બુધવાર, 1 નવેમ્બર, 2017

'ખીચડી' બનશે ભારતનું રાષ્ટ્રીય ખાણુ, 4થી નવેમ્બરે ઉજવાશે 'ખાદ્યદિવસ'


Congratulations : TET-2 Passed Students



 - ગરીબો અને અમીરો બંને માટે સરળતાથી મળી રહે છે ખીચડી

- ખાદ્ય દિવસ પર 4800 કિલોની ખીચડી તૈયાર કરવામાં આવશે

ખીચડી ગુજરાતના લગભગ દરેક ઘરમાં બનતી જ હશે.વળી ખીચડી એ એક એવું ભોજન છે જે ગરીબોને પણ પરવડે તેવું છે. આ ખીચડી દેશ-વિદેશમાં પ્રખ્યાત થઇ ચૂકