શનિવાર, 29 એપ્રિલ, 2017

કમ્પ્યુટરના વિકાસમાં જનરેશન
૧૯૪૦માં કમ્પ્યુટરનો ઉપયોગ વધવા લાગ્યો તેની રચનામાં અનેક ફેરફારો થયા છે. તેની રચના પ્રમાણે તેને જનરેશનમાં વહેંચાયા છે.

- પ્રથમ જનરેશન (૧૯૪૦-૧૯૫૬)
પ્રથમ જનરેશન ના કમ્પ્યુટરોમાં સર્કિટ માટે વેકયૂમ ટયૂબ હતી. ડેટા સ્ટોર માટે પંચ કાર્ડ અને રોટેટિક મેગનોટિક ડ્રમ વપરાતું. આ કમ્પ્યુટર એક રૂમ રોકે એવા મોટા હતાં. અને ચાલે ત્યારે ખૂબ જ ગરમ થતાં.

- બીજી જનરેશન(૧૯૫૯-૧૯૬૩)
બીજી જનરેશન ના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટર વપરાયા. ટ્રાન્ઝિસ્ટરની શોધ ૧૯૪૯માં થઈ હતી પરંતુ કમ્પ્યુટરમાં તે મોડેથી ઉમેરાયા. ટ્રાન્ઝિસ્ટરને કારણે કમ્પ્યુટર નાના કદનાં બન્યા અને ઓછી ઊર્જા વાપરતા. બીજી જનરેશનમાં જ બાઈનરી લેંગ્વેજનો (0,1) ઉપયોગ થયો. કોબોલ અને ફોર્ટ્રાન લેગ્વેજ વિકાસ પામી.

- ત્રીજી જનરેશન (૧૯૬૪-૧૯૭૧)
ત્રીજી જનરેશન ના કમ્પ્યુટરમાં ઇન્ટીગ્રેટેડ સર્કિટ(IC)નો ઉપયોગ થયો. પંચકાર્ડને બદલે કી બોર્ડ અને આઉટપૂટ માટે મોનિટર ઉમેરાયા. આ પેઢીના કમ્પ્યુટર નાના કદના અને લોકોને ઉપયોગી થવા લાગ્યા

- ચોથી જનરેશન (૧૯૭૧ પછી)
૧૯૭૧માં ૪ બીટનું પ્રથમ માઇક્રોપ્રોસેસ્ટ બન્યા પછી આંગળીના ટેરવા પર સમાય તેવડી ચીપથી ચાલતા કોમ્પ્યુટર બન્યા. હજારો ઇન્ટીગ્રેટેડ સર્કીટનું કામ નાનકડી માઈક્રોચિપે સંભાળી લીધું. આ નાનકડા કમ્પ્યુટર શક્તિશાળી અને એકબીજા સાથે જોડી શકાય તેવા બન્યા. ઇન્ટરનેટ સરળ બન્યું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો