મંગળવાર, 31 ઑક્ટોબર, 2017

ભારતના એક માત્ર મહિલા વડાપ્રધાનઈન્દિરા ગાંધીની "પુણ્યતીથી"

Congratulations : TET-2 Passed Students




ભારતના ઈતિહાસમાં સૌથી સફળ 15 વર્ષ રાજ કરનાર એક માનુની એટલે ઈન્દિરા ગાંધી.

અટલ બિહારી વાજપેયીએ 1971માં બાંગ્લાદેશ વોર વખતે ઈન્દિરા ગાંધી માટે કહ્યુ હતુ કે સંસદમાં એક જ મર્દ છે.

ઈન્દિરા ગાંધીનું નામ આવે એટલે એ મક્કમ માનુની અને ગર્વિતાની સામે દુશ્મનોના પણ માથા સન્માનમાં એક વાર તો ઝુકી જ જાય એવી વ્યક્તિ.

31મી ઓક્ટોબર 1984ના રોજ પોતાના જ અંગરક્ષકોએ ઈન્દિરા ગાંધીની ગોળીઓ મારીને હત્યા કરી હતી.

ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી 19 નવેમ્બર 1917ના રોજ જન્મેલા અને  31 ઑકટોબર 1984 રોજ તેમનાજ અંગરક્ષકો દ્વારા તેમની હત્યા કરાઈ હતી. 

1966થી 1977 એમ સળંગ ત્રણ સત્ર સુધી અને 1980થી શરૂ થયેલા ચોથા સત્રમાં 1984માં તેમની હત્યા થઈ ત્યાં સુધી, એમ કુલ 15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે સત્તા ભોગવી હતી. 

તેઓ ભારતના પહેલા અને આજ દિન સુધીના એક માત્ર મહિલા વડાપ્રધાન હતાં.
સરદાર પટેલ જયંતિને "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે મનાવવામાં આવેઃ વડાપ્રધાન



Congratulations : TET-2 Passed Students





- રન ફોર યુનિટિમાં લેવડાવ્યા એકતાના શપથ


આજે સરદાર પટેલની જન્મ જયંતી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જંયતીને 'એકતા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. તેમણે દેશની નવી પેઢીને સરદારથી પરિચિત કરાવવા માટે જ આવા કાર્યક્રમ થવા જોઈએ એવી પણ રજૂઆત કરી હતી.

સરદારે આઝાદી બાદ તેમના કૌશલ્ય-દ્રઢશક્તિ દ્વારા ન માત્ર દેશને સંકટથી બચાવ્યું પરંતુ સેંકડો રજવાડાને ભારતમાં ભેળવ્યાં. અંગ્રેજોને તેમના ઇરાદામાં સફળ ન થવા દેવા તે સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિ હતી. દેશની નવી પેઢીને તેમનાથી પરિચિત નથી કરાવવામાં આવે. ઈતિહાસમાં સરદાર સાહેબના નામને દૂર કરવાનો પ્રયત્ન થયો અથવા તેમના નામની અવગણના કરવામાં આવી. અનેક રાજકીય પક્ષો તેમના માહાત્મ્યનો સ્વીકાર કરે કે ના કરે પરંતુ અમારી પેઢી તેમને ઇતિહાસથી દૂર થવા માટે તૈયાર નથી.

ભુતાન PM કાલે પશ્ચિમ બંગાળની ચાર-દિવસીય મુલાકાતે


Congratulations : TET-2 Passed Students




ભુતાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ ગ્યાલ વાંગ્ચુક ભારતની ચાર દિવસની યાત્રા પર આજે નવી દિલ્હી આવવાના છે. તેમની પત્ની પેમા વાંગ્ચુક પણ તેમની સાથે આવશે.

ભારત યાત્રા દરમિયાન શ્રી વાંગચુક, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સાથે મુલાકાત લેશે. પ્રધાનમંત્રી, ભુતાનના રાજાના આદરમાં રાતનું ભોજન પણ આયોજન છે.
શર્મિલા ટાગોરને PHDCI દ્વારા 2017 લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા


Congratulations : TET-2 Passed Students



વરિષ્ઠ અભિનેત્રિ શર્મિલા ટાગોરને સિનેમાના ક્ષેત્રે તેમના યોગદાન માટે PHD Chamber of Commerce and Industry (PHDCCI) દ્વારા 2017 લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ અને દિલ્હી ભાજપના વડા મનોજ તિવારીએ તેમને આ એવોર્ડ એનાયત કર્યો. શર્મિલા ટાગોર એક એવા અભિનેત્રિ છે, જેમણે સુપ્રસિદ્ધ દિગ્દર્શક સત્યજીત રેની બંગાળી ફિલ્મ અપુર સંસાર (1959) સાથેની ફિલ્મથી શરૂઆત કરી હતી.

ફિલ્મમેકર-કવિ મુઝફફર અલીને પ્રોત્સાહન અને કલા, ફાઇન આર્ટ્સ અને સાહિત્ય માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં ઉષા મંગેશકર અને ગાયકો પ્રેમ ભાટિયા, અંકિત તિવારી, કવિતા શેઠ, અક્રિતા કકર, રાહુલ વૈદ્ય, મીત બ્રધર્સના મનમીત અને અભિનેતા સુખમની લાંબાને પણ આ સન્માન આપવામાં આવ્યા હતા.

વિક્રમ સિંહ રાષ્ટ્રપતિના ખાનગી સચિવ તરીકે નિમણૂક કરી

કેબિનેટની નિમણૂંક સમિતિએ (ACC- Appointments Committee of the Cabinet) વિક્રમ સિંહને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના બે વર્ષ માટે ખાનગી સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. 

તે 1997 માં ભારતીય રેલવે સર્વિસ (IRTS – Indian Railway Traffic Service) ના બેચ ઓફિસર છે. 

હાલમાં, તેઓ રેલવે બોર્ડના ટ્રાફિક કોમર્શિયલ ડિરેક્ટોરેટમાં વરિષ્ઠ ડિરેક્ટર તરીકેની પોસ્ટ પર છે. 

રેલવેમાં, પેસેન્જર સેગમેન્ટમાંથી આવક વધારવા અને પેસેન્જર-સવલતો ઇકોસિસ્ટમમાં કમાણી માટેની નીતિઓ બનાવવા માટેની જવાબદાર પણ નિભાવી હતી.

ભારત અને ઈટાલીએ ચાવી રૃપ ક્ષેત્રોમાં છ કરાર કર્યા : ત્રાસવાદ સામે લડવા સંમત

Congratulations : TET-2 Passed Students




- બંને દેશોના વડાપ્રધાનની બેઠક યોજાઇ

- ઉર્જા, રેલવે સલામતી અને વ્યાપાર ક્ષેત્રે સંબંધો વિકસાવવા છ કરાર : વ્યાપારને ઉત્તેજન અપાશે .

ભારત અને ઈટાલીએ આજે સહકાર વધારવા માટે ચાવીરૃપ ક્ષેત્રોમાં છ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ઉર્જા અને વેપાર ક્ષેત્રનો સમાવેશ થાય છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના વડાપ્રધાન પાઓલો જેન્ટીલોની સાથે બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત બનાવવા અને ત્રાસવાદ સામે લડવા માટે ચર્ચા કરી હતી.

બંને દેશોએ અન્ય દેશોને આતંકવાદને પોષતા દેશોમાંથી ત્રાસવાદ ખતમ કરવા આહવાન કર્યું હતું. એક સંયુક્ત નિવેદનમાં ત્રાસવાદનું નેટવર્ક, સરહદ પારના આતંકવાદને ખતમ કરવા આહવાન કરી પાકિસ્તાન પર છૂપો પ્રહાર કર્યો હતો.

બંને નેતાઓની બેઠક બાદ છ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા તથા રેલવેની સલામતી, ઉર્જા, રોકાણ વધારવા જેવા ક્ષેત્રોનો  સમાવેશ થાય છે.

ઈટાલી ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી મિત્ર છે. બંને દેશો વચ્ચે ૨૦૧૬-૧૭માં ૮.૭૯ અબજ ડોલરનો વેપાર થયો હતો. બંને નેતાઓએ દ્વિપક્ષી સંબંધો ઉપરાંત ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા પણ કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે વૈશ્વિક સલામતી સામે ઊભા થયેલા પડકારોની ચર્ચા કરી વૈશ્વિક ત્રાસવાદ સામે લડવા સંમતિ  સાધી હતી.