શુક્રવાર, 29 જૂન, 2018

'ચંદ્રયાન-૨' ચંદ્રની સપાટી પર પરમાણુ ઊર્જા આપતા 'હિલિયમ-૩'ની શોધ કરશે

Representational image

ઈસરોનું ચંદ્રમિશન ઑક્ટોબર મહિનામાં લૉન્ચ થવાની શક્યતા છે

પૃથ્વીની ૩૦૦ વર્ષ સુધી ઊર્જા જરૃરિયાત પુરી કરી શકે એટલો હિલિયમ-૩નો જથ્થો ચંદ્ર પર છે: હિલિયમ-૩માં રેડિયો એક્ટિવક કિરણો નિકળતા નથી

'ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)'ના મહાત્વાકાંક્ષી મિશન 'ચંદ્રયાન-૨' દ્વારા ચંદ્ર પર 'હિલિયમ-૩'નો જથ્થો પણ શોધવાનો છે. હિલિયમ-૩ એ પરમાણુ ઊર્જા પેદા કરવા માટે અત્યંત મહત્ત્વનું બળતણ છે. વિએના ખાતે એક બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ઈસરોના ચેરમેન કે.સિવાને ત્યાં પરદેશી પત્રકારો સમક્ષ આ માહિતી આપી હતી. હિલિયમ-૩ એ પરમાણુ ઊર્જા મેળવવા માટેનું સર્વોત્તમ બળતણ છે અને તેમાં કોઈ જાતના રેડિયો એક્ટિવ કિરણો નીકળતા નથી. માટે તેનાથી પ્રદૂષણનો કે પરમાણુ અકસ્માતનો ભય રહેતો નથી.

એક સમયે પૃથ્વી પર પણ હિલિયમ-૩નો જથ્થો હતો, પરંતુ એ બધો હવામાં ઊડી ગયો છે. બીજી તરફ ચંદ્રની સપાટી પર સતત હિલિયમ-૩ના કણો વરસ્યા કરે છે. આ કણો મોટે ભાગે સૌર પવનોમાંથી ચંદ્રની સપાટી પર ખરી પડે છે. ચંદ્રને વાતાવરણ નથી અને પૃથ્વીની માફક મેગ્નિટિક ધુ્રવ પ્રદેશ નથી, જે સૌર કિરણોને રોકી રાખે. માટે હિલિયમ-૩નો જથ્થો ત્યાં સચવાઈ રહ્યો છે.

સંશોધકોના અંદાજ પ્રમાણે ચંદ્ર પર એટલો હિલિયમનો જથ્થો છે જે પૃથ્વીની ઊર્જા જરૃરિયાત ૩૦૦થી ૫૦૦ વર્ષ સુધી પૂરી કરી શકે છે. રફ ગણતરી પ્રમાણે હિલિયમ-૩નો જથ્થો ૧૦ લાખ ટન કરતા પણ વધુ છે. એક ટન જથ્થો મળે તો પણ તેની કિંમત ૫ અબજ ડૉલર જેટલી થઈ શકે.


ભારતનું ઓર્બિટર, લેન્ડર અને રોવર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલુ ચંદ્રમિશન ચંદ્રયાન-૨ ઑક્ટોબરમાં લૉન્ચ થવાની શક્યતા છે. રોવર ચંદ્રની સપાટી પર બે સપ્તાહ સુધી આમ-તેમ ફરશે અને એ દરમિયાન જ હિલિયમ-૩ના જથ્થા અંગે પણ તપાસ કરશે. અગાઉ પણ સંશોધકો વારંવાર ચંદ્ર પરથી હિલિયમ-૩નો જથ્થો પૃથ્વી પર લઈ આવવાનો પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે. ચંદ્ર પરથી હિલિયમનો જથ્થો પૃથ્વી પર લાવવો અઘરો છે, પરંતુ સાવ અશક્ય નથી. અગાઉ અમેરિકાએ સમાનવ-પ્રવાસ યોજ્યા હતા એવા કોઈ પ્રવાસ દ્વારા હિલિયમની આયાત કરી શકાય એમ છે. 

સરકાર આજે લોન્ચ કરશે 125 રૂપિયાનો સિક્કો


ભારત સરકાર આજે 125 રુપિયાનો સિક્કો લોન્ચ કરવા માટે જઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુના હસ્તે આ સિક્કો ચલણમાં મુકવામાં આવશે.
આ સિક્કો સરકારે મહાન સ્ટેટેસ્ટિશિયન અને વૈજ્ઞાનિક પ્રશાંતચંદ્ર મહાલનોબિસની યાદીમાં બહાર પાડવાનુ નક્કી કર્યુ છે. આ પ્રસંગે 5 રૂપિયાનો નવો સિક્કો પણ ઉપરાષ્ટ્રપતિના હસ્તે બહાર પડાશે.
પ્રશાંતચંદ્ર મહાલનોબિસની 125મી જન્મજયંતિ નિમિત્તે સરકારે તેમને આ સન્માન આપવાનુ નક્કી કર્યુ છે. પ્રશાંચંદ્રની યાદમાં તેમના જન્મદિવસ 29 જૂનને સ્ટેસ્ટિકલ ડે તરીકે ઉજવવામાં આવે છે.
દેશમાં વસતી ગણતરી તથા અન્ય સર્વ કરનારી સંસ્થા ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના પ્રશાંતચંદ્ર મહાલનોબીસે કરી હતી

ભારતના મહાન આંકડાશાસ્ત્રીય પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનું Google Doodle

 



- ભારતનાં મહાન આંકડાશાસ્ત્રીય અને વૈજ્ઞાનિક પ્રશાંતચંદ્ર મહાલનોબિસની 125મી જન્મજયંતી પર ગુગલ ડૂડલ

આંકડાશાસ્ત્રનાં ક્ષેત્રમાં તેમના અદ્વિતીય યોગદાન બદલ આજે તેમણે યાદ કરવામાં આવે છે.
પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનો જન્મ 29 જૂન આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તેમના જન્મ દિવસ પર જાણીએ 10 અજાણી વાતો
1. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનો જન્મ 29 જૂન 1893 કલકતામાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બ્રાહ્મો બોય્ઝ સ્કૂલ કલકતામાં થયું
2. 1993માં તેમણે કૈંમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભૌતિક અને ગણિત બન્ને વિષયની ડિગ્રી મેળવી.તેઓ ત્યાં એક માત્ર ભૌતિકવિજ્ઞાની હતા જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હોઈ.
3.કેમ્બ્રિજ છોડ્યા પછી તેઓ પ્રેસિડેંસી કોલેજ કલકતામાં જોડાઈ ગયા જ્યાં તેમણે આંકડાશાસ્ત્ર ભણવાની શરૂઆત કરી.
4. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસએ પ્રેમાથા નાથ બેનર્જી,નિખિલ રંજન સેન અને આરએન મુખર્જી સાથે મળીને 17 ડિસેમ્બર 1931માં Indian Statistical Institute ની સ્થાપના કરી.
5. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસને પંચવર્ષિય યોજના માટે તૈયાર કરેલ ડ્રાફ્ટને કારણે પણ ઓળખવામાં આવે છે.
6. 1949નાં મંત્રીમંડળમાં આંકડાશાસ્ત્રીય સલાહકાર બન્યાં.તેમણે ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા વધારવા તથા બેરોજગારી ખતમ કરવાના સરકારનાં મુખ્ય ઉદેશ્યને પૂર્ણ કરવાની યોજનાનું મોડેલ તૈયાર કર્યુ.
7. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસને અંતરની જાણકારી પ્રાપ્ત કરવામાં મહારથ હાંસલ કરેલ હતી.
8. પ્રશાંતચન્દ્ર મહાલનોબિસ સેંપલ સર્વેનો કન્સેપ્ટ લાવ્યા હતાં. જેના આધારે આજે મોટી મોટી યોજનાઓ બનાવવામાં આવે છે.
9. 1968માં મહાલનોબિસને પદ્મ વિભૂષણ આપી સન્માનિત કરાયા.
10. 28 જૂન 1972માં મહાન આંકડાશાસ્ત્રીય પ્રશાંતચન્દ્ર મહાલનોબિસનું અવસાન થયું.

રાષ્ટ્રપતિએ સોલર ચરખા મિશન લોન્ચ કર્યું

President Ram Nath Kovind

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌર ચર્ખા મિશન શરૂ કર્યું છે. આ મિશનમાં સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં હજારો કારીગરોને 550 કરોડની સબસીડી આપશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉપલબ્ધ થશે. આ મિશન MSME (Micro Small and Medium Enterprise ) દિવસના પ્રસંગે (27 મી જૂનના રોજ નિરીક્ષણ) ઉદયમ સંગમ (રાષ્ટ્રીય એમએસએમઇ કોન્ક્લેવ) ના કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ મિશન હેઠળ, મંત્રાલય નાના  અને મધ્યમ ઉધ્યોગોને ઉત્તર-પૂર્વ સહિતના સમગ્ર દેશમાં 50 જેટલા ક્લસ્ટર્સને આવરી લેશે અને દરેક ક્લસ્ટર 400 થી 2000 કલાકારોને રોજગારી આપશે. તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર પેદા કરવાનો છે અને અર્થતંત્રમાં યોગદાન આપવાનો છે. તે સમગ્ર ઉદ્દેશ્યમાં સમગ્ર દેશમાં પાંચ કરોડ મહિલાઓને જોડવાનો છે. આ મિશનથી પ્રથમ બે વર્ષમાં એક લાખ નોકરીઓ ઉદભવવાની સંભાવના છે.