શનિવાર, 18 ઑગસ્ટ, 2018

આજથી ઈન્ડોનેશિયામાં એશિયન ગેમ્સના ઉદ્ઘાટનનો પ્રારંભ

- એશિયાના 45 દેશોના 10,000થી વધુ ખેલાડીઓ વચ્ચે 40 રમતોની 465 ઈવેન્ટ્સમાં શ્રેષ્ઠતા સાબિત કરવાનો મેગા મુકાબલો
- સાંજે ૫.૩૦થી ઉદ્ઘાટન સમારંભ યોજાશે

એશિયાના સૌથી મોટા રમતોત્સવ - ૧૮મી એશિયન ગેમ્સનો આજ્થી(18 ઓગસ્ટ) ઈન્ડોનેશિયાના જકાર્તા-પાલેમ્બાગ ખાતે પ્રારંભ થઈ જશે. તારીખ બે સપ્ટેમ્બર સુધી યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત સહિત ૪૫ દેશોના ૧૦,૦૦૦થી વધુ ખેલાડીઓ વચ્ચે ગોલ્ડ મેડલ માટે હરિફાઈ યોજાશે. જકાર્તા-પાલેમ્બાગ એશિયાડ તરીકે ઓળખાતી આ ગેમ્સમાં કુલ ૪૦ રમતોની ૪૬૫ ઈવેન્ટસના ગોલ્ડ મેડલ દાવ પર મુકાશે. એશિયન ગેમ્સમાં પરંપરાગત રીતે ચીનનું પ્રભુત્વ જોવા મળતું હોય છે. ભારતે આ વખતના એશિયાડમાં ૫૭૨ ખેલાડીઓને જુદી-જુદી ૩૬ રમતોમાં સ્પર્ધામાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 

આજ્થી(18 ઓગસ્ટથી) જકાર્તામાં એશિયન ગેમ્સના ઉદ્ઘાટનનો પ્રારંભ થશે, ત્યારે ભારતમાં સાંજના ૫.૩૦ વાગ્યા હશે. ઉદ્ઘાટન સમારંભમાં ઈન્ડોનેશિયાની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. તેની સાથે સાથે કલા અને સંગીતની સાથે રંગારંત આતિશબાજી પણ ઉપસ્થિત ચાહકોનું મન હરી લેશે. આ સાથે ૧૮મી એશિયન ગેમ્સનો સત્તાવાર પ્રારંભ થશે. આયોજકોએ એશિયન ગેમ્સની ફૂટબોલ, હેન્ડબોલ, બાસ્કેટબોલ સહિતની કેટલીક રમતોની ગૂ્રપ મેચનો તો થોડા દિવસ પહેલા જ પ્રારંભ કરી દીધો છે. આવતીકાલે ઉદ્ઘાટન સમારંભમાં સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમ બાદ ભારતીય સમય પ્રમાણે સાંજે ૬.૧૫ વાગ્યાથી દેશોની પરેડ શરૃ થશે.

ભારતના ૩૬ રમતોમાં ૫૭૨ ખેલાડીઓ
૧. તીરંદાજી ( ૧૬ ખેલાડી) 
૨. એથ્લેટિક્સ (૫૦ ખેલાડી) 
૩. બેડમિંટન (૨૦ ખેલાડી) 
૪. બાસ્કેટબોલ (૧૨ મહિલા)
૫. બોક્સિંગ (૧૦ ખેલાડી)
૬. બોલિંગ (૬ ખેલાડી)
૭. બ્રિજ (૨૪ ખેલાડી) 
૮. કેનોઈ-ક્યાક (૪૯ ખેલાડી)
૯. સાઈક્લિંગ (૧૫ ખેલાડી)
૧૦. ઘોડેસ્વારી (૭ ખેલાડી)
૧૧. ફેન્સિંગ (૪ ખેલાડી)
૧૨. જિમ્નાસ્ટીક-આર્ટિસ્ટિક (૧૦)
૧૩. ગોલ્ફ (૭ ખેલાડી)
૧૪. હેન્ડબોલ(મેન-વિમેન) (૩૨)
૧૫. હોકી (મેન-વિમેન) (૩૬ ખેલાડી)
૧૬. જુડો (૬ ખેલાડી) 
૧૭. કબડ્ડી (મેન-વિમેન્સ)  (૨૪) 
૧૮. કરાટે (૨ ખેલાડી) 
૧૯. કુરાશ (૧૪ ખેલાડી) 
૨૦. પેન્કાક સિલાટ (૩ ખેલાડી) 
૨૧. રોલર્સસ્પોર્ટ્સ (૪ ખેલાડી)
૨૨. રોવિંગ (૩૪ ખેલાડી)
૨૩. સેઇલિંગ (૯ ખેલાડી) 
૨૪. સેપાક ટકરાવ (૨૪ ખેલાડી)
૨૫. શૂટિંગ (૨૮ ખેલાડી)
૨૬. સ્ક્વોશ (૮ ખેલાડી) 
૨૭. સ્વિમિંગ (૧૨ ખેલાડી)
૨૮. સ્પોર્ટ ક્લાઈમ્બિંગ (૩ ખેલાડી) 
૨૯. ટેનિસ (૧૨ ખેલાડી) 
૩૦. ટેક્વોન્ડો (૮ ખેલાડી)
૩૧. સોફ્ટ ટેનિસ (૧૦ ખેલાડી) 
૩૨. ટેબલ ટેનિસ (૧૦ ખેલાડી 
૩૩. વોલીબોલ (મેન-વિમેન) (૨૮)
૩૪. વેઈટલિફ્ટિંગ (૪ ખેલાડી)
૩૫. કુસ્તી (૧૮ ખેલાડી) 
૩૬. વુશુ (૧૩ ખેલાડી)

ઉદ્ઘાટનમાં 'એનર્જી ઓફ એશિયા'નો થીમ
જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સના ઉદ્ઘાટનનો થીમ 'એનર્જી ઓફ એશિયા' રાખવામાં આવ્યો છે. આ સ્લોગનને આધારે તૈયાર કરવામાં આવેલા ઉદ્ઘાટન સમારંભમાં ઈન્ડોનેશિયાના જાણીતા ગાયકો અને પર્ફોમર્સ પોતાનો કમાલ દેખાડશે. ઉદ્ઘાટનમાં ઈન્ડોનેશિયન ગાયિકા એન્ગન, રાઈસા, તુલુસ, એડો કોન્ડોલોજીટ, પ્યુટ્રી એયુ, ફાતીન, કામાસેએન અને વિયા વાલેન જેવા સ્ટાર્સનું પર્ફોમન્સ જોવા મળશે. ક્રિએટીવ ડાયરેક્ટર તરીકે વિશ્નુતામા કામ કરી રહ્યા છે. જેઓ નેટ મીડિયાતામા ટીવીના સીઇઓ પણ છે. ઉદ્ઘાટન સમારંભમાં જુદા-જુદા ૪,૦૦૦ જેટલા પર્ફોમર્સનો જાદુ જોવા મળશે. ઈન્ડોનેશિયાને મળેલા કુદરતી વૈભવની ઝલક પણ સ્ટેડિયમમાં દર્શાવવામાં આવનાર છે.