સોમવાર, 16 ઑક્ટોબર, 2017

ઑક્ટોબર 14: વિશ્વ ધોરણો દિવસ (14th October - World Standard Day)


સ્વૈચ્છિક ઇજનેરી અને વૈજ્ઞાનિક ધોરણોના વિકાસને ધ્યાનમાં રાખવા માટે સમગ્ર વિશ્વમાં 14 ઓક્ટોબરના રોજ દર વર્ષે વિશ્વ ધોરણો દિવસનું નિરીક્ષણ કરવામાં આવે છે. વર્ષ 2017 માટેની થીમ છે "ધોરણો શહેરને વધુ સ્માર્ટ બનાવે છે".

Importance of Day

આંતરરાષ્ટ્રીય ધોરણો તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલા તકનીકી સમજૂતીઓ વિકસાવી છે તેવા તમામ લોકોએ દિવસના સન્માનભર્યા યોગદાનનું પાલન કરવું. તે વૈશ્વિક અર્થતંત્રમાં નિયમનકારી, ઉદ્યોગ અને ગ્રાહકો વચ્ચેના માનકીકરણના મહત્ત્વ અંગે જાગૃતિ લાવવાનો પણ પ્રયત્ન કરે છે. આ દિવસ મુખ્યત્વે ISO((International Organisation for Standardization), IEC (International Electrotechnical Commission), ITU (International Teleommunication Union) and IETF (Internet Engineering Task Force) અને IETF (Internet Engineering Task Force) જેવા સંગઠનોના સભ્યો દ્વારા ઉજવવામાં આવે છે.


પ્રથમ વિશ્વ ધોરણોનો દિવસ 14 ઓક્ટોબર, 1970 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે 1946 માં, લંડનમાં 25 દેશોના પ્રતિનિધિઓએ પહેલી વાર એક આંતરરાષ્ટ્રીય સંગઠન બનાવવાની ધ્યેય સાથે માનસિક ધોરણે સુવિધા આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ISO નું વર્ષ 1 9 47 માં એક વર્ષ પછી રચાયું હતું.
World Food Day

16 ઓક્ટોબર દર વર્ષે વિશ્વભરમાં વિશ્વ ખાદ્ય દિવસ  ઉજવાય છે. વિશ્વ ખાદ્ય દિવસ ના માનમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ ધ યુનાઇટેડ નેશન્સ 1945 માં  અન્ય સંબંધિત સંસ્થાઓ દ્વારા વ્યાપક ઉજવણી કરવામાં આવે છે 

થીમ્સ
2015: "સામાજિક સુરક્ષા અને કૃષિ: ગ્રામીણ ગરીબીના ચક્રને ભંગ"
2016: આબોહવા પરિવર્તન : "આબોહવા બદલાતી રહે છે.
2017: સ્થળાંતરના ભવિષ્યને બદલો . ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ વિકાસમાં રોકાણ કરો .


15 ઓક્ટોબર: ગ્રામ્ય મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ

ગ્રામ્ય મહિલાઓની મહત્વની ભૂમિકા અને યોગદાનને ધ્યાનમાં રાખવા દર વર્ષે 15 મી ઓક્ટોબરના રોજ ગ્રામ્ય મહિલાઓના આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. 

દિવસ 2017 ની થીમ " જાતિ સમાનતા અને ગ્રામ્ય મહિલા અને છોકરીઓનું સશક્તિકરણ માટે આબોહવા-સ્થિતિસ્થાપક કૃષિમાં પડકારો અને તકો " છે.


ગ્રામ્ય મહિલા, કુલ વિશ્વની વસ્તીના એક ક્વાર્ટરથી વધુ છે તેમાંના મોટાભાગના લોકો તેમની આજીવિકા માટે કુદરતી સ્ત્રોતો અને કૃષિ પર આધાર રાખે છે. તેઓ ઉપલબ્ધ મોટાભાગની ખોરાક તૈયાર કરે છે, તૈયાર કરે છે અને પ્રક્રિયા કરે છે, જેથી તેમને ખોરાકની સુરક્ષા માટે પ્રાથમિક જવાબદારી આપી શકે છે. આ રીતે, ગ્રામ્ય મહિલાનો આંતરરાષ્ટ્રીય દિવસ ફાળવણી અને ગરીબીની ઊંચાઈએ ગ્રામ્ય મહિલા દ્વારા યોગદાન અને નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
ટાઈમ મેગેઝિને ગુરમેહર કૌરને નેકસ્ટ જનરેશન લીડર્સની યાદીમાં કરી સામેલ



- આ બહુમાન મેળવાનાર એક માત્ર ભારતીય
- ટોપ ટેનમાં મેળવ્યુ સ્થાન

શહીદ કી બેટી ગુરમેહર કૌરનો વિવાદ ખૂબ ચગ્યો હતો અને તેને ટ્રોલીંગનું પણ શિકાર થવુ પડ્યુ હતુ. શહીદ મનદિપ સિંહની દીકરીને ટાઈમ મેગેઝિને નવા જમાનાની નેતા તરીકેની યાદીમાં સામેલ કરી છે એટલુ જ નહી પરંતુ આ યાદીમાં સ્થાન પામનારી તે એકમાત્ર ભારતીય છે.   

ગુરમેહરના પિતા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતી વખતે શહીદ થઈ ગયા હતા. ગુરમેહર આ વર્ષે ફેબ્રુઆરીમાં ચર્ચામાં આવી હતી, જ્યારે તેમણે દિલ્હીની રામજસ કોલેજમાં થયેલી હિંસા વિરુદ્ધ પોતાના સાથીમિત્રોના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો હતો. આ હિંસામાં વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો હાથ હતો. તેણે સોશિયલ મીડિયા પર પ્લેકાર્ડ પકડી એક પોસ્ટર શેયર કર્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે, ‘હું દિલ્હી યુનિવર્સિટીની સ્ટુડન્ટ છું. હું એબીવીપીથી ડરતી નથી. હું એકલી નથી.



