બુધવાર, 6 જૂન, 2018

6 જૂન ઓપરેશન બ્લૂ સ્ટારની 34મી વર્ષગાંઠ



6 જૂન ઓપરેશન બ્લૂ સ્ટારની 34મી વર્ષગાંઠ

- 1984માં ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા ઓપરેશન બ્લૂ સ્ટાર ચલાવાયુ હતુ


આજે 6 જૂન ઓપરેશન બ્લૂ સ્ટારની 34મી વર્ષગાંઠ છે.

તેને લઈને સુવર્ણમંદિર અને તેની આસપાસનાં વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જાણવા મળ્યુ છે કે અકાલ તખ્ત પર લાખો શીખ શ્રદ્રાળુઓ પહોંચશે તેવુ અનુમાન છે.

જેને લઈને સુરક્ષા વધારી દેવાઈ છે. સેનાએ સુવર્ણ મંદિર પરિસરમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા માટે વર્ષ 1984માં ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા ઓપરેશન બ્લૂ સ્ટાર ચલાવ્યુ હતું.

આ ઓપરેશનમાં લગભગ 83 સેનાનાં જવાનો અને 492 નાગરિકોનાં મૃત્યું થયાં હતાં. ત્યારબાદ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ લગભગ 8 હજારથી વધૂ લોકો માર્યા ગયા હતા. માત્રદિલ્હીમાં જ 3 હજાર લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ ત્યાં દર વર્ષે ધાર્મિક પ્રાર્થનાનું આયોજન કરવામાં આવે છે.