શનિવાર, 29 એપ્રિલ, 2017

કમ્પ્યુટરના વિકાસમાં જનરેશન
૧૯૪૦માં કમ્પ્યુટરનો ઉપયોગ વધવા લાગ્યો તેની રચનામાં અનેક ફેરફારો થયા છે. તેની રચના પ્રમાણે તેને જનરેશનમાં વહેંચાયા છે.

- પ્રથમ જનરેશન (૧૯૪૦-૧૯૫૬)
પ્રથમ જનરેશન ના કમ્પ્યુટરોમાં સર્કિટ માટે વેકયૂમ ટયૂબ હતી. ડેટા સ્ટોર માટે પંચ કાર્ડ અને રોટેટિક મેગનોટિક ડ્રમ વપરાતું. આ કમ્પ્યુટર એક રૂમ રોકે એવા મોટા હતાં. અને ચાલે ત્યારે ખૂબ જ ગરમ થતાં.

- બીજી જનરેશન(૧૯૫૯-૧૯૬૩)
બીજી જનરેશન ના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટર વપરાયા. ટ્રાન્ઝિસ્ટરની શોધ ૧૯૪૯માં થઈ હતી પરંતુ કમ્પ્યુટરમાં તે મોડેથી ઉમેરાયા. ટ્રાન્ઝિસ્ટરને કારણે કમ્પ્યુટર નાના કદનાં બન્યા અને ઓછી ઊર્જા વાપરતા. બીજી જનરેશનમાં જ બાઈનરી લેંગ્વેજનો (0,1) ઉપયોગ થયો. કોબોલ અને ફોર્ટ્રાન લેગ્વેજ વિકાસ પામી.

- ત્રીજી જનરેશન (૧૯૬૪-૧૯૭૧)
ત્રીજી જનરેશન ના કમ્પ્યુટરમાં ઇન્ટીગ્રેટેડ સર્કિટ(IC)નો ઉપયોગ થયો. પંચકાર્ડને બદલે કી બોર્ડ અને આઉટપૂટ માટે મોનિટર ઉમેરાયા. આ પેઢીના કમ્પ્યુટર નાના કદના અને લોકોને ઉપયોગી થવા લાગ્યા

- ચોથી જનરેશન (૧૯૭૧ પછી)
૧૯૭૧માં ૪ બીટનું પ્રથમ માઇક્રોપ્રોસેસ્ટ બન્યા પછી આંગળીના ટેરવા પર સમાય તેવડી ચીપથી ચાલતા કોમ્પ્યુટર બન્યા. હજારો ઇન્ટીગ્રેટેડ સર્કીટનું કામ નાનકડી માઈક્રોચિપે સંભાળી લીધું. આ નાનકડા કમ્પ્યુટર શક્તિશાળી અને એકબીજા સાથે જોડી શકાય તેવા બન્યા. ઇન્ટરનેટ સરળ બન્યું.


    જાણવા જેવું...


    • માનવ શરીરનો સૌથી લાંબો કોષ મોટર ન્યુરોન ૪ ફૂટ લાંબો હોય છે. તે કરોડરજ્જુથી પગના અંગૂઠા સાથે જોડાયેલો હોય છે.
    • કાતરની શોધ લિયોનાર્ડો દ વિન્સીએ કરેલી.
    • કોઈપણ સમયે પૃથ્વી પર ક્યાંકને ક્યાંક વાવાઝોડું ચાલુ જ હોય છે.
    • હરિકેન સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. ત્રણ હરિકેનની શક્તિ એટલે પૃથ્વી પરના તમામ અણુશસ્ત્રોની શક્તિ.
    • ચંદ્ર પૃથ્વીથી દરરોજ થોડો દૂર થતો જાય છે. ૮ કરોડ વર્ષ પહેલાં ચંદ્ર પૃથ્વીની સપાટીથી ૩૫ ફૂટની ઊંચાઈએ પ્રદક્ષિણા કરતો હતો.
    • અવકાશમાં અવકાશયાત્રીઓ રડી શકતા નથી. ગુરુત્વાકર્ષણના અભાવે આંસુ વહી શકે નહીં.
    • આકાશમાં ઘૂમરાતું મધ્યમ કદનું ક્યુમ્બુલસ વાદળ લગભગ ૮૦ હાથીના વજન જેટલું પાણી વરસાવે છે.
    • જમ્બો જેટની પેટ્રોલની ટાંકીમાં સમાતો કુલ જથ્થો એક કારને પૃથ્વીની ચાર વખત પ્રદક્ષિણા કરાવી શકે તેટલો હોય છે.
    • ક્વીન એલિઝાબેથ નામનું જંગી જહાજ પાંચ લીટર પેટ્રોલ બાળે ત્યારે માંડ છ ઈંચ આગળ વધે છે.
    • સાપ સંપૂર્ણ માંસાહારી છે તે કદી વનસ્પતિ ખાતા નથી.

    આંતરરાષ્ટ્રીય રેડક્રોસ - વિશ્વનું સૌથી મોટું માનવતા લક્ષી અભિયાન...
    Image result for red cross icon
    ·         રેડક્રોસ માં ૧૮૬ દેશો સભ્ય છે.
    ·          હેન્રી ડૂમાન નામના સ્વિસ બેન્કના માલિકે યુધ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે રેડ ક્રોસની સ્થાપના કરેલી. તેમણે સ્વિટજર્લેન્ડના રાષ્ટ્રધ્વજની વિપરીત એવી લાલ ચોકડીનું પ્રતીક રાખ્યું.
    ·          રેડક્રોસ વિશ્વમાં ગમે ત્યાં યુધ્ધ મેદાન પર ઘાયલ સૈનિકોની નિષ્પક્ષ સેવા કરે છે
    ·          રેડક્રોસના વાહન પર કોઈ હુમલો કરી શકતું નથી.
    ·         ઇ.સ. ૧૮૬૩માં જીનીવામાં રેડક્રોસની સ્થાપના થયેલી.
    ·          રેડકોસના સ્થાપક સહિત સંસ્થાને સૌથી વધુ ચાર વખત નોબેલ શાંતિ એવોર્ડ એનાયત થયા છે.
    ·         રેડક્રોસ ભૂકંપ, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતોમાં પણ લોકોને મદદ કરવા પહોંચી જાય છે.

    ·         રેડક્રોસના કુદરતી આફતમાં મદદરૃપ થતી IFRC સંસ્થામાં નવ કરોડથી વધુ કર્મીઓ, સ્વયંસેવકો અને કાર્યકરો છે.