Monday, 5 March 2018


નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા

- ફાઈનલમાં જાપાનની મીયા ઇમાઈને ૯-૧થી હરાવી : ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ સાક્ષી મલિકે બ્રોન્ઝ જીત્યો.કિર્ગીસ્તાનના બિશ્કેકમાં ચાલી રહેલી એશિયન કુસ્તીમાં ભારતની નવજોત કૌરે મહિલાઓની ૬૫ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. તેણે ફાઈનલમાં જાપાનની મીયા ઈમાઈને  ૯-૧ના અંતરથી સજ્જડ પરાજય આપ્યો હતો. મહત્વની બાબત એ પણ છે કે, હાલમાં ચાલી રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં નવજોતનો ગોલ્ડ ભારતનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ બની રહ્યો છે.

રિયો ઓલિમ્પિકમાં ભારતની બ્રોન્ઝ મેડાલીસ્ટ કુસ્તીબાજ સાક્ષી મલિકે એશિયન કુસ્તીમાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મહિલાઓની ૬૨ કિગ્રા વજન વર્ગમાં સાક્ષીએ આ સફળતા મેળવી હતી. આ સાથે ભારતે એશિયન કુસ્તીમાં કુલ એક ગોલ્ડ, એક સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.No comments:

Post a comment