મંગળવાર, 28 નવેમ્બર, 2017

હૈદરાબાદ પહોંચ્યા PM મોદી, મેટ્રો રેલ્વેનું ઉદ્દઘાટન કરશે

- મેટ્રોના ઉદ્દઘાટન બાદ પીએમ GE સમિટમાં સામેલ થશે

- સાંજે અમેરિકન રાષ્ટ્રપતિની પુત્રી ઇવાન્કા સાથે મુલાકાત કરશે


હૈદરાબાદ પહોંચ્યા PM મોદી,  મેટ્રો રેલ્વેનું ઉદ્દઘાટન કરશે 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું ઉદ્દઘાટન કરશે. જેનું ઑપરેટિંગ 29 નવેમ્બરથી શરૂ થશે. પહેલા તબક્કામાં નાગોલે અને મિયાપુર વચ્ચે 30 કિલોમીટર લાંબી મેટ્રો રેલ્વે સેવાની શરૂઆત થશે. આ માર્ગમાં કુલ 24 સ્ટેશન હશે. મેટ્રોનું ઉદ્ધઘાટન કર્યા બાદ પીએમ GE સમિટમાં સામેલ થશે જ્યાં તેઓ અમેરિકન રાષ્ટ્રપતિની પુત્રી ઇવાન્કા સાથે મુલાકાત કરશે. 
 
આ દરમિયાન પીએમ મેટ્રોમાં મુસાફરી પણ કરશે, તેમની સાથે તેલગાંણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ મિયાપુરથી કુકતપલ્લી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. શરૂઆતમાં મેટ્રો સવારે 6 કલાકથી રાત્રે 10 કલાક સુધી ચાલશે. મુસાફરોની સંખ્યા અને માંગણીને જોતા મેટ્રોનો સમય સવારે સાડા પાંચથી રાત્રે 11 કલાક સુધી કરવામાં આવશે. તમામ ટ્રેનમાં શરૂઆતમાં 3 ડબ્બાનો કોચ રહેશે. મુસાફરોની સંખ્યાના આધારે ડબ્બાની સંખ્યા વધારીને છ કરવામાં આવશે. 
 
તેલગાંણાના માહિતી ટેકનોલોજી મંત્રી કેટી રામા રાવે જણાવ્યું જે તેલગાંણા રાજ્ય માર્ગ પરિવહન નિગમ ટીએસઆરટીસી મેટ્રો માટે ફીડર સેવાઓ પણ શરૂ કરશે. એલએન્ડટી મેટ્રો રેલ્વે હૈદરાબાદ લિમિટેડે હૈદરાબાદ મેટ્રો માટે શનિવારે ભાડા માટેની માહિતી આપી. બે કિલોમીટર માટે ન્યૂનતમ ભાડું 10 રૂપિયા અને 26 કિલોમીટરથી વધારે અંતર માટે મહત્તમ ભાડું 60 રૂપિયા રહેશે.