બંગાળના અખાતમાં અમેરિકા, જાપાન અને
ભારતીય નેવીની સંયુક્ત માલાબાર સૈન્ય કવાયત શરૂ...
બંગાળના અખાતમાં અમેરિકા, જાપાન અને
ભારતીય નેવીની પાંચ દિવસીય સંયુક્ત માલાબાર સૈન્ય કવાયત શરૂ થઇ ગઇ છે. આ સંયુક્ત
કવાયતનો ઉદ્દેશ ત્રણેય દેશો વચ્ચે સૈન્ય સંબધો વધુ બનાવવાનો છે. આ દરમિયાન સંયુક્ત
કવાયત અંગે અમેરિકન નેવીના કમાન્ડર એડમિરલ વિલિયમ ડી બાયર્ન જુનિયરે જણાવ્યું છે
કે આ યુદ્ધ અભ્યાસથી ચીનને વ્યૂહાત્મક સંદેશ જશે. આ કવાયતમાં ત્રણેય દેશોના કુલ ૯૫
વિમાન, ૧૬ જહાજ અને બે સબમરિન ભાગ લઇ રહી છે.
ત્રણેય દેશોના નેવી અભ્યાસમાં
અમેરિકા શીપ નિમિત્ઝ(સીવીએન-૬૮), ગાઇડેડ મિસાઇલ ક્રૂઝ યુએસએસ
પ્રિન્સેટોન(સીજી-૫૯), ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર્સ યુએસએસ
હોવાર્ડ(ડીડીજી-૮૩), યુએસએસ શૂપ(ડીડીજી-૮૬) અને યુએસએસ
કિડ(ડીડીજી-૧૦૦), પોસીડોન પી-૮ એ વિમાન ઉપરાંત લોન એન્જેલસની
ઝડપથી હુમલો કરતી સબમરીન પણ સામેલ છે. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર જાપાન
મેરીટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ શીપ્સ જેએસ ઇઝુમો(ડીડીએચ-૧૮૩), જેએસ સઝાનામી(ડીડીઆઇ-૧૩)ની સાથે ભારતીય નેવી જહાજ જલાશ્વ અને આઇએનએસ
વિક્રમાદિત્ય પણ સંયુક્ત નેવી કવાયતમાં ભાગ લેશે. ત્રણ દેશો વચ્ચે થતી આ ૨૧મી
કવાયતમાં સમુદ્ર કિનારે અને સમુદ્રમાં અભ્યાસ કરવામાં આવશે. આ કવાયત હેઠળ કેરિયર
સ્ટ્રાઇક ગ્રુપ ઓપરેશન, મેરિટાઇમ પેટ્રોલનો અભ્યાસ કરવામાં
આવશે.