ભારતના 'મિસાઇલ મેન' અબ્દુલ કલામનો 15 ઓક્ટોબર જન્મદિન


- દરેક ભારતીયોના દિલમાં આજે પણ છે જીવંત
- "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે ઓળખાયા હતા.

દરેક મહાનતા જેમની સામે નાની બની જાય છે તેવા વ્યક્તિ ડો. કલામનો આજે 86મી જન્મજયંતી છે. ભારતના 11માં રાષ્ટ્રપતિ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ્ ખાતે થયો હતો.

સાદું અને સરળ વ્યક્તિત્વ ધરાવતા કલામ સાહેબ 2002 થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યાં.તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા તેમજ "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે પણ ઓળખાયા.

ભારત સરકારે તેમને ભારતરત્નથી પણ નવાજ્યા છે. ડો. કલામ જ્યારે DRDOના ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવેલી છે. એકદમ સાદગી ભર્યું જીવન ધરાવતા કલામ સાહેબના જીવનના એવા પ્રસંગો છે જેનાથી  તેના આ મહાન વ્યક્તિત્વ ખરા અર્થમાં સાબિત થાય છે.

DRDOના ડાયરેક્ટર હતાં ત્યારે એક કર્મચારીએ પોતાના બાળકોને પ્રદશન જોવા માટે લઇ જવા માટે રજા લીધી હતી પણ કર્મચારી કામમાં એટલો મશગૂલ થઇ ગયો હતો કે તે બાળકોને લઇ જવાનું ભૂલી ગયો. જ્યારે ઘરે ગયો ત્યારે જાણવા મળ્યું કે, કલામ સાહેબ રૂબરૂ તે બાળકોને પ્રદશન જોવા લઇ ગયા હતા. જેમાં તેમના સરળ સ્વભાવની પ્રતિતી થાય છે.

રાષ્ટ્રપતિ તરીકે રહ્યાં તેનો પગાર પણ એક ટ્રસ્ટને દાનમાં આપી દેતા હતા. એકવાર IIT વારાણસીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં ત્યાં તેમની ખુરશી અન્ય ખુરશી કરતા મોટી હતી આથી તેણે તે ખુરશી પર બેસવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યાંરે બધાને એકસમાન ખુરશી આપી ત્યારે બેસ્યા હતા. VVIPની સુવિધા છોડી માત્ર સાદું જીવન જીવવાનુ પસંદ કરતા.


ડો. કલામને તેમના માતા પિતાના સ્વભાવ અને વ્યવહારમાંથી ઘણું શિખવા મળ્યું હતું. સરળ વ્યક્તિત્વ ધરાવતા અને મિસાઇલ મેન ડો. કલામ એક ઉમદા વ્યક્તિત્વ હતા જે દરેક ભારતીયના હૃદયમાં જીવંત રહેશે.


આજે 'વાઘ બારસ' સાથે જ દિવાળીના તહેવારોનો ઉલ્લાસભેર પ્રારંભ



આજે વાઘબારસ સાથે જ છ દિવસ માટે દિવાળીના તહેવારોનો પ્રારંભ પણ થઇ જશે. દિવાળીના તહેવારો માત્ર ઉલ્લાસ જ નહીં.

વિદ્યા, લક્ષ્મી અને શક્તિની ઉપાસનાનો અવસર મંગળવારે વાઘ બારસ, બુધવારે કાળી ચૌદશ, ગુરુવારે દિવાળી, શુક્રવારે બેસતું વર્ષ જ્યારે શનિવારે ભાઇબીજના પર્વની ઉજવણી કરવામાં આવશે. આમ, આગામી છ દિવસ સ્વજનો-મિત્રો સાથે મીઠાઇ ખાઇ-ફટાકડા ફોડીને લોકો દિવાળીના તહેવારોનો આનંદ માણશે.

માત્ર ઉલ્લાસની રીતે નહીં પણ ધાર્મિક રીતે પણ આ તહેવારો ખૂબ જ મહત્વ ધરાવે છે. આ અંગે મુનિ મિત્રાનંદસાગરજીએ જણાવ્યું હતું કે 'સોમવારથી શરૂ થતી પર્વત્રયી અનુક્રમે વિદ્યા, લક્ષ્મી અને શક્તિની ઉપાસનાનો અવસર પૂરો પાડે છે. આ ત્રણેય પર્વનો એકમેક સાથે ગાઢ સંબંધ છે.

વિદ્યા વિના લક્ષ્મી પવિત્ર ન ગણાય અને શક્તિ વિના લક્ષ્મી સ્થિર ન બને. આથી વિદ્યા, લક્ષ્મી અને શક્તિની ઉપાસના જીવનમાં અનિવાર્ય છે.

વાઘ બારસ: આ દિવસ વાગ્ એટલે કે સરસ્વતીની ઉપાસનાનો છે

ધનતેરસ: ધનતેરસે સૂર્યાસ્ત પછી અથવા રાતના સમયે ભગવતી મહાલક્ષ્મી અને ભગવતી પદ્માવતીના જાપ ખાસ કરવા.


કાળી ચૌદસ: આ દિવસ શક્તિની ઉપાસના માટે અત્યંત મહત્વનો છે. આ દિવસે ભગવતી પદ્માવતી, ભગવતી મહાકાલી, ભગવતી ચામુંડા, ઘંટાકર્ણ મહાવીર વગેરેના જાપ કરવા.