રવિવાર, 28 ઑક્ટોબર, 2018

વેલી ઓફ ફ્લાવર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાનમાં વધારો કરશે





નર્મદા નદીના કિનારે ફુલોના મેઘધનુષી રંગોનું નઝરાણું


૧૦૦થી વધુ પ્રજાતિના ફૂલ પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

 

વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારતભરના પ્રવાસીઓ માટે આકર્ષણરુપ બની રહેશે.તેમાં ય વેલી ઓફ ફ્લાવર્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની શોભામાં અભિવૃધ્ધિ કરશે.નર્મદા વેલીના બંન્ને કિનારે ૧૭ કિમીના વિસ્તારમાં રંગબેરંગી ફુલો લહેરાશે.

વેલી ઓફ ફ્લાવર્સમાં પીળો-લાલ ગરમાળો,સફેજૉદ ચંપો, ખાખરો,પોંગારો,ગલતારો,ટેકોમા,બોગનવેલિયા,નેરિયમ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્વોલિસીસ,વડેલીયા,આલામન્ડા કેથટીકા અને વાસની વેલોનુ ય વાવેતર કરવામાં આવ્યુ છે. ઘાસની રંગીન પ્રજાતિ ફ્લાવર્સ ઓફ વેલીને વધુ સુંદરતા બક્ષશે. ગલગોટા,કેન્ડુલા,સૂર્યમુખી અને વિન્કા જેવા રંગીન ફુલોના અંદાજે ૧૦૦ જેટલી પ્રજાતિના ફુલો અંહી પ્રવાસીઓને જોવાનો લ્હાવો મળશે.

પ્રથમ તબક્કે વેલી ઓફને ૨૫૦ હેક્ટર વિસ્તારમાં બનાવાઇ છે ત્યાર બાદ ધીરે ધીરે ૩ હજાર હેક્ટરમાં આ વેલીને આવરી લેવાશે.૩૨,૫૦૦ ચો.મી વિસ્તારમાં ટપક સિંચાઇ વિસ્તાર દ્વારા આવરી લેવામાં આવનાર છે. ફલાવર્સ ઓફ વેલીમાં કમળ-પોયળીથી સુંદર બે તળાવોનું ય નિર્માણ કરવામાં આવ્યુ છે. આમ,ફ્લાવર્સ ઓફ વેલી પ્રવાસીઓ કુદરત સાથે નૈસર્ગિંક તાલમેલ સાધી શકે તે માટે નિર્માણ કરાઇ છે.

ફલાવર્સ ઓફ વેલીમાં એડવેન્ચર પાર્ક,સેલ્ફી વિથ સ્ટેચ્યૂ,સરદાર ગાર્ડન,ગાર્ડન ઓફ ફાઇવ સેન્સ પ્રવાસીના આનંદમાં ઉમેરો કરશે.
જાપાન: શિન્ઝો એબેને મળ્યા PM મોદી, 13મી ભારત જાપાન રાષ્ટ્રીય સમિટમાં ભાગ લેશે




PM મોદી બે દિવસીય પ્રવાસ પર જાપાન પહોચ્યા છે. ત્યાં તેઓ 13મી ભારત અને જાપાન રાષ્ટ્રીય સમિટમાં ભાગ લેશે. પરંતુ PM મોદીની મુલાકાત શિન્ઝો આબે સાથે થઈ ગઈ છે. બન્ને ટોક્યોના માઉન્ટ ફુજી હોટેલમાં મળ્યા હતા.

શનિવારે ટાક્ટો પહોચંતા ભારતીય સમુદાયના લોકોએ PM મોદીનું સ્વાગત કર્યું હતુ. બીજી વાર PM મોદી જાપાનની યાત્રા પર છે. 

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ટોક્યો પહોચી ગયો છુ. હું ખાતરી આપુ છું કે આ યાત્રા ભારત અને જાપાનના મજબૂત સંબંધોમાં નવા અધ્યાય જોડશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે શિન્ઝો આબેની સાથે 13માં વાર્ષિક સમ્મેલનમાં ટોક્યો પોહચતા PMમોદીનું સ્વાગત કર્યું છે. જાપાન એ દેશોમાં છે જેની સાથે ભારત વાર્ષિક સમ્મેલન કરે છે. 

 

ભારતીય રેલવેને મળ્યુ અત્યાર સુધીનુ સૌથી ઝડપી એન્જિન


 

ભારતની ટ્રેનો માટે એન્જિન બનાવનાર ચિતરંજન લોકોમેટિવ વર્કસ દ્વારા ભારતીય રેલ્વેને અત્યાર સુધીનુ સૌથી ઝડપી એન્જિન બનાવીને સોંપી દેવાયુ છે. આ એન્જિન પ્રતિ કલાક 200 કિમીની ઝડપતી દોડી શકે છે.

એન્જિનમાં ડ્રાઈવરની સગવડ અને સુરક્ષાનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. પહેલુ એન્જિન ગાઝીયાબાદ મોકલવામાં આવ્યુ છે. તેનો ઉપોયગ રાજધાની, શતાબ્દિ અને ગતિમાન એક્સપ્રેસ જેવી ટ્રેન માટે કરવામાં આવે તેવી સંભાવના છે.

એવી આશા છે કે ઝડપી એન્જિનથી મુસાફરીનો સમય ઘટશે. નવા એન્જિનમાં સીસીટીવી કેમેરા તેમજ વિમાનની જેમ કોકપીટ વોઈસ રેકોર્ડર પણ લગાવવામાં આવ્યુ છે. જેમાં 90 દિવસ સુધીની વાતચીત રેકોર્ડ થઈ શકશે.

13 કરોડના ખર્ચ બનેલા એન્જિનમાં ઓછી વીજળી વપરાય તે પ્રકારની નેક્સટ જનરેશન રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ થયો છે.