સોમવાર, 10 ડિસેમ્બર, 2018

ઉર્જિત પટેલનું આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામું



 

કેન્દ્રની મોદી સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી. આ સ્થિતિ વચ્ચે ઉર્જિત પટેલે આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ આપી દીધુ છે અને અંગત કારણસર આ પગલુ ભર્યં હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે આ અંગત કારણ શું છે તેની તેઓએ સ્પષ્ટતા નથી કરી પણ એવી ચર્ચા છે કે સરકાર સાથે નોટબંધીજીએસટીએનપીએ જેવા અનેક મુદ્દાઓને લઇને તકરાર ચાલી રહી હતી અને સરકારના દબાણને વશ થઇને પણ આ રાજીનામુ આપ્યું હોઇ શકે છે. ગત મહિને નાણા પ્રધાન અરુણ જેટલીએ વધી રહેલી એનપીએનું ઠીકરુ આરબીઆઇ પર ફોડયું હતું. જે બાદ જ ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચે તકરાર બહાર આવી હતી. જોકે જ્યારથી નોટબંધી લાગુ કરી ત્યારથી જ આ તકરાર શરૃ થઇ ગઇ હતી.


ઉર્જિત પટેલ પહેલા આરબીઆઇના ગવર્નર પદે રઘુરામ રાજન હતાજોકે રાજને રાજીનામુ આપ્યું તે બાદ કેન્દ્રની મોદી સરકારે ઉર્જિત પટેલને ૫ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ આરબીઆઇના ગવર્નરનું પદ સોપ્યું હતું. જોકે માત્ર બે વર્ષના સમયગાળામાં જ ઉર્જિત પટેલે આ પદ છોડી દીધુ છે૧૯૯૨ બાદ એટલે કે ૨૬ વર્ષમાં પહેલી વખત આટલા ટુંકા ગાળામાં આરબીઆઇના ગવર્નરનું પદ છોડનારા ઉર્જિત પટેલ પહેલા વ્યક્તિ છે. પોતાના રાજીનામામાં ઉર્જિત પટેલે જણાવ્યું હતું કે અંગત કારણોસર હું આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ આપુ છું.