Tuesday, 25 April 2017


અન્નપૂર્ણા ભોજન યોજના


શ્રમિકો માટે માત્ર રૂ.૧૦માં બપોરનું ભોજન આપવાની યોજનાને સરકાર ૧લી મે ગુજરાત સ્થાપના દિવસ અને વિશ્વ મજૂર દિનથી રાજ્યભરમાં આરંભ કરવા આગળ વધી છે.

શ્રમ અને રોજગાર મંત્રી દિલિપ ઠાકોરના કહેવા મુજબ અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટ જેવા શહેરોમાં ૬૮થી વધુ કડિયાનાકાઓ ઉપર ૧લી મેના રોજ આ યોજના લોન્ચ કરવાની તૈયારીઓ આખરી તબક્કમાં છે. જેમાં સરકાર સાધનો આપશે, જ્યારે સંસ્થાઓ અન્ન અને શાકભાજી સહિતના મસાલા સાથે ભોજન તૈયાર કરીને કડિયાનાકાઓ - શ્રમિકોનુ બજાર જ્યાં ભરાય ત્યાં પહોંચાડશે. રૂ.૨૮થી ૩૨માં તૈયાર થનારૂ ભોજન શ્રમિકોને રૂ.૧૦માં મળશે. બાકીનો ખર્ચ સરકાર ઉપાડી લેશે. 

આ યોજનાની શરૂઆતે જ યુ-વિન કાર્ડ અથવા ઓળખના પુરાવા ધરાવતા ૫૦,૦૦૦ શ્રમિકોને આવરી લેવાશે.
૧લી મેથી શ્રવણ યોજનાનો રાજ્યભરમાં અમલ શરૂ થશે.રાજ્યના તમામ સિનિયર સિટીઝનોને અંબાજી, દ્વારકા, સોમનાથ, ચોટીલા, નારાયણ સરોવર, માતાનો મઢ, નર્મદા સહિત ગુજરાતના તમામ યાત્રાધામોના પ્રવાસ માટે ટિકિટ ભાડામાં ૫૦ ટકા રાહત આપશે. ગુજરાતમાં વસતા કોઈપણ સિનિયર સિટીઝન કે તેમના સમુહને ધાર્મિક કે અન્ય પ્રવાસન સ્થળે જવા માટે એસટી નિગમના એક્સ્પ્રેસ ભાડાના ૫૦ ટકા સુધી રાહત આપવામાં આવશે. 

૬૦ વર્ષના સિટીઝનની સાથે તેમનાથી ઓછી ઉમરના પરિવારજનોના કિસ્સામાં ૫૦ ટકા ભાડુ સબસિડીરૂપે મળી શકશે.

ઉદય એક્સપ્રેસ ટ્રેન - જેમાં હશે વેન્ડિંગ મશીન અને એલઇડી સ્ક્રિન
ભારતીય રેલવે જુલાઇમાં ડબલડેકર એસી ( ઉદય એક્સપ્રેસ શરુ થશે. આ ટ્રેન સૌથી વધુ માંગવાળા રુટ ઉપર રાત્રીના પ્રવાસ માટે હશે. ઉદય એક્સપ્રેસમાં આરામદાયક સીટ હશે. ઉપરાંત પેસેન્જર માટે દરેક કોચમાં જ ભોજન અને ચા- કોલ્ડ ડ્રિંક્સ માટે વેન્ડિંગ મશીન રહેશે. એ માટે રેગ્યુલેટર ૩ એસી ક્લાસથી ઓછું હશે. ઉદય એક્સપ્રેસના દરેક કોચમાં વાઇ ફાઇ સ્પીકર સિસ્ટમની સાથે મોટી એલઇડી સ્ક્રિન રહેશે. ડબલડેકર ઉદયની યુએસપી રહેશે કે તેમાં મુસાફરી માટે ૩ એસીના ભાડા કરતાં ઓછું રહેશે અને સારી સુવિધા મળશે.

આ ટ્રેનમાં અન્ય બીજી ટ્રેનો કરતાં ૪૦ ટકા વધુ પેસેન્જર સીટ ક્ષમતા હશે. 
કેટરીંગ માટે ટ્રેનમાં વેન્ડિંગ બોક્સની સુવિધા હશે.
હાઇ ડેન્સીટી રુટ ઉપર આ ટ્રેનની સ્પીડ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.
જયપુરની હોટેલ “તાજ રામબાગ પેલેસ” ને દુનિયાની બેહતરીન હોટેલનો ખિતાબ

બ્રિટનની એક ટ્રાવેલ મેગેઝિને રામબાગ પેલેસ એકમાત્ર ભારતીય હોટલ, લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે. આ હોટલને રાજસ્થાનની પરંપરાઓ અને રીતિ રીવીજોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આલી છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં યુનિક આઈડેન્ટીટી નંબર (UID) જેવી પદ્ધતીને ગાયોની સાથે જોડવાની તૈયારી


દરેક જિલ્લામાં ૫૦૦ ગાયોની દેખરેખ રાખી શકાય તે માટે શેલ્ટર હાઉસ પણ બનાવવામાં આવશે. 
દેશભરમાં ગૌહત્યા રોકવા માટે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ સરહદે ગાયોની તસ્કરી રોકવા માટે સરકાર આ પગલુ ભરવા વિચારી રહી છે. 

સરકારે આ જાણકારી સોમવારે સુપ્રીમ કોર્ટને આપી હતી. માત્ર ગાયોની તસ્કરી જ નહીં તેનો રંગ, ઉમર અને કઇ બ્રીડની છે વગેરેનુ ધ્યાન રાખવામાં આવશે. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલયની અધ્યક્ષતામાં સમિતીનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતીએ આધારકાર્ડ જેવો નંબર ગાયોની સાથે લિંક કરવાની ભલામણ કરી છે.
ભારત અને બાંગ્લાદેશ સરહદેથી મોટા પાયે ગાયોની તસ્કરી થાય છે. ગૌમાસની હાલ સૌથી વધુ માંગ બાંગ્લાદેશમાં છે.જેથી ભારતીય ગાયોની માંગ વધી છે. માટે લોકો તસ્કરી કરીને ગાયોની સરહદ પાર કરાવી બાંગ્લાદેશ લઇ જઇ રહ્યા છે. વર્ષે આ પ્રકારની તસ્કરીનો કારોબાર ૧૫ હજાર કરોડ રૃપિયાથી પણ વધુ છે. બીએસએફએ એક વર્ષમાં ૩૪ ગાય તસ્કરોને ઠાર માર્યા હતા. આસામમાંથી સૌથી વધુ તસ્કરી થાય છે.  


નકસલવાદીઓ સાથેની અથડામણમાં ૨૬ જવાન શહીદ થયા છે અને અન્ય ૬ જવાન ઘાયલ થયા છે


છત્તીસગઢના સુકમામાં નકસલવાદીઓ સાથેની અથડામણમાં ૨૬ જવાન શહીદ થયા છે અને અન્ય ૬ જવાન ઘાયલ થયા છે. જવાનોના શસ્ત્રો પણ લૂટી લેવાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા જવાનોને રાયપુર મોકલવામાં આવ્યા છે. એક સાથે ૩૦૦ નકસલવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. મુખ્યપ્રધાન રમણસિંહ દિલ્હી પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક રાયપુર દોડી આવ્યા.


ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સ ૧૦૧ વર્ષના મન કૌરે ગોલ્ડ મેડલ જીત્યો.
Image result for man kaur runner

જેમાં ચંદીગઢના ૧૦૧ વર્ષના મન કૌરે ૧૦૦ મીટરની રેસમાં ૧૭મો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેમને ૧૦૦મીટરની આ રેસ ૧ મિનિટ અને ૧૪ સેકન્ડમાં પૂરી કરી હતી.મન કૌરે ૯૩ વર્ષની ઉંમરથી એથ્લિટ તરીકેની કારકિર્દી આરંભી હતી.

વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સમાં મન કૌર ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના એકમાત્ર એથ્લિટ હતા.

ભારતની કેરીઓ માટે ઓસ્ટ્રેલિયાના બજારના દ્વાર ખુલ્યા...
Image result for mango
ઓસ્ટ્રેલિયન મેન્ગો ઈન્ડસ્ટ્રી એસોસિએશનના ચીફ એકઝિકયૂટિવ રોબર્ટ ગ્રેએ જણાવ્યું હતું કે, ભારતની કેરીનું ઓસ્ટ્રેલિયાની મેંગો સીઝનની બહાર વેચાણ થશે. જો કે ભારતે તેની કેરીની નિકાસ કરવા પહેલા ઈરરેડિએશન સહિતના બાયોસિકયુરિટી ધોરણોનું પાલન કરવાનું રહેશે.