Friday, 29 June 2018

'ચંદ્રયાન-૨' ચંદ્રની સપાટી પર પરમાણુ ઊર્જા આપતા 'હિલિયમ-૩'ની શોધ કરશે

Representational image

ઈસરોનું ચંદ્રમિશન ઑક્ટોબર મહિનામાં લૉન્ચ થવાની શક્યતા છે

પૃથ્વીની ૩૦૦ વર્ષ સુધી ઊર્જા જરૃરિયાત પુરી કરી શકે એટલો હિલિયમ-૩નો જથ્થો ચંદ્ર પર છે: હિલિયમ-૩માં રેડિયો એક્ટિવક કિરણો નિકળતા નથી

'ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)'ના મહાત્વાકાંક્ષી મિશન 'ચંદ્રયાન-૨' દ્વારા ચંદ્ર પર 'હિલિયમ-૩'નો જથ્થો પણ શોધવાનો છે. હિલિયમ-૩ એ પરમાણુ ઊર્જા પેદા કરવા માટે અત્યંત મહત્ત્વનું બળતણ છે. વિએના ખાતે એક બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ઈસરોના ચેરમેન કે.સિવાને ત્યાં પરદેશી પત્રકારો સમક્ષ આ માહિતી આપી હતી. હિલિયમ-૩ એ પરમાણુ ઊર્જા મેળવવા માટેનું સર્વોત્તમ બળતણ છે અને તેમાં કોઈ જાતના રેડિયો એક્ટિવ કિરણો નીકળતા નથી. માટે તેનાથી પ્રદૂષણનો કે પરમાણુ અકસ્માતનો ભય રહેતો નથી.

એક સમયે પૃથ્વી પર પણ હિલિયમ-૩નો જથ્થો હતો, પરંતુ એ બધો હવામાં ઊડી ગયો છે. બીજી તરફ ચંદ્રની સપાટી પર સતત હિલિયમ-૩ના કણો વરસ્યા કરે છે. આ કણો મોટે ભાગે સૌર પવનોમાંથી ચંદ્રની સપાટી પર ખરી પડે છે. ચંદ્રને વાતાવરણ નથી અને પૃથ્વીની માફક મેગ્નિટિક ધુ્રવ પ્રદેશ નથી, જે સૌર કિરણોને રોકી રાખે. માટે હિલિયમ-૩નો જથ્થો ત્યાં સચવાઈ રહ્યો છે.

સંશોધકોના અંદાજ પ્રમાણે ચંદ્ર પર એટલો હિલિયમનો જથ્થો છે જે પૃથ્વીની ઊર્જા જરૃરિયાત ૩૦૦થી ૫૦૦ વર્ષ સુધી પૂરી કરી શકે છે. રફ ગણતરી પ્રમાણે હિલિયમ-૩નો જથ્થો ૧૦ લાખ ટન કરતા પણ વધુ છે. એક ટન જથ્થો મળે તો પણ તેની કિંમત ૫ અબજ ડૉલર જેટલી થઈ શકે.


ભારતનું ઓર્બિટર, લેન્ડર અને રોવર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલુ ચંદ્રમિશન ચંદ્રયાન-૨ ઑક્ટોબરમાં લૉન્ચ થવાની શક્યતા છે. રોવર ચંદ્રની સપાટી પર બે સપ્તાહ સુધી આમ-તેમ ફરશે અને એ દરમિયાન જ હિલિયમ-૩ના જથ્થા અંગે પણ તપાસ કરશે. અગાઉ પણ સંશોધકો વારંવાર ચંદ્ર પરથી હિલિયમ-૩નો જથ્થો પૃથ્વી પર લઈ આવવાનો પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે. ચંદ્ર પરથી હિલિયમનો જથ્થો પૃથ્વી પર લાવવો અઘરો છે, પરંતુ સાવ અશક્ય નથી. અગાઉ અમેરિકાએ સમાનવ-પ્રવાસ યોજ્યા હતા એવા કોઈ પ્રવાસ દ્વારા હિલિયમની આયાત કરી શકાય એમ છે. 

