રવિવાર, 20 જાન્યુઆરી, 2019


જાણવા જેવું


v નવી પેન લિધા પછી 97% લોકો પોતાનું જ નામ લખે છે.

v લગભગ છ મહિનાની ઉમર સુધી બાળકોની આંખો માંથી આંસુ નથિ નિકળતા.

v દુનિયાની સૌથી લાંબી ગુફા વિયેતનામ માં છે,જેની અંદર એક લાંબી નદી, જંગલ અને વાતાવરણ છે.

v ડુક્કર માટે આકાશ તરફ જોવું અસંભવ છે.

v આપણા મગજને સારી યાદોને યાદ રાખવા કરતા ખરાબ યાદોને યાદ રાખવાની ક્ષમતા વધારે હોય છે.

v લોકોની આંગળીના નિશાની જેમ જ પ્રત્યેક મનુષ્યની જીભ ના નિશાન અલગ અલગ હોય છે.

v ALMOST”  સૌથી લાંબો શબ્દ છે જેના બધા શબ્દ Alphabets ના ક્રમમાં આવે છે.

v  જો કોઇ એક રૂમમાં 20 લોકો રહે છે તો 50% સંભાવના છે કે કોઇક બે જણ ની જન્મ તારિખ સરખી હશે.



પહેલી વખત પરફોર્મિંગ આર્ટસમાં હેરિટેજ વોક યોજાઈ

 
એમ.એસ.યુનિવસટીની પરફોમગ આર્ટસ ફેકલ્ટીમાં આજે પહેલી વખત ફેકલ્ટી તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ એલ્યુમ્નાઈ અફેર્સ દ્વારા હેરિટેજ વોક યોજાઈ હતી.ફેકલ્ટીની મુલાકાત લેનારા શહેરીજનોને ફેકલ્ટીના ઈતિહાસ અંગે રસપ્રદ જાણકારી પુરી પડાઈ હતી.
દેશને સંખ્યાબંધ જાણીતા કલાકારોની ભેટ આપનાર પરફોમગ આર્ટસ ફેકલ્ટીની સ્થાપના મહારાજા સયાજીરાવ દ્વારા ૨૬ ફેબ્આરી, ૧૮૮૬માં બાળકોની ગાયનશાળાના સ્વરુપે થઈ હતી.જે ભારતની પણ પહેલી ગાયનશાળા હતી. ૧૯૭૫માં વડોદરાની અન્ય ઈમારતોને ડિઝાઈન કરનાર આકટેક્ટ રોબર્ટ ચિઝોમે પરફોમગ આર્ટસ ફેકલ્ટીની હાલની ઈમારતને પણ ડિઝાઈન કરી હતી.
પરફોમગ આર્ટસ ફેકલ્ટીએ સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં ઘણા નવા ચીલા ચાતર્યા હતા.જેમ કે ભારતીય સંગીતમાં પ્રો.મૌલા બક્ષ સંગીતના પહેલા પ્રોફેસર તરીકે ઓળખાય છે. જેઓ પરફોમગ આર્ટસમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા.ગુજરાતમાં ભરતનાટયમ અને કથ્થક નૃત્યની એન્ટ્રી વડોદરાની પરફોમગ આર્ટસ થકી થઈ હતી.ભારતીય રાગ અને સંગીત અંગેનુ પહેલુ સંમેલન પણ ૧૯૧૬માં ૨૧ થી ૨૪ માર્ચ દરમિયાન મહારાજા સયાજીરાવની અધ્યક્ષતામાં વડોદરામાં પરફોમગ આર્ટસના ઉપક્રમે યોજાયુ હતુ.
હાલમાં ફેકલ્ટીના પાંચ વિભાગો ડાન્સ, ડ્રામા, વોકલ, ઈન્સ્ટ્મેન્ટલ અને તબલામાં ૧૩૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.તેમને ૪૩ અધ્યાપકો ભણાવે છે.

મિશન ગગનયાનના અવકાશયાત્રીઓ માટેનો સ્પેસસૂટ વડોદરામાં બનશે

 Image result for space-suit-for-mission-gaganyaan-will-be-designed-in-vadodara
ગગનયાન મિશન હેઠળ પહેલી વખત ઈસરો ભારતના અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યુ છે.
ગગનયાન મિશનને લોન્ચ કરવા માટે ૨૦૨૧-ડિસેમ્બરની ડેડલાઈન નક્કી કરાઈ છે.નોંધ લેવા જેવી વાત એ છે કે ભારતના આ મહત્વકાંક્ષી મિશનમાં વડોદરાનો પણ મહત્વનો ફાળો રહેશે.વડોદરાની કંપની ઈસરોના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર સાથે મળીને ગગનયાનના અવકાશયાત્રીઓ માટેનો સ્પેસ સૂટ બનાવી રહી છે.
અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી એક્ઝિબિશનમાં સ્પેસસૂટની ઝલક પણ રજુ કરવામાં આવી હતી.કંપનીના એમડી નિતિશ દાંડના કહેવા પ્રમાણે સ્પેસ સુટ માટે જે મટિરિયલ વપરાવાનુ છે તેની લેબોરેટરી ટ્રાયલ પુરી થઈ ચુકી છે.સ્પેસ સુટનુ વેક્યુમ ચેમ્બરમાં પણ ટેસ્ટિંગ કરાયુ છે.સ્પેસ સુટ પહેરીને અવકાશયાત્રીઓ વચ્ચે થતી વાતચીત માટેની કોમ્યુનિકેશન ટેકનોલોજી, શરીરનુ તાપમાન, ઓક્સિજન અને કાર્બન મોનોક્સાઈડનુ પ્રમાણ જાણવા માટેના બાયોસેન્સર્સ, પ્રેશર મેનેજમેન્ટ સિસ્ટમ એમ તમામ ટેકનોલોજી સ્વદેશી ધોરણે વિકસિત કરવામાં આવી છે.
આ સ્પેસ સુટ અન્ય દેશોના અવકાશયાત્રીઓ જે સ્પેસ સુટનો ઉપયોગ કરે છે તેના કરતા વજનમાં ૨૦ ટકા હળવો હશે.આ સુટ માઈનસ ૪૦ ડિગ્રીથી લઈને ૮૦ ડિગ્રી સુધીના તાપમાનમાં પણ અવકાશયાત્રીઓને સુરક્ષીત રાખી શકશે 


ધોલેરામાં ૧૫૦૦ કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવાશે

Image result for airport at dholera 
ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર વચ્ચે અંકલેશ્વર, ધોલેરામાં એરપોર્ટ નિર્માણ માટેના એમ.ઓ.યુ. કરાયા છે. જેમાં ધોલેરામાં રૃ. ૧૫૦૦ કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તેમજ અંકલેશ્વરમાં ૯૨ હેક્ટર જમીન પર ડેવલપમેન્ટ એન્ડ ઓપરેશ્નલ ઓફ એન્ડ એમ.આર.ઓ. માટેના સમજૂતી કરાર થયા હતા. 

આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં આજે ૩ એમ.ઓ.યુ. એવિએશન સેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સિવીલ એવિએશન દ્વારા પેસિફિક સ્ટેટ્સ એવિએશન આઇએનસી સાથે મહેસાણામાં પાયલોટ્સ, મેઇન્ટેનન્સ રિપેર એન્ડ ઓવરહોલ, ચાર્ટર ફ્લાઇટ્સની સર્વિસ કરી શકે તેવી ઇન્સ્ટિટયુટ સ્થાપવા અંગેના એમ.ઓ.યુ. કરાયા છે. આ ઉપરાંત અમેરિકાની પેરામેટ્રિક ટેક્નોલોજી સાથે વડોદરામાં એરોસ્પેસ માટે સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપવા તેમજ ઇથોપિયન એરલાઇન્સ સાથે અમદાવાદમાં સર્વિસ શરૃ કરવા અંગેના એમ.ઓ.યુ. નો પણ સમાવેશ થાય છે.