રવિવાર, 6 જાન્યુઆરી, 2019

'મેરા બુથ સબસે મજબુત બુથ' કાર્યક્રમ

 Image result for mera booth sabse mazboot

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મેરા બુથ સબસે મજબુત બુથ' કાર્યક્રમ અંતર્ગત આંધ્ર પ્રદેશના અનંતપુર, કડ્ડપા, કુરનુલ, નરસરાઓપેટ અને તીરૂપતીના બુથ સ્તરના કાર્યકરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી. જેમાં તેમણે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા.


અમદાવાદમાં  આજથી ૩૦મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ 

Image result for kite festival ahmedabad 2019

- પતંગોત્સવ ગુજરાતની વર્લ્ડ બ્રાન્ડ ઈમેજ બનશે: રાજ્યપાલની હાજરીમાં મુખ્યમંત્રીએ ખુલ્લો મુક્યો

અમદાવાદમાં NIDની પાછળ આવેલા રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીની હાજરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પતંગોત્સવને ખુલ્લો મૂક્યો છે. આ પતંગોત્સવમાં વિવિધ 45 દેશોના 151 પતંગબાજો ભાગ લઇ રહ્યા છે.

અમદાવાદમાં ૧૯૮૭ના વર્ષથી યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આ વખતે ૪૫ દેશના ૧૫૧ પતંગબાજો ભાગ લેવાના છે. આ ઉપરાંત ભારતના ૧૩ રાજ્યોના ૧૦૫, ગુજરાતના ૧૯ શહેરના ૫૪૫ પતંગબાજ અવનવા પતંગ સાથે ભાગ લેતા જોવા મળશે. આ વખતે કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે ૮મીએ , સુરત-જેતપુર ખાતે ૯મીએ, રાજકોટ-સોનગઢ ખાતે ૧૦મીએ, સાપુતારા-ધોલેરા ખાતે ૧૧મીએ, કચ્છના સફેદ ધોરડો ખાતે ૧૨મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવવાનો છે. ૧૪મીએ અમદાવાદની પોળમાં પણ પતંગ મહોત્સવ યોજાશે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે ૧૦ થી ૫ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને સાંજે ૭:૩૦ થી ૯ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.



રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આ અવસરે "એક ભારત - શ્રેષ્ઠ ભારત" ની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.

આ પતંગોત્સવમાં 45 દેશોના અને ભારતના વિવિધ 13 રાજ્યોના તેમજ ગુજરાતના 19 શહેરોના 500 જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ-માર્ચ પાસ્ટ પણ યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓના સેવા વસ્તી વસાહતના 2 હજાર બાળકોએ યોગ નિદર્શન દ્વારા સૂર્યોપાસના કરી હતી.