સરકાર આજે લોન્ચ કરશે 125 રૂપિયાનો સિક્કો


ભારત સરકાર આજે 125 રુપિયાનો સિક્કો લોન્ચ કરવા માટે જઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુના હસ્તે આ સિક્કો ચલણમાં મુકવામાં આવશે.
આ સિક્કો સરકારે મહાન સ્ટેટેસ્ટિશિયન અને વૈજ્ઞાનિક પ્રશાંતચંદ્ર મહાલનોબિસની યાદીમાં બહાર પાડવાનુ નક્કી કર્યુ છે. આ પ્રસંગે 5 રૂપિયાનો નવો સિક્કો પણ ઉપરાષ્ટ્રપતિના હસ્તે બહાર પડાશે.
પ્રશાંતચંદ્ર મહાલનોબિસની 125મી જન્મજયંતિ નિમિત્તે સરકારે તેમને આ સન્માન આપવાનુ નક્કી કર્યુ છે. પ્રશાંચંદ્રની યાદમાં તેમના જન્મદિવસ 29 જૂનને સ્ટેસ્ટિકલ ડે તરીકે ઉજવવામાં આવે છે.
દેશમાં વસતી ગણતરી તથા અન્ય સર્વ કરનારી સંસ્થા ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના પ્રશાંતચંદ્ર મહાલનોબીસે કરી હતી

ભારતના મહાન આંકડાશાસ્ત્રીય પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનું Google Doodle

 - ભારતનાં મહાન આંકડાશાસ્ત્રીય અને વૈજ્ઞાનિક પ્રશાંતચંદ્ર મહાલનોબિસની 125મી જન્મજયંતી પર ગુગલ ડૂડલ

આંકડાશાસ્ત્રનાં ક્ષેત્રમાં તેમના અદ્વિતીય યોગદાન બદલ આજે તેમણે યાદ કરવામાં આવે છે.
પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનો જન્મ 29 જૂન આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તેમના જન્મ દિવસ પર જાણીએ 10 અજાણી વાતો
1. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનો જન્મ 29 જૂન 1893 કલકતામાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બ્રાહ્મો બોય્ઝ સ્કૂલ કલકતામાં થયું
2. 1993માં તેમણે કૈંમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભૌતિક અને ગણિત બન્ને વિષયની ડિગ્રી મેળવી.તેઓ ત્યાં એક માત્ર ભૌતિકવિજ્ઞાની હતા જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હોઈ.
3.કેમ્બ્રિજ છોડ્યા પછી તેઓ પ્રેસિડેંસી કોલેજ કલકતામાં જોડાઈ ગયા જ્યાં તેમણે આંકડાશાસ્ત્ર ભણવાની શરૂઆત કરી.
4. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસએ પ્રેમાથા નાથ બેનર્જી,નિખિલ રંજન સેન અને આરએન મુખર્જી સાથે મળીને 17 ડિસેમ્બર 1931માં Indian Statistical Institute ની સ્થાપના કરી.
5. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસને પંચવર્ષિય યોજના માટે તૈયાર કરેલ ડ્રાફ્ટને કારણે પણ ઓળખવામાં આવે છે.
6. 1949નાં મંત્રીમંડળમાં આંકડાશાસ્ત્રીય સલાહકાર બન્યાં.તેમણે ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા વધારવા તથા બેરોજગારી ખતમ કરવાના સરકારનાં મુખ્ય ઉદેશ્યને પૂર્ણ કરવાની યોજનાનું મોડેલ તૈયાર કર્યુ.
7. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસને અંતરની જાણકારી પ્રાપ્ત કરવામાં મહારથ હાંસલ કરેલ હતી.
8. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસ સેંપલ સર્વેનો કન્સેપ્ટ લાવ્યા હતાં. જેના આધારે આજે મોટી મોટી યોજનાઓ બનાવવામાં આવે છે.
9. 1968માં મહાલનોબિસને પદ્મ વિભૂષણ આપી સન્માનિત કરાયા.
10. 28 જૂન 1972માં મહાન આંકડાશાસ્ત્રીય પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનું અવસાન થયું.

રાષ્ટ્રપતિએ સોલર ચરખા મિશન લોન્ચ કર્યું

President Ram Nath Kovind

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌર ચર્ખા મિશન શરૂ કર્યું છે. આ મિશનમાં સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં હજારો કારીગરોને 550 કરોડની સબસીડી આપશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉપલબ્ધ થશે. આ મિશન MSME (Micro Small and Medium Enterprise ) દિવસના પ્રસંગે (27 મી જૂનના રોજ નિરીક્ષણ) ઉદયમ સંગમ (રાષ્ટ્રીય એમએસએમઇ કોન્ક્લેવ) ના કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ મિશન હેઠળ, મંત્રાલય નાના  અને મધ્યમ ઉધ્યોગોને ઉત્તર-પૂર્વ સહિતના સમગ્ર દેશમાં 50 જેટલા ક્લસ્ટર્સને આવરી લેશે અને દરેક ક્લસ્ટર 400 થી 2000 કલાકારોને રોજગારી આપશે. તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર પેદા કરવાનો છે અને અર્થતંત્રમાં યોગદાન આપવાનો છે. તે સમગ્ર ઉદ્દેશ્યમાં સમગ્ર દેશમાં પાંચ કરોડ મહિલાઓને જોડવાનો છે. આ મિશનથી પ્રથમ બે વર્ષમાં એક લાખ નોકરીઓ ઉદભવવાની સંભાવના છે.

Thursday, 28 June 2018

ઇઝરાયેલના સૌથી મોટા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની CMએ મુલાકાત લીધી

Image result for Chief,Minister,visited,the,largest,waste,water,treatment,plant,of,Israel,

- ગુજરાતના પ્રતિનિધિ મંડળના પ્રવાસના પ્રથમ દિવસે

- ગુજરાતમાં 2050 સુધી જળ સમસ્યા ન રહે તેવું આયોજન કરાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૃપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ઇઝરાયેલના છ દિવસના પ્રવાસના પ્રથમ દિવસે સૌથી મોટા શે ફડેનના ડેન રીજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટ ઇઝરાયેલનો સૌથી મોટો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેની ક્ષમતા રોજના ૩ લાખ ૭૦ હજાર ઘન મીટર (૩૭૦ MLD ) શહેરી વેસ્ટ વોટર ટ્રીટ કરવાની છે. 


Wednesday, 27 June 2018

મુંબઈએ ભારતની સૌથી સ્વચ્છ રાજધાનીમાં સ્થાન મેળવ્યું

Image result for mumbai has been india's cleanest state

- સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮

- સાંઈના શહેર ગણાતાં શિર્ડીને ૧૫ કરોડનું ઈનામ જાહેર

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચલાવાતા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮માં દેશની સ્વચ્છ રાજધાની તરીકેનો મુગટ મુંબઈ શહેરને માથે ચડાવાયો છે. 

તો એક લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા શહેરો (અમૃત શહેરો)ની સ્પર્ધામાં નવી મુંબઈએ નવમો તેમજ પૂણેએ દસમો ક્રમાંક મેળવ્યો છે. તો એક લાખ કરતાં ઓછી લોકસંખ્યા ધરાવતા શહેરોમાં પશ્ચિમ વિભાગના ૧૦૦ શહેરોમાંના પંચગિની, શિર્ડી, કાટોલ, મલકાપુર, લોનાવાલા, ઔસા અને ભોર આ સાત શહેરો સમાવિષ્ટ છે.


દેશની સ્વચ્છ રાજધાનીનું માન મુંબઈએ મેળવ્યું છે તો ઘનકચરા વ્યવસ્થાપનમાં નવી મુંબઈએ બાજી મારી છે. રાજ્યના ૨૮ શહેરોએ પ્રથમ સો શહેરમાં સ્થાન મેળવ્યું છે. એક લાખથી ઓછી લોકસંખ્યા ધરાવતાં શહેરોની સ્પર્ધામાં પશ્ચિમ વિભાગમાં રાજ્યના ૫૮ શહેરોએ સ્થાન પટકાવ્યું છે.

અમદાવાદ એરપોર્ટમાં સાસણ ગીરની આબેહૂબ પ્રતિકૃતિ, ગર્જના કરતા સિંહોની ઝાંખી

Image result for Ahmedabad,Airport,vivid,portrait,of,Sasan,Gir,

- ૧૧ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં સિંહ, ચિત્તા,કાળિયારની અદલ પ્રતિકૃતિ મૂકાઇ
- સાંસદ પરિમલ નથવાણી, પરેશ રાવલ દ્વારા લોકાર્પણ

પ્રકૃતિનો ખોળે બેસીને મહદ્અંશે સાહસની પણ ભૂખ સંતોષે તેવા જૂજ સ્થળોમાં સાસણ ગીરના અભ્યારણ્યનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની ઓળખ સમાન ગીરના જંગલની મુલાકાત કમસેકમ એકવાર લેવી તે મોટાભાગના પ્રવાસપ્રેમીઓની ઇચ્છાઓમાં સામેલ હોય છે. વ્યસ્ત જીવનને કારણે સાસણ ગીરના અભ્યારણ્યના પ્રવાસે ના જઇ શકાય તો પણ અફસોસ કરવાની જરૃર નથી. કારણકે, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સાસણ ગીરની અદ્દલ પ્રતિકૃત્તિ તૈયાર કરવામાં આવી છે.

એશિયન સિંહોના વિશ્વાસના એકમાત્ર રહેઠાણ એવા સાસણ ગીરની આ પ્રતિકૃત્તિનું સોમવારે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. જેની સંકલ્પના-અમલીકરણ ખ્યાતનામ વન્યજીવ પ્રેમી-રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગૂ્રપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીની મદદથી કરવામાં આવ્યું છે.

અંદાજે ૧૧ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ પ્રોજેક્ટનું અનાવરણ પરિમલ નથવાણી, લોકસભા સાંસદ-એરપોર્ટ સલાહકાર સમિતિના સદસ્ય પરેશ રાવલના હસ્તે અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટર મનોજ ગંગલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમા જોવા મળતા વિવિધ પ્રાણીઓ-પક્ષીઓ જેમકે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃત્તિ મૂકવામાં આવી છે.

સાસણ ગીરની જેમ જ એરપોર્ટમાં મૂકવામાં આવેલી પ્રતિકૃત્તિમાં પણ સૂકા ઘાસનો જ ઉપયોગ કરાયો છે. આ પ્રતિકૃત્તિ પારદર્શી કાચની પેનલથી ડોમેસ્ટિક એરપોર્ટના અરાઇવલ-ડિપાર્ચર એમ બંને વિભાગમાંથી જોઇ શકાય છે. ઇન્ટરેક્ટિવ મીડિયા ઉપકરણ દ્વારા ગીરના જંગલમાં સાંભળવા મળતી સિંહની ત્રાડ-પક્ષીઓના અવાજથી અદ્દલ ગીર જંગલ જેવું તાદ્દશ્ય વાતવરણ સર્જાય છે.
આ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, 'અમદાવાદની મુલાકાતે આવતા પ્રવાસીઓે એશિયાટિક સિંહોના રહેઠાણની ઝાંખી પૂરી પાડવા માટે ગીરની પ્રતિકૃતિ તૈયાર કરવાનો વિચાર આવ્યો છે. આ પ્રતિકૃતિ વધુ લોકોને ગીરના જંગલની રૃબરૃ મુલાકાત લેવા માટે પ્રોત્સાહન આપશે. આ પ્રતિકૃતિ લોકોમાં ગીરના વન્યજીવો પ્રત્યે રસ પેદા કરશે.'

અમદાવાદ એરપોર્ટમાં એવિએશન મ્યુઝિયમ બનાવાશે

સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું કે, 'ભારતરત્ન એર વાઇસ માર્શલ જેઆરડી તાતાએ અમદાવાદ એરપોર્ટ ખાતે જ દેશમાં સૌપ્રથમ વખત વિમાનનું લેન્ડિંગ કરાવ્યું હતું. આમ, ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વ ધરાવતા અમદાવાદ એરપોર્ટમાં એવિએશન મ્યુઝિયમ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમ કેવા પ્રકારનું હશે તે અંગે ચાલી રહેલી વિચારણા અંતિમ તબક્કામાં છે. ' આ મ્યુઝિયમ ટર્મિનલ-૩ની પાસે બની શકે છે. ઉલ્લેખનીય છે કે, જેઆરડી તાતાએ ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના કરાચીથી વાયા અમદાવાદ થઇને મુંબઇ સુધી ઉડાન ભરી હતી, જે દેશની સૌપ્રથમ ફ્લાઇટ હતી.

એરપોર્ટમાં હવે 'મોહનદાસ'થી 'મહાત્મા'ની સફર જાણી શકાશે

અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલના ડિપાર્ચર લોન્જમાં આજે મહાત્મા ગાંધીના જીવનની ઝાંખીને રજૂ કરતી 'ઇ-ક્લોક'નું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ક્રિન ઉપર મહાત્મા ગાંધીના જન્મથી લઇને દેહાંત સુધીની સફર રજૂ કરવામાં આવી છે. જેના સ્ક્રિનમાં મહાત્મા ગાંધીનું જીવન દર્શાવાય છે અને હેડફોન દ્વારા તેની કોમેન્ટરી સાંભળી શકાય છે. આમ, મહાત્મા ગાંધીની 'કર્મભૂમિ'માં પગ મૂકતા જ રાષ્ટ્રપિતાના જીવનની માહિતી મેળવી શકાશે. 

Tuesday, 26 June 2018

Google Doodle: ભારતની પ્રથમ રેકૉર્ડિંગ સુપરસ્ટાર ગૌહર જાન


- ગૂગલે ગૌહર જાનના 145માં જન્મદિવસે ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપો

- ગૌહર જાન 100 વર્ષ પહેલાં દેશની પ્રથમ કરોડપતિ ગાયિકા બની હતી


ભારતની પ્રથમ રેકૉર્ડિંગ સુપરસ્ટાર ગૌહર જાનના 145માં જન્મ દિવસના ખાસ અવસરે Google Doodle બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
ગૌહર જાન ભારતના તે મહાન હસ્તીઓમાંથી એક હતા, જેમણે ન માત્ર ભારતીય સંગીતને નવી બુલંદીઓ સુધી પહોંચાડ્યું પરંતુ દુનિયાભરમાં દેશનું નામ રોશન કરી દીધું.
ગૌહર પ્રથમ ગાયિકા હતા જેમણે પોતાના ગીતોનું રેકૉર્ડિંગ કરાવ્યું હતું અને એટલા માટે તેઓ ભારતના પ્રથમ રેકૉર્ડિંગ સુપરસ્ટારના નામથી ઓળખાય છે.
ગૌહર જાનનું સાચું નામ એન્જેલિના યોવર્ડ હતું. તેમનો જન્મ આઝમગઢમાં થયો હતો. તેમના દાદા બ્રિટિશના હતા જ્યારે દાદી હિન્દૂ હતા. તેમના પિતાનું નામ વિલિયમ યોવર્ડ હતું જેઓ એન્જિનિયર હતા અને માતા વિક્ટોરિયા એક પ્રશિક્ષિત ડાન્સર અને સિંગર હતા.
ગૌહર જાન એટલે કે એન્જેલિનાને પણ તેમની માતા પાસેથી જ ડાન્સ અને સંગીતની શિખવાની પ્રેરણા મળી હતી. વર્ષ 1879માં એન્જેલિનાના માતા-પિતાના છૂટાછેડા થયા બાદ તેઓ બનારસ ચાલ્યા ગયા. ત્યારબાદ તેમણે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો અને તેમણે પોતાનું નામ બદલીને ગૌહર જાન રાખી દીધું.
તમને જાણીને નવાઇ લાગશે કે ગૌહર જાન 20 ભાષાઓમાં ઠુમરી ગાતા હતા. તેઓ દક્ષિણ એશિયાના પ્રથમ એવા સિંગર હતા, જેમના ગીત ગ્રામોફોન કંપનીએ રેકૉર્ડ કર્યા અને તેમને રેકોર્ડિંગ માટે લગભગ 3000 રૂપિયા મળ્યા હતા. ગૌહર જાને પોતાના ટેલેન્ટને કારણે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી. 19મી શતાબ્દીમાં ગૌહર જાન સૌથી મોંઘી ગાયિકા હતી.

Monday, 25 June 2018

જ્યારે ઇન્દિરા ગાંધીના શાસનમાં દરેક ભારતીય પાસેથી તેના મૌલિક અધિકાર છીનવી લેવાયા

 વાયા


- 43 વર્ષ પહેલા આ દિવસને ભારતીય રાજકારણના ઈતિહાસનો કાળો અધ્યાય કહેવામાં આવે છે

- જાણો, 25 જૂન 1975નો કાળો ઈતિહાસ...


આજથી 43 વર્ષ પહેલા દેશમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. જેને ભારતીય રાજકારણના ઈતિહાસનો કાળો અધ્યાય પણ કહેવામાં આવે છે. 25 જૂન 1975ની અડધી રાત્રે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

Friday, 22 June 2018


USEFUL  ABBREVIATIONS

DP - DISPLAY PICTURE
Wi-Fi – WIRELESS FIDELITY
ATM – AUTOMATED TELLER MACHINE
PDF – PORTABLE DOCUMENT FORMAT
DVD – DIGITAL VERSATILE DISC
GPRS – GENERAL PACKET RADIO SERVICE
HDMI – HIGH DEFINATION MULTIMDEIA INTERFACE
EAT – ENERGY AND TASTE
LCD – LIQUID CRYSTAL DISPLAY
GPS – GLOBAL POSITIONING SYSTEM
LED – LIGHT EMMITING DIODE
IMEI – INTERNATIONAL MOBILE EQUIPMENT IDENTITY
HS – HOTSPOT
OK – OBJECTION KILLED
OS – OPERATING SYSTEM
OTG – ON-THE-GO

COMPUTER – COMMON OPERATED MACHINE PARTICULARY USED FOR TECHNICAL EDUCATION & RESEARCH

PAN – PERMANENT ACCOUNT NUMBER
TEA – TASTE AND ENERGY EMIITED
WWW – WORLD WIDE WEB
SIM – SUBSCRIBER IDENTITY MOBILE
AIM – AMBITION IN MIND
BYE -  BE WITH YOU EVERYTIME
CD – COMPACT DISC
GB – GIGABYTES
FIR – FIRST INFORMATION REPORT
SMS – SHORT MESSAGE SERVICE


દેશના પ્રથમ રોબોટિક ટેલિસ્કોપ 'ગ્રોથ-ઈન્ડિયા'એ અવકાશ સંશોધન શરૃ કર્યું

Image result for India's,first,robotic,telescope,'Growth-India',started,the,space,exploration,


- લદ્દાખ ખાતે કાર્યરત થયેલું ટેલિસ્કોપ વૈશ્વિક સંગઠનનો ભાગ છે

- ૧૪,૮૦૦ ફૂટની ઉંચાઇએ ગોઠવાયુ છે : ૭૦ સે.મી. વ્યાસ ધરાવતા ટેલિસ્કોપ માટે ૩.૫ કરોડ રૃ.નો ખર્ચ : વર્ષ

ભારતનું પ્રથમ રોબોટિક ટેલિસ્કોપ લદ્દાખના હાનલે ખાતે ખુલ્લું મુકી દેવાયુ છે. 

૧૨મી જુને ટેલિસ્કોપે કામ શરૃ કરી દીધું છે. 'ગ્લોબલ રીલે ઓફ ઓબ્ઝર્વેટરિઝ વૉચિંગ ટ્રાન્ઝીટ હેપ્પન 

(GROTWH-ગ્રોથ)' નામનું આ ટેલિસ્કોપ ભારત ઉપરાંત અન્ય દેશોની સહાયથી બન્યું છે. 

માટે તેનું નામ 'ગ્રોથ-ઈન્ડિયા' રાખવામાં આવ્યું છે. રોબોટિક હોવાને કારણે આ ટેલિસ્કોપનું સંચાલન ઓટોમેટિક થાય છે, તેમાં માનવિય દખલગીરીની જરૃર નથી.

હાનલે ખાતે 'ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી' આવેલી છે, જેની સાથે જ આ ટેલિસ્કોપ ફીટ કરી દેવાયું છે. બ્રહ્માંડમાંથી આવતા તરંગોનો ટેલિસ્કોપ પોતાની રીતે જ અભ્યાસ કરીને કન્ટ્રોલ મથક સુધી માહિતી મોકલતું રહેશે.

આ પ્રોજેક્ટમાં ભારત ઉપરાંત યુ.કે., ઈઝરાયેલ, જર્મની, જાપાન, તાઈવાન અને અમેરિકા પણ શામેલ છે. ભારત વતી આ ટેલિસ્કોપમાં મુંબઈ સ્થિત IIT અને બેંગાલુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ મુખ્યત્વે સંકળાયેલી છે. એ ઉપરાંત બેંગાલુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ સહિતની વિવિધ સંસ્થાઓનું તેની સાથે જોડાણ છે.

આકાશ-દર્શન માટે પ્રદૂષણ-રહિત અને માનવિય પ્રવૃત્તિ-રહિત વિસ્તાર જોઈએ. માટે લદ્દાખનો દુર્ગમ વિસ્તાર પસંદ કરાયો છે. કેમ કે ત્યાં બ્રહ્માંડથી આવતા કિરણોને ઓછામાં ઓછો અવરોધ, પૃથ્વીનું પ્રદૂષણ અને વાતાવરણની અસર નડે છે.

૧૪,૮૦૦ ફીટની ઊંચાઈએ આવેલું આ ટેલિસ્કોપ જગનના સૌથી ઊંચા ટેલિસ્કોપમાં સ્થાન ધરાવે છે. 

ભારતે આ ટેલિસ્કોપના નિર્માણ પાછળ ૩.૫ કરોડનો ખર્ચ કર્યો છે. ટેલિસ્કોપનો વ્યાસ ૭૦ સેન્ટિમિટર છે. આ ટેલિસ્કોપ વર્ષે ૧ હજારથી વધારે ગીગાબાઈટ જેટલી માહિતી કન્ટ્રોલ મથકમાં ઠાલવશે એવો સંશોધકોનો અંદાજ છે. ટેલિસ્કોપે કામ શરૃ કર્યા પછી સૌથી પહેલા ઉત્તર ગોળાર્ધમાંથી દેખાતા આકાશના કિરણો ઝિલ્યા હતા. કેમ કે આ વિસ્તાર અત્યંત સાફ છે અને ત્યાં અનેક તારામંડળ આવેલા છે. ટેલિસ્કોપનો મૂળભૂત ઉદ્દેશ બ્રહ્માંડમાંથી આવતા વિવિધ કિરણોને ઓળખવા, સમજવા અને એ રીતે બ્રહ્માંડ અંગેના પ્રશ્નો ઉકેલવાનો છે. ખગોળશાસ્ત્રના ઈતિહાસમાં હજુ સુધી વિજ્ઞાાનીઓ બ્રહ્માંડ અને તેની રચના સમજી શક્યા નથી. માટે દુનિયાભરમાં અનેક ટેલિસ્કોપ પોતાની રીતે દૂરના અવકાશમાંથી આવતા કિરણોની તપાસ કરતા રહે છે.
આજે સૂર્યના આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે જૈનો કેરીનો ત્યાગ કરશે

Image result for jain will not eat mango

- આદ્રા નક્ષત્રમાં વરસાદ પડે તો સમગ્ર સિઝન મબલખ જતી હોવાની લોકવાયકા

ચોમાસાની શરૃઆત અને તેને કારણે થતી જીવોત્પતિ સાથે નાતો ધરાવતા સંયોગનો ૨૨ જૂન-શુક્રવારથી પ્રારંભ થશે. આ ઉપરાંત આવતીકાલે સવારે ૧૧:૧૪ વાગે સૂર્ય મૃગશિયા નક્ષત્રમાંથી આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેની સાથે જ જૈન શ્રાવકો 'ફળોના રાજા' કેરીનો ત્યાગ કરશે.

એક કહેવત છે કે, ' જો વરસે આદ્રા તો બારે મહિના પાધરા'. જેનો મતલબ થાય છે કે, આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો આગામી ચોમાસું ભરપુર રહેવાની ખાતરી મળી જાય છે. 

સૂર્ય ૨૧ જૂનથી ૫ જુલાઇ આદ્રા નક્ષત્રમાં રહેશે. ભેજવાળા વાતાવરણમાં જીવોત્પતિ ખૂબ જ વધારે પ્રમાણમાં થતી હોવાથી જૈન શ્રાવકો કેરી, જાંબુ વગેરે ફળનો ત્યાગ કરે છે.

આદ્રા બેસતાં જ આમ્રફળના સ્વાદમાં પણ ફરક પડવા લાગે છે. આદ્રા પછી કેરી આરોગવાનું ચાલુ રાખવામાં આવે તો પેટ-વાયુના રોગો થવાની સંભાવના વધી જાય છે. શુક્રવારે સવારે ૧૧:૧૩ સુધી સૂર્ય મૃગશિયા નક્ષત્રમાં રહેશે અને ત્યારબાદ તેનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થશે.  


આદ્રા નક્ષત્રમાં પ્રવેશ બાદ સૂર્યનું વાહન હાથી છે. આમ, મેઘરાજા હાથી પર સવારી કરીને મેઘરાજાનું આગમન થતી હોવાની લોકવાયકા છે. 

શાસ્ત્રવિદોના મતે પણ સૂર્યનારાયણ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે તેની આસપાસના સમયથી જ ચોમાસાની મોસમનો પ્રારંભ થતો હોય છે.


