રાફેલ નાડાલ

Ø   હાલમાં જ ભારતે કયા દેશને હરાવી સુલતાન અઝલનશાહ હોકી ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? – ન્યુઝિલેન્ડ

Ø   આ વર્ષે ફિફાના બ્રાન્ડ એમ્બેસેડરતરીકે ક્યા ફૂટબોલ ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી?ડિયેગો મેરાડોના

Ø   હાલમાં જ કયા ખેલાડીએ ઈસ્તુંબુલ ટેનિસ ટૂર્નામેન્ટ જીતી હતી? ક્રોએશિયાના માર્ટિન સિલક

Ø   વર્તમાનમાં ગુજરાત સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના માં લાભ મેળવનાર કુટુંબની આવક મર્યાદા – 1,20,000

Ø   સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર – સાક્ષી મલિક અને પી.વી.સિંદ્યુ
Ø   સ્વચ્છ સાથી પ્રોગ્રામ ના બ્રાન્ડ એમ્બેસેડર – દિયા મિર્ઝા

Ø   સ્વચ્છ રેલ મિશન ના બ્રાન્ડ એમ્બેસેડર – બિન્દેશ્વર પાઠક