શુક્રવાર, 26 મે, 2017

ભારતના બે શાંતિ સૈનિકોને મરણોત્તર સંયુક્ત રાષ્ટ્ર મેડલ એનાયત થયો



સંયુક્ત રાષ્ટ્ર તરફથી શાંતિ સેનાનીઓને અપાતા પ્રતિષ્ઠિત શૌર્ય ચંદ્રકોમાં ભારતના બે શાંતિ સૈનિકોને પણ મરણોપરાંત ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. કુલ ૧૧૭ સેના, પોલીસ અને નાગરિકોનું સન્માન થયુ. તે પૈકી ભારતના બે જવાનને પણ આ સન્માન અપાવામાં આવ્યું હતુ.


રાઈફલમેન બ્રિજેશ થાપા સંયુક્ત રાષ્ટ્રના 'ઓર્ગેનાઈઝેશન સ્ટેબીલાઈઝેશન મિશન' હેઠળ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફરજ બજાવતા હતા. 

પ્રિવાતે રવિકુમાર સંયુક્ત રાષ્ટ્રના લેબેનોનમાં મુકાયેલા દળમાં મુકાયેલા હતા. તેમને ડેગ હેમર્સક ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા. 
તેમને આ સન્માન સંયુક્ત રાષ્ટ્રના ૨૪મી મેએ ઉજવાનારા ઈન્ટરનેશનલ ડે એ આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યો.

વિશ્વમાં ૭૧ સ્થળે શાંતિ સ્થાપવાની કાર્યવાહી ચાલી રહી છે. તેમાંના ૫૦ શાંતિ માટેના કાર્યક્રમોમાં ભારતીય જવાનો ફરજ બજાવે છે. જેમાં ભારતના આશરે બે લાખ જવાનો ફરજ બજાવે છે. છેલ્લા છ દાયકાથી આ ફરજ આપણા જવાનો બજાવી રહ્યાં છે. વર્તમાન ૧૬ મિશન પૈકી ૧૩ મિશનમાં ભારતીય સેના ફરજ બજાવે છે. આમ શાંતિ સ્થાપન માટે સૌથી વધુ સૈનિકો પુરા પાડનાર દેશ ભારત છે. જેમાં ૧૬૮ જવાનોએ પોતાની ફરજ બજાવતા પોતાના પ્રાણ પાથર્યા હતા. જેમાંના તેમાં આ બે જવાનોનો પણ સમાવેશ થાય છે જેમણે સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ ફરજ બજાવતા બલીદાન આપ્યું હતું.

Anurag Tripathy Appointed As CBSE Secretary

Anurag Tripathy was appointed as the secretary of the Central Board of Secondary Education (CBSE) on 25th may.
Tripathy, a 1998 batch officer of Indian Railway personnel Service (IRPS), has been appointed to the post for a period of five years, an order issued by Department of Personnel and Training (DoPT) said.

The CBSE is a national school education board.

Centre bans sale of cows for slaughter at animal markets, brings restrictions on cattle trade


The environment ministry has put banned on the sale of cattle at animal markets for the purpose of slaughter - a move that's expected to have huge repercussions on the beef export by the country. Cattle buyers will now have to give an undertaking that the animals are not for slaughter and the market committees will have to check the buyers' bonafides and keep records of sale. The records should be preserved for six months. According to new rule for six months cattle buyers cannot sell the animals outside the state without permission.

The central regulation for cattle business notified this week allows only farmland owners to trade at animal markets. The notification covers bulls, bullocks, cows, buffalos, steers, heifers and calves, as well as the camel trade.


There is no ban on beef in Arunachal Pradesh, Mizoram, Meghalaya, Nagaland, Tripura and Sikkim. While cow slaughter was banned in 1939 in Manipur, which at the time was a princely state, beef is now widely consumed by its people.


Google’s Rajan Anandan Appointed as Chairman of IAMAI
Google’s Rajan Anandan Appointed as Chairman of IAMAI

Rajan Anandan, Google’s vice-president for South East Asia and India, has been appointed as a new chairman of IAMAI (Internet and Mobile Association of India).
He will take over from FreeCharge’s co-founder and chief executive officer Kunal Shah. MakeMyTrip chairman & Group CEO Deep Kalra has taken over as vice-chairman from music app Saavn co-founder and president Vinodh Bhat;
Facebook’s managing director - India & South Asia, Umang Bedi has been elected as the new treasurer of the association,
Subho Ray continues to be the president.

The tenure of the new council is for two years.
ગુગલ કમ્પ્યુટરે સૌથી અઘરી ગેમ 'ગો'ના વૈશ્વિક ચેમ્પિયનને હરાવ્યો



આપણી ચેસ જેવી ચીનમાં 'ગો' નામની ગેમ પ્રખ્યાત છે. ચીન-જાપાન-તાઈવાન જેવા દેશોમાં રમાતી ગોની ગણતરી પૃથ્વી પરની સૌથી કપરી ગેમમાં થાય છે. 

ઈંગ્લેન્ડમાં જેમ ક્રિકેટનું મહત્ત્વ છે, એમ આ દેશોમાં ગોનું મહત્ત્વ છે. અઢી હજાર વર્ષથી એ ગેમ રમાતી આવે છે. 

આ ગેમ રમવા માટે તીવ્ર બુદ્ધિ અને અત્યંત શાર્પ દીમાગની જરૂર પડે. 

માટે ગુગલે ડીપમાઈન્ડ આલ્ફાગો નામે  એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે. આ પ્રોગ્રામનું કામ ગો ગેમના ચેમ્પિયનો સામે રમવાનું અને પોતાની બુદ્ધિ તપાસવાનું છે.


નરેન્દ્ર મોદી સરકાર આજે ૩ વર્ષ પુર્ણ કરવા જઈ રહી છે.


આજે એટલેકે ૨૦૧૪ની ૨૬મી મેના દિવસે નરેન્દ્ર મોદી સરકાર વર્ષ પુર્ણ કરવા જઈ રહી છે. ૨૦૧૪ની ૨૬મી મેના દિવસે સત્તા સંભાળ્યા પછી મોદી સરકારે ન્યુ ઈન્ડિયાનું સપનું લોકો સમક્ષ રજૂ કર્યું હતું

મોદી સરકારના મહત્ત્વના નિર્ણયો:
સરકારે કાળા નાણાને રોકવા માટે નોટબંધી જેવુ હિંમતભર્યું પગલું ભર્યું હતુ,
જીએસટી દાખલ કરવાની શરૂઆત કરીને દેશનું કરમાળખું સરળ કરવાની દિશામાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન માટે સ્ટાર્ટ-અપ, મેક ઈન ઈન્ડિયા જેવી સ્કીમો રજૂ કરી હતી.




વડાપ્રધાન ઢોલા-સાદિયા પુલનું ઉદઘાટન કર્યું...



વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા બ્રિજનું - ઢોલા-સાદિયા લોકાર્પણ કરશે. આ પુલને મહાન સંગીતકાર ભૂપેન હજારિકાનું
નામ આપવામાં આવ્યુ છે.
નેશનલ એવોર્ડ, દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત. રૂદાલીના દિલ હૂં હૂં કરે ગીતથી અપાર લોકચાહના મેળવનાર આસામી સંગીતકાર હતા. ભૂપેન હજારિકાનો જન્મ 8મી સપ્ટેમ્બર 1926ના દિવસે આસામમાં થયો હતો. અને તેમનું મૃત્યુ 5નવેમ્બર 2011માં થયુ હતુ.


વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે :

ઢોલા-સાદિયા પુલનું ઉદ્ઘાટન કરશે
ગૌવહાટી પાસે આવેલ ચંગસરીમાં ઓલ ઈન્ડિયા ઈંન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયાન્સનો પણ પાયો મૂકશે.
ગોમુખમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ 12 એપ્રિલની દિલ્હીની મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા ત્યારે મે મહિનામાં બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ આપ્યું હતું. ખાસ વાત એ છે કે, 26 મે ના રોજ મોદી સરકારને ત્રણ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે જ આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ભાગરૂપે બ્રિજનું ઉદઘાટન થઈ રહ્યું છે.

ઢોલા-સાદિયા પુલ:
આ પુલ બ્રહ્મપુત્ર નદીના દક્ષિણી તટ પર સ્થિત ઘોલાના ઉત્તરી તટ પર આવેલા સાદીયાના જોડશે. 9.15 કિલોમીટર લાંબો આ પુલ મુંબઈ સ્થિત પ્રસિદ્ધ બાંદ્રા-વર્લી સી લિંક (5.6 કિલોમીટર) થી પણ 30 ટકા વધુ લાંબો છે, આ પુલના બનવાથી પૂર્વી અરુણાચલપ્રદેશમાં સંચાર સુવિધા વધુ સારી થશે.


આ પુલનો સૌથી મોટો લાભ ભારતીય સેનાને થશે. પુલ સેનાના આસામથી અરુણાચલ સ્થિત ભારત-ચીન સીમા સુધી પહોંચવામાં ત્રણથી ચાર કલાક ઓછા થઈ જશે. આ સીમા પર ભારતની કિબિથુ, વાલોન્ગ અને ચાગલગામ સૈન્યની ચોકીઓ છે. આ
પુલને કારણે પેટ્રોલ અને ડીઝલમાં દસ લાખ રૂપિયા સુધીની બચત થશે.