શુક્રવાર, 27 ઑક્ટોબર, 2017

સ્ટાર્ટ-અપ સંગમ પહેલ

Congratulations : TET-2 Passed Students



પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે “સંગમ” પહેલ ની શરૂઆત કરી છે, જેમાં નવા બિઝનેસ મોડલ, માર્કેટિંગ યોજનાઓ, ટેકનોલોજી તેમજ ભારે તેલ અને ગેસ ઉદ્યોગ ક્ષેત્રે નવીનીકરણ ની શરૂઆત થશે.

આ માટે, 10 ઓઇલ અને ગેસ PSU રૂ.320 કરોડ રૂપિયાનું સાહસ મૂડી ભંડોળ ઊર્જા ક્ષેત્રમાં નવા વિચારોને પ્રોત્સાહિત કરવા માટે ફાળવવામાં આવશે.

મુખ્ય બાબતો

આ પહેલ માટેના નિયમો “ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન”- (Indian Oil Corporation - IOL), ONGC, એન્જિનિયર્સ ઇન્ડિયા, ઓઇલ ઇન્ડિયા, નુમાલિગઢ રિફાઇનરી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL),  હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HP), GAIL), બાલમર લૉરી અને મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સના યોગદાન દ્વારા બનાવવામાં આવ્યા છે.

પસંદ થયેલ સ્ટાર્ટઅપ ઉર્જા, સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરશે જેમ કે કચરો પ્લાસ્ટીકને પેટ્રોલિયમ ઇંધણમાં પરિવર્તન, કૃષિ કચરાનો બાયોમાસમાંથી વિવિધલક્ષી બળતણ, લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સિલિન્ડર માટે સોલર સ્ટોવ અને લીક ડિટેક્ટર્સ, સ્વયં ટકાવી રાખતા નિમ્ન-જાળવણી શૌચાલય અથવા ઈકો-ટોઇલેટ અને રિમોટલી સંચાલિત વાહનો (Remotely Operated Vehicles -ROVs) નો સમાવેશ થાય છે.