શુક્રવાર, 26 મે, 2017

વડાપ્રધાન ઢોલા-સાદિયા પુલનું ઉદઘાટન કર્યું...



વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા બ્રિજનું - ઢોલા-સાદિયા લોકાર્પણ કરશે. આ પુલને મહાન સંગીતકાર ભૂપેન હજારિકાનું
નામ આપવામાં આવ્યુ છે.
નેશનલ એવોર્ડ, દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત. રૂદાલીના દિલ હૂં હૂં કરે ગીતથી અપાર લોકચાહના મેળવનાર આસામી સંગીતકાર હતા. ભૂપેન હજારિકાનો જન્મ 8મી સપ્ટેમ્બર 1926ના દિવસે આસામમાં થયો હતો. અને તેમનું મૃત્યુ 5નવેમ્બર 2011માં થયુ હતુ.


વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે :

ઢોલા-સાદિયા પુલનું ઉદ્ઘાટન કરશે
ગૌવહાટી પાસે આવેલ ચંગસરીમાં ઓલ ઈન્ડિયા ઈંન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયાન્સનો પણ પાયો મૂકશે.
ગોમુખમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ 12 એપ્રિલની દિલ્હીની મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા ત્યારે મે મહિનામાં બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ આપ્યું હતું. ખાસ વાત એ છે કે, 26 મે ના રોજ મોદી સરકારને ત્રણ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે જ આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ભાગરૂપે બ્રિજનું ઉદઘાટન થઈ રહ્યું છે.

ઢોલા-સાદિયા પુલ:
આ પુલ બ્રહ્મપુત્ર નદીના દક્ષિણી તટ પર સ્થિત ઘોલાના ઉત્તરી તટ પર આવેલા સાદીયાના જોડશે. 9.15 કિલોમીટર લાંબો આ પુલ મુંબઈ સ્થિત પ્રસિદ્ધ બાંદ્રા-વર્લી સી લિંક (5.6 કિલોમીટર) થી પણ 30 ટકા વધુ લાંબો છે, આ પુલના બનવાથી પૂર્વી અરુણાચલપ્રદેશમાં સંચાર સુવિધા વધુ સારી થશે.


આ પુલનો સૌથી મોટો લાભ ભારતીય સેનાને થશે. પુલ સેનાના આસામથી અરુણાચલ સ્થિત ભારત-ચીન સીમા સુધી પહોંચવામાં ત્રણથી ચાર કલાક ઓછા થઈ જશે. આ સીમા પર ભારતની કિબિથુ, વાલોન્ગ અને ચાગલગામ સૈન્યની ચોકીઓ છે. આ
પુલને કારણે પેટ્રોલ અને ડીઝલમાં દસ લાખ રૂપિયા સુધીની બચત થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો