Monday, 16 July 2018

વિશ્વની સૌથી ઝડપી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ


વિશ્વની સૌથી ઝડપી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ


- બ્રહ્મોસ ભારત અને રશિયા દ્વારા વિકસિત કરવામાં આવેલી સૌથી આધુનિક મિસાઈલ સિસ્ટમ


ઓરિસ્સાના ચાંદીપુરમાં આજે સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મમોસનું પરીક્ષણ કરવામાં આવ્યુ.
આ પરીક્ષણનો હેતુ બ્રહ્મોસ મિસાઈલની એક્સપાયરી વધારવાનો હતો. તેને દસ વર્ષ કરતા વધારીને 15 વર્ષ સુધી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
બ્રહ્મોસ ભારત અને રશિયા દ્વારા વિકસિત કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી આધુનિક મિસાઈલ સિસ્ટમ છે અને તેને ભારતને મિસાઈલ ટેકનોલોજીમાં અગ્રણી દેશ બનાવી દીધો છે.
બ્રહ્મોસને ભારતના DRDO અને રશિયાની NPOMએ સંયુક્ત રીતે વિકાસ કર્યો છે. આ મિસાઈલ અવાજ કરતા પણ ઝડપી સ્પીડમાં ઉડાણ ભરે છે. આ પરીક્ષણથી સશસ્ત્ર સેના વધારે સમય સુધી તેનો ઉપયોગ કરી શકશે.
બ્રહ્મમોસને પનડુબ્બી, જહાજ તથા વિમાનથી અથવા જમીનથી પણ છોડી શકાય છે. બ્રહ્મોસના સમુદ્ર તથા થલ સંસ્કરણોનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેને ભારતીય સેના અને નૌસેનાને સુપરત કરવામાં આવ્યું છે. બ્રહ્મોસ એક સુપરસોનિક ક્રૂઝ પ્રક્ષેપાસ્ત્ર છે. ક્રૂઝ મિસાઈલ તેને કહેવામાં આવે છે જે ઓછી ઉંચાઈ પર ઝડપથી ઉડાણ ભરી શકે.
બ્રહ્મોસનું નામ ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મસ્કવા નદી પર રાખવામાં આવ્યું છે. રશિયા આ પરિયોજનામાં મિસાઈલ ટેકનોલોજી ઉપલબ્ધ કરવા જઈ રહ્યુ છે અને ઉડાણ દરમિયાન માર્ગદર્શન કરવાની ક્ષમતા ભારત દ્વારા વિકસિત કરવામાં આવી છે.
મિસાઈલ ટેકનોલોજીની દુનિયામાં કોઈ પણ મિસાઈલની ઝડપી ગતિના મામલામાં બ્રહ્મોસની બરાબરી કરી શકે તેવી કોઈ મિસાઈલ નથી. તેની ખાસિયત જ તેને દુનિયાની ઝડપી મિસાઈલ બનાવે છે.