Saturday, 29 July 2017

પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ રાજીનામું આપ્યા. . .પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફએ પનામા પેપર્સ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને ગેરલાયક ઠેરવ્યા પછી તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. 

આ ત્રીજી વખત છે કે નવાઝ શરિફ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસમાં પોતાની મુદત પૂર્ણ કરવામાં અસમર્થ છે.

Global Tiger Day, or International Tiger Day, is an annual celebration to raise awareness for tiger conservation, held annually on 29 July.

It was created in 2010 at the Saint Petersburg Tiger Summit. 

The goal of the day is to promote a global system for protecting the natural habitats of tigers and to raise public awareness and support for tiger conservation issues.  


આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અર્ધ વર્તુળાકાર કેમ હોય છે ?
વરસાદ પડયા પછી આકાશમાં મેઘધનુષ્ય જોવાની મજા તો તમે માણી જ હશે.

વાતાવરણમાં રહેલાં પાણીના ફોરામાંથી સૂર્યપ્રકાશનું વક્રીભવન થઇને સાત રંગનું અદ્ભૂત મેઘધનુષ્ય રચાય છે.

તે તો તમે જાણો જ છો પરંતુ મેઘધનુષ્ય ક્ષિતિજમાં અર્ધવર્તુળાકાર જ કેમ હોય છે ? સૂર્યપ્રકાશના કિરણો સીધી લીટીમાં જ ગતિ કરે છે એટલે તેની સીધ હંમેશા વર્તુળાકાર વ્યાપમાં જ પકડાતી હોય છે. 

મેઘધનુષ્ય ખરેખર તો, સંપૂર્ણ વર્તુળ જ હોય છે.

જમીન પરથી આપણને તેનો અર્ધ હિસ્સો જ દેખાય છે.


આકાશમાં ઊડતા વિમાનમાંથી પાયલોટને ઘણીવાર સંપૂર્ણ વર્તુળાકાર મેઘધનુષ્ય જોવા મળતું હોય છે.  


કોમ્પ્યુટરની ભાષા અને મેમરી. . .

કોમ્પ્યુટરને કામ કરવા માટે વિશિષ્ટ ભાષા હોય છે અને તે મુખ્ય ત્રણ પ્રકારની હોય છે.

મશીન લેંગ્વેજ કે જેમાં ૧ અને શુન્યનો ઉપયોગ થાય છે.

દરેક સુચના કે માહિતીને કોમ્પ્યુટર 1 અને ૦ ની જુદી જુદી ગોઠવણીમાં ફેરવીને યાદ રાખે છે.

Binary Number(બાઇનરી નંબર)
0 1                                                       -           1
10                                                        -           2
11                                                        -           3
100                                                      -           4
101                                                      -           5
110                                                      -           6
111                                                      -           7
1000                                                    -           8
1001                                                    -           9
1010                                                    -           10

બીજી ભાષા એસેમ્બલી લેંગ્વેજ કહેવાય છે. આ ભાષામાં મશીન લેંગ્વેજમાં રહેલી ખામીઓ દુર કરવામાં આવી છે. ૧૯૫૦માં તેનો વિકાસ થયો હતો. આ ભાષા સરવાળા બાદબાકી માટે વિશેષ કોડનો ઉપયોગ કરે છે.

ત્રીજી ભાષા હાઇ લેવલ લેંગ્વેજ: ઉચ્ચ કક્ષાની અને જટિલ હોય છે. તેનો ઉપયોગ પ્રોગ્રામ રચવામાં થાય છે. હાઇ લેવલ લેંગ્વેજમાં કોબોલ, ફોટ્રોન, બેઝિક, પાસ્કલ, સી પ્લસ પ્લસ જેવી ઘણી ભાષા વિકસી છે.

કોમ્પ્યુટર બધી માહિતી અને સુચનાઓને મેમરીના રૃપમાં સંઘરે છે. મેમરી નાના લાખો ટુકડાઓનો સમુહ છે તેને બીટ(bit) કહે છે.

મેમરી ચાર પ્રકારની હોય છે. ઇન્ટર્નલ, મેઇન, રેમ, રોમ અને એક્સટર્નલ મેમરી. મુખ્ય કે મેઇન મેમરી એટલે સેન્ટ્રલ પ્રોસેસરમાં હોય છે.

રેમ(RAM) એટલે રેન્ડમ એક્સેસ મેમરી, રેમ માત્ર વીજપ્રવાહ હોય ત્યારે જ કામ કરે છે. તે ડેટાનો સંગ્રહ કરતી નથી.

રોમ(ROM) એટલે રીડ ઓનલી મેમરી. આ મેમરીનો કાયમી સંગ્રહ થાય છે અને ગમે ત્યારે વાંચી શકાય છે.
 


વિશ્વ હેપેટાઈટીસ ડે...
ઝેરી કમળા તરીકે ઓળખાતો રોગ હેપેટાઇટીસ A, B, C વગેરે વાઇરસથી થાય છે અને તે શરીરમાં લીવર (યકૃત)ને સૌથી વધુ અસર કરે છે. એક અંદાજ મુજબ આ વાઇરસનો ચેપ દુનિયામાં 40 કરોડથી વધુ લોકોને લાગ્યો છે અને ભવિષ્યમાં હેપેટાઇટીસથી દર વર્ષે આશરે 14 લાખ લોકોના મોત થવાની શક્યતા છે. આ રોગ ન થાય તે માટે રસી શોધાઇ છે, પરંતુ તેના વાઇરસનો ચેપ લાગ્યા બાદ તેની દવાથી હેપેટાઇટીસના વાઇરસનો સંપૂર્ણ નાશ કરવો મુશ્કેલ છે.

ડૉ. બરુચ બ્લુમ્બર્ગે હેપેટાઇટીસ બી વાઇરસ શોધ્યા હતા અને તેના માટે તેમને 1976માં નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેમની યાદમાં દર 28મી જુલાઇએ વર્લ્ડ હેપેટાઇટીસ ડે મનાવાય છે.

WHO અનુસાર આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ દર વર્ષે અસુરક્ષિત ઇન્‍જેકશનને લીધે હેપેટાઇટીસ B વાયરસના 33 ટકા નવા કેસ સામે આવે છે. જ્‍યારે 42 ટકા કેસ હેપેટાઇટીસ C ના દાખલ થાય છે.
આ રોગ એટલો ઘાતક છે કે આનાથી લીવરનું કેન્‍સર થવાની સંભાવના વધી જાય છે.

       કમળાના લક્ષણોઃ - આંખો પીળી થવી,

           - થાક લાગવો,

           - ઝીણો તાવ,

           - ઉલ્ટી થવી,

           - પેટમાં દુખ‌વુ,

           - ભૂખ ઓછી લાગવી.

બચવા શું કરવું?

- પાણી ઉકાળીને પીવુ,
- પાણીમાં ક્લોરીનની ગોળી નાંખવી,
- દુષિત વાસી અને બહારનો ખોરાક ન ખાવો હેપેટાઇટીસ એ.અને હેપેટાઇટીસ ઇ.ના વાઇરસવાળુ


દુષિત પાણી એક વખત પણ પીવામાં આવે તો 15 દિવસ પછી કમળો, ટાઇફોઇડ, ઝાડા, કોલેરા થઇ શકે છે. હેપેટાઇટીસ B અને C નું સંક્રમણ લૈંગિક સંબંધો દ્વારા પ્રસરે છે. હેપેટાઇટીસ B અને C પિત્તાશય ને ગંભીર રીતે નુકશાન પહોંચાડી શકે છે. જો કે આ ચેપનો ઉપચાર ઉપલબ્ધ છે પણ તેની આડઅસરો ઘણી ઘાતકી છે અને તેનાથી પિત્તાશયનું કેન્સર પણ થઈ શકે છે.