Thursday, 29 March 2018


ગુજરાતી વિજ્ઞાનીના નામે બનેલા રોકેટ દ્વારા આજે ઉપગ્રહ 'જીસેટ-6 ' લોન્ચ થશે

- પ્રથમવાર સ્વદેશી એન્જિન વપરાશે જેને 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)'નામ અપાયું છે

- ચંદ્રયાન-2 પહેલાં જીએસએલવી દ્વારા સેટેલાઈટ લોન્ચિંગની નેટ પ્રેક્ટિસ

- ક્રાયોજેનિક એન્જિન ધરાવતો ભારત દુનિયાનો છઠ્ઠો દેશ છે

ઈસરો દ્વારા આજે શ્રીહરિકોટા લોન્ચિંગ મથકેથી ઉપગ્રહ 'જીસેટ-૬એ' લોન્ચ થવા જઈ રહ્યો છે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં થાય તો સાંજે ૧૬:૫૬ કલાકે સતિષ ધવન સ્પેસ સેન્ટરના બીજા નંબરના લોન્ચ પેડ પરથી 'જીએસએલવી-એફ૦૮'માં સવાર થઈ ઉપ્રગ્રહ લોન્ચ થશે. જીએસએલવી રોકેટમાં પ્રથમવાર સ્વદેશમાં બનેલું ક્રાયોજેનિક એન્જિન વપરાશે. આ  લોન્ચિંગ માટે ૨૭ કલાકનું કાઉન્ટડાઉન શરૃ થઈ ચૂક્યુ છે.

આ એન્જિનને ઈસરોએ દુરદૃષ્ટા વિજ્ઞાની ડો.વિક્રમ સારાભાઈના નામે 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ) નામ આપ્યું છે.જોકે એન્જિનનું ટેકનિકલ નામ તો 'હાઈ ટ્રસ્ટ ક્રાયોજેનિક એન્જિન (એચટીસીઈ)' છે. પરંતુ ઈસરોના વિજ્ઞાાની નામ્બી નારાયણ પાસે જ્યારે આ એન્જિન બનાવવાની ચેલેન્જ આવી ત્યારે જ તેમણે ૧૯૭૩માં તેને વિક્રમ અંબાલાલ સારાભાઈ નામ આપી દીધું હતુ.

૨૭૦ કરોડનો ઉપગ્રહ, ૧૦ વર્ષ કામ આપશે

આજે લોન્ચ થનારો ઉપગ્રહ જીસેટ-૬એ કમ્યુનિકેશન સેટેલાઈટ છે. ઉપગ્રહનું વજન ૨ ટન છે, તેને તૈયાર કરવામાં અંદાજે ૨૭૦ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે, જ્યારે એ દસ વર્ષ સુધી કાર્યરત રહેશે. જીઓસિન્ક્રોનસ એટલે કે ભુસ્થિર પ્રકારનો હોવાથી આ ઉપગ્રહ ૩૫,૯૭૫ કિલોમીટરની ઊંચાઈ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરશે.

જીએસએલવી : ભારે ઉપગ્રહ માટે ભારે રોકેટ

વજનદાર ઉપગ્રહને સ્થિર કક્ષા સુધી લોન્ચ કરવા માટે ભારે રોકેટ જોઈએ, એટલે ઈસરો જીએસએલવી (જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ) રોકેટનો ઉપયોગ કરશે. જીએસએલવી એ ભારતનું સૌથી ભારે રોકેટ છે અને હજુ શરૃઆતી તબક્કામાં છે. પરંતુ ભવિષ્યમાં ચંદ્રયાન-૨ કે મંગળમિશન જેવા મહાત્વાકાંક્ષી અવકાશી પ્રોજેક્ટ માટે જીએસએલવી જેવુ સક્ષમ રોકેટ જરૃરી છે. જીએસએલવીની આ ૧૨મી ફ્લાઈટ હશે.

સ્વદેશમાં સર્જાયેલું ક્રાયોજેનિક એન્જિન

ભારત વરસોથી જીએસએલવીમાં ચાલી શકે એ માટે ક્રયોજેનિક એન્જીન તૈયાર કરી રહ્યું હતુ. હવે આ એન્જિન બનાવવામાં સફળતા મળી છે. ક્રાયોજેનિક એન્જીન એ અવકાશમાં એન્જીનોમાં વપરાતા વિવિધ એન્જીનો પૈકીનો એક પ્રકાર છે. અત્યંત નીચા તાપમાને જે એન્જીનમાં બળતણ સંગ્રહી શકાય એવુ એન્જીન ક્રાયોજેનિક કહેવાય. નીચા તાપમાનને કારણે ઓછી જગ્યામાં વધુ બળતણ સમાવી શકાય અને તેનાથી રોકેટનો પ્રવાસ લંબાવી શકાય. ક્રોયોજેનિક એન્જીનને કારણે જ અમેરિકા સેટર્ન રોકેટ સિરિઝ દ્વારા ચંદ્ર સુધી પહોંચી શક્યુ છે. સામાન્ય એન્જીનોમાં અંદર પાંખીયા ફરતાં હોય અને તેના દ્વારા એન્જીનને ધક્કો લાગે, વાહન આગળ વધે. પણ ક્રાયોજનિક એન્જીનમાં અંદર કશું ફરતું હોતુ નથી. ન્યુટનના ત્રીજા સિદ્ધાંત પ્રમાણે એક દિશામાં ધક્કો લગાવી, બીજી દિશામાં આગળ વધવાનું કામ કરે છે.

ગુજરાતી વિજ્ઞાાનીના નામે ઈસરોનો વિકાસ

જ્યારે ભારત પાસે કંઈ ન હતું, ત્યારે વિક્રમ સારાભાઈએ વિજ્ઞાનીઓ એકઠા કરીને દેશને અવકાશી મહાસત્તા બનવાનું સપનું દેખાડયુ હતુ.

ભારતને ક્રાયોજેનિક એન્જીન માટે વિવિધ દેશોએ ટેકનોલોજી આપવાની ના પાડી દીધી હતી. એટલે ભારત એ એન્જિન માટે ૨૦૦૧થી મહેનત કરતું હતુ. આખરે ગયા વર્ષે એન્જિન તૈયાર થયુ અને તેનું પરિક્ષણ પણ સફળ રહ્યું હતુ. હવે ભારત ક્રાયોજેનિક એન્જિન બનાવી શક્યો હોય એવો અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન અને ચીન પછી છઠ્ઠો દેશ છે.આજે મહાવીર જન્મ કલ્યાણક અમદાવાદમાં ભવ્ય રથયાત્રા યોજાશે


- જિનાલયોમાં વિશિષ્ટ આંગી કરવામાં આવશે

- રથયાત્રામાં 700 કિગ્રા ચાંદીથી મઢેલો 100 વર્ષ જૂનો પ્રભુજીનો રથ આકર્ષણનું કેન્દ્ર

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક એટલે પ્રત્યેક જૈન માટે એક અતિ વિશિષ્ટ પર્વ. ગુરુવારે ચૈત્ર સુદ-13 છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં મહાવીર જન્મ કલ્યાણકની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
  પર્વ નિમિત્તે જિનાલયોમાં વિશિષ્ટ આંગી, સાધુ ભગવંતો દ્વારા વ્યાખ્યાનના આયોજન કરવામાં આવશે.  જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જીતો દ્વારા અમદાવાદ (રાજનગર)ના સમસ્ત જૈન સંઘોના સહયોગથી છેલ્લા સાત વર્ષ માફક આ વખતે પણ મહાવીર જન્મ કલ્યાણકના ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ જૈન તથા જૈનેતરોમાં પ્રભુ મહાવીરના અહિંસા, અનેકાન્તવાદ, અપરિગ્રહ, વિશ્વમૈત્રી, જીવદયા જેવા સંદેશાનો પ્રચાર પસાર કરવાનો છે.જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ : મુસ્કાન ભાનવાલાના ડબલ ગોલ્ડ મેડલ


- માનુ ભાકેરે ઓસ્ટ્રેલિયામાં જુનિયર વર્લ્ડ કપમાં ચોથો ગોલ્ડ જીત્યો
- ભારતે કુલ ૯ ગોલ્ડ સાથે ૨૨ મેડલ જીતીને ચીન પછી બીજા ક્રમે
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં યોજાયેલા જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમા ભારતીય શૂટર મુસ્કાન ભાનવાલાએ વ્યક્તિગત અને ટીમ એમ બે ઈવેન્ટમાં ગોલ્ડન ડબલની સફળતા મેળવી હતી. આ સાથે ભારતે કુલ ૯ ગોલ્ડ મેડલની સાથે પોઈન્ટ ટેબલમાં આઠ ગોલ્ડ જીતી ચૂકેલા ચીનને પછાડીને ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતુ. જોકે ત્યારબાદની શૂટિંગ ઈવેન્ટસમાં ચીનના શૂટરોએ નોંધપાત્ર દેખાવ કરતાં ટુર્નામેન્ટ પુરી થઈ ત્યાં સુધીમાં ચીને ૯ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૮ બ્રોન્ઝ સાથે ૨૫ મેડલ જીતીને ટોચનું સ્થાન મેળવી લીધું હતુ. જ્યારે ભારત ૯ ગોલ્ડ, પાંચ સિલ્વર અને આઠ બ્રોન્ઝ સાથે ૨૨ મેડલ જીતીને બીજા ક્રમે રહ્યું હતુ.