બુધવાર, 25 જુલાઈ, 2018

25 જુલાઈની મહત્વની ઘટનાઓ

Related image

1813માં કલકત્તા (હવે કોલકાતા) માં સૌ પ્રથમ બોટ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રતિભા પાટિલ 2007 માં ભારતના 12મા અધ્યક્ષ તરીકે શપથ લીધા હતા. તેઓ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા.

ગિની ઝૈલ સિંહે 25મી જુલાઇ 1977 ના રોજ ભારતના સાતમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

વિશ્વનુ પ્રથમ IVF બાળકી  લુઈસ બ્રાઉન 1978માં ઇંગ્લેન્ડના ઓલ્ડહેમ શહેરમાં જન્મી હતી.

રંગાસ્વામી વેંકટમન જુલાઈ 25, 1987 ના રોજ ભારતના આઠમા રાષ્ટ્રપતિ બન્યા હતા.

25મી જુલાઇ, 1992 ના રોજ એસ એસ. શર્મા ભારતના નવમાં રાષ્ટ્રપતિ બન્યા હતા.

કે આર નારાયણન 1997માં ભારતના દસમા પ્રમુખ બન્યા હતા.

2017 માં ગુજરાતમાં પૂરમાં 70 થી વધુ લોકોનાં મોત થયા હતા.

જન્મદિવસ

ઓલ્ડહેમ (યુકે) માં પ્રથમ ટેસ્ટ ટ્યુબ નો જન્મ 1978માં થયો હતો.

વિદ્વાન સંશોધક પરશુરામ ચતુર્વેદીનો જન્મ 1894 માં થયો હતો.

ભારતીય સંગીતકાર સુધીર ફડકેનો જન્મ 1919 માં થયો હતો.



વડાપ્રધાન મોદીનો રવાન્ડા અને યુગાન્ડાનો પ્રવાસ

Image result for modi at rwanda

- રવાન્ડાની બે દિવસીય મુલાકાત પછી વડાપ્રધાન મોદી યુગાન્ડા પહોંચ્યા

- રવાન્ડામાં રહેતા ભારતીયોના કારણે બંને દેશની મૈત્રી પર ઘણી હકારાત્મક અસર થઈ છે : મોદી

- રવાન્ડાના પ્રમુખ કામગે અને મોદીએ બેઠક યોજી : કૃષિ, ડેરી, નાના ગ્રામીણ ઉદ્યોગો અને ચર્મ ઉદ્યોગ ક્ષેત્રે આઠ કરાર

નરેન્દ્ર મોદી સોમવારે પાંચ દિવસીય આફ્રિકા મહાદ્વીપના પ્રવાસ દરમિયાન ત્રણ દેશોના પ્રવાસ પર છે. તેઓ પહેલા ચરણમાં રવાન્ડા પહોંચ્યા. ત્યાં રંવાડાના રાષ્ટ્રપતિ પ્રમુખ પોલ કાગમે એ તેમનું રેડ કાર્પેટ ભવ્ય સ્વાગત જાતે જ આવકારીને કર્યું. તે પછી કિગરીમાં પીએમ મોદીએ બિઝનેસ ફોરમને સંબોધિત કરી હતી. તેમાં બંને દેશો વચ્ચે વેપાર અને વિદેશી રોકાણને ઉત્તેજન આપવા પર તેમજ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બંને દેશો વચ્ચે કુલ ચાર કરાર કરવામાં આવ્યા હતા: 
  • સત્તાવાર પાસપોર્ટ ધરાવતા હોય તેમને વિઝામાં છૂટછાટો
  • કલ્ચરલ આદાન પ્રદાન માટે કરાર
  • મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી અંગે  કરાર અને
  • વિકાસને ઉત્તેજન આપવાના મામલે કરાર કરવામાં આવ્યા હતા.


વડાપ્રધાન મોદી મંગળવારે યુગાન્ડા પહોંચ્યા હતા. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ તેમને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. તે પછી બંને દેશોના વડાઓ વચ્ચે બેઠક યોજાયી હતી. જેમાં પ્રિતિનિધિમંડળ પણ શામેલ હતું. આ મુલાકાત પછી બંને દેશોના વડાઓએ આપેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે આંતરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અને વિકાસ, કલ્ચરલ આદાન પ્રદાન, માલસામાનની તપાસ માટે લેબોરેટરી જેવા મામલે કરારો કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ રવાન્ડાને વીસ કરોડ ડૉલર એટલે કે આશરે રૃ. ૧,૩૦૦ કરોડની લોનની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રવાન્ડામાં ભારતીય દૂતાવાસ શરૃ કરવાનું પણ વચન આપ્યું હતું.

Image result for Prime Minister Narendra Modi unveils bust of Sardar Vallabhbhai Patel in Kampala.

યુગાન્ડામાં વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું.

નરેન્દ્ર મોદી રવાન્ડાની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. 

તેમણે કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ અમે સબ કા સાથ, સબ કા વિશ્વાસના સૂત્રમાં વિશ્વાસ રાખીએ છીએ.


વડાપ્રધાન મોદીએ કામગેને રવાન્ડાના એક ગરીબ ગામ માટે ૨૦૦ ગાયની અનોખી ભેટ પણ આપી હતી. કામગેએ ૨૦૦૬માં રવેરુ નામના ગામને મોડલ બનાવીને એક યોજનાની શરૃઆત કરી હતી, જે અંતર્ગત દરેક પરિવારને પોષણ અને આર્થિક સુરક્ષા માટે એક ગાયની ભેટ આપવામાં આવી હતી.



દક્ષિણ ગોળાર્ધના કેટલાક દેશો 25 જુલાઇએ પણ ક્રિસમસ ઉજવે છે



- મેડાગાસ્કર,બોલીવિયા,અંગોલા અને ફેંચ પોલિનેશિયામાં જુલાઇ ક્રિસમસ જાણીતી

આમ તો વર્ષના અંતે ૨૫ ડિસેમ્બરે વિશ્વમાં ક્રિસમસ ઉજવાય છે પરંતુ દક્ષિણ ગોળાર્ધના કેટલાક ભાગોમાં ૨૫ જુલાઇએ પણ ક્રિસમસ ઉજવાય છે. દક્ષિણ ગોળાર્ધમાં કોમોરસ, મેડાગાસ્કર, બોલીવિયા, અંગોલા, ફેંચ પોલિનેશિયા, પાપૂઆ ન્યૂ ગિની, પારાગ્વે અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં જુલાઇ ક્રિસમસની પ્રથા છે. જો કે આ દેશોમાં ૨૫ ડિસેમ્બરે પણ નાતાલની ઉજવણી થાય છે.  

જુલાઇ ક્રિસમસ સામાન્ય રીતે ૧૨ જુલાઇથી શરુ થઇને ૨૫ જુલાઇ સુધી ચાલે છે. જુલાઇ મહિનાની ૨૫ મીએ સૌથી મોટી ઇવેન્ટ હોય છે. જુલાઇંમાં ક્રિસમસની શરુઆત કયારથી થઇ તે સ્પષ્ટ જાણવા મળતું નથી.ઘણા જુલાઇ ક્રિસમસને વર્ષો જુની પરંપરા સમજે છે. ઘણા એવું માને છે કે ૮૦ના દાયકામાં આઇરિશ પર્યટકોના એક ગ્રુપે સિડનીના બ્લૂ માઉન્ટેન ખાતે પ્રથમવાર જુલાઇ ક્રિસમસ ઉજવી હતી. સમર ટેમ્પરેચરથી રાહત મેળવવા આવેલા આ ટુરિસ્ટોને ઠંડીના માહોલમાં ૨૫ ડિસેમ્બરની ક્રિસમસ યાદ આવી હતી.