છોટાઉદેપુરના આદિવાસી વિદ્યાર્થીનું ચિત્ર પર્યાવરણ પુસ્તકના કવરપેજ પર


- ત્રીજા ધોરણમાં ભણતા ગરીબ પરિવારના વિદ્યાર્થીએ છોટાઉદેપુર જિલ્લાને અપાવ્યુ ગૌરવ

છોટાઉદેપુર તાલુકાનાં કાછેલ પ્રાથમિક શાળાનાં દોરણ ત્રણ ના વિદ્યાર્થીનું દોરેલું ચિત્ર ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળે પસંદ કરી તેને ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના પુસ્તકના મુખ્ય પૃષ્ઠ પર સ્થાન આપ્યું છે. કાન્તિ રાઠવાએ સ્વચ્છતા અભિયાનના ચિત્રમાં ગાંધીજી સફાઇ કરી રહ્યા છે તેવું દોર્યું છે.

ધોરણ ત્રણમાં ભણતો વિદ્યાર્થી રાઠવા કાન્તિ જેન્દુભાઇ ગરીબ પરિવારમાંથી આવતો આ બાળકના માતા-પિતા છુટક મજુરી કરીને ગુજરાન ચલાવે છે. આ બાળકની કલાને શિક્ષકે પારખી જઇ પ્રોત્સાહન આપ્યું હતું. ચિત્ર સ્પર્ધા માટે તેને ગાંધીનગર લઇ જવામાં આવ્યો તેની સાથે જનાર વાલીએ પ્રથમવાર ગાધીનગર જોયું  હતું. અને જે હોલમાં ચિત્ર સ્પર્ધા યોજવાની હતી તે હોલને જોઇ જ કાન્તિના પિતા જેન્દુભાઇના મોમાંથી આશ્ચર્યના શબ્દો સરી પડયા હતા. કે આ હોલ માંતો અમારૃ આખું ગામ સમાઇ જાય સ્વચ્છતા અભિયાનને લગતાં દોરેલા ક્રાન્તિના ચિત્રમાં ગાંધીજી સફાઇ કરી રહ્યા છે, તેવું બતાવ્યું છે. કાંન્તિને આ ચિત્ર બદલ સરકાર દ્વારા ઇનામ પણ આપવામાં આવશે.


છોટાઉદેપુર જિલ્લાનાં ધાણક ફળિયા કાથેલ (કા) શાળા અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે.


Thursday, 21 June 2018

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દેશભરમાં ઉત્સાહભેર ઉજવણીની તૈયારી

Image result for yoga day 2018 india

- વડાપ્રધાન દેહરાદૂન ખાતે કાર્યક્રમની આગેવાની લેશે

- દેશભરના વિવિધ શહેરોમાં યોગના ૫૦૦૦ જેટલા કાર્યક્રમો યોજાશે: દિલ્હીમાં આઠ સ્થળોએ ઉજવણી

દેશભરમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તૈયારી થઇ ચૂકી છે. વડાપ્રધાન મોદી દેહરાદૂન ખાતે ૫૫૦૦૦ યોગ ઉત્સુક લોકોની આગેવાની લઇ યોગાસનો કરશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં થશે. વિદેશમાં સંખ્યાબંધ ભારતીય સંસ્થાઓએ ઉજવણીની તૈયારી કરી લીધી છે.

ભારતમાં પાંચ હજાર જેટલા સ્થળોએ યોગાસનની શિબિરો થશે. પાટનગર દિલ્હીમાં આઠ સ્થળોએ યોગાસનો થશે જેમાં રાજપથ મુખ્ય છે. ૨૦૧૫માં પ્રથમ યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપથ ઉપર કરી હતી.


વર્ષની સૌથી ભવ્ય ઉજવણી ઉત્તરાખંડના દેહરાદૂન ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના મેદાનમાં થશે જેમાં વડાપ્રધાન આગેવાની લેશે. કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ, ગડકરી, સુરેશ પ્રભુ, ઉમા ભારતી વિગેરે દેશના  વિવિધ શહેરોમાં ઉજવણીની આગેવાની લેશે

દિલ્હીના લાલ કિલ્લા ખાતે બ્રહ્મા કુમારી દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં બીએસએફ, સીઆરપીએફના જવાનો સહિત ૫૦૦૦ લોકો યોગાસનો કરશે.