લોન્ચ થયાના 24 કલાકમાં જ 1000 લોકોએ આયુષ્માન ભારત સ્કીમનો લાભ લીધો
પીએમ મોદીએ
આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કર્યાના 24 કલાકમાં 1000 લોકોએ તેનો લાભ લીધો હોવાનો દાવો સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો
છે.
આયુષ્માન ભારત
યોજનાને સરકાર દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ તરીકે પ્રોજેક્ટ કરી
રહી છે.23 સપ્ટેમ્બરે તેનુ પીએમ મોદીએ ઝારખંડમાં લોન્ચિંગ કર્યુ હતુ.
આ યોજનાના
ભાગરુપે 10 કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ રુપિયા સુધીની તબીબી સારવાર
મળવાની છે. જેનુ પ્રીમીયમ સરકાર ભરશે. આમ ગરીબો માટે પણ હવે ખાનગી હોસ્પિટલોમાં
સારવાર શક્ય બની છે.
બીજી તરફ
આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે લોન્ચ થયાના 24 કલાકમાં 1000 લોકો આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે.
આ યોજનાનો લાભ
કોન મળશે તે જાણવા માટે mera.pmjay.gov.in
વેબસાઈટ પર જઈને જાણકારી મેળવી શકાય
છે. આ યોજનાની વધારે જાણકારી 14555 ફોન નંબર પર ઉપલબ્ધ છે.