Tuesday, 8 January 2019

નોર્વેના પ્રધાનમંત્રી ઈરના સોલબર્ગ ભારતની મુલાકાતે
·        
    
નોર્વેના પ્રધાનમંત્રી ઈરના સોલબર્ગ ત્રણ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. 

તેમના પ્રવાસ દરમિયાન તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિવિધ મુદ્દે વાતચીત કરશે.


ઓસ્ટ્રેલિયાની ધરતી પર 7 દાયકા બાદ ભારતીય ટીમનો ટેસ્ટ સિરીઝમાં વિજય

Image result for india-vs-australia-virat-kohli-leads-india-to-first-ever-test-series-win-in-australia
-     સિડની ખાતેની ટેસ્ટમાં 322 રનની સરસાઈ સાથે ભારતીય ટીમે 2-1થી શ્રેણી અંકે કરી - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ટીમ ઇન્ડિયાને વિજયની શુભેચ્છાઓ પાઠવી.
ભારતે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો છે. આજે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 70 વર્ષમાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતી છે. સિડનીમાં ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરાઈ છે અને ભારતે વર્તમાન ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી લીધી છે.
આ ટેસ્ટ શ્રેણી દરમિયાન 521 રન ફટકારનાર ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો છે. ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા ટીમનો પ્રથમ દાવ 300 રને પુરો થતા ભારતને 322 રનની સરસાઈ મળી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ ફોલોઓન થઈ હતી. તેમણે બીજા દાવમાં વિના વિકેટે છ રન બનાવ્યા હતા, પણ ઝાંખા પ્રકાશના કારણે ચોથા દિવસની રમત રોકવી પડી હતી.
ટેસ્ટ મેચના પાંચ દિવસે આજે વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી ન હતી અને આ મેચ ડ્રો રહેવા સાથે ભારતીય ટીમે, શ્રેણી જીતી લીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરાટ કોહલી અને ભારતીય ટીમના સભ્યોને આ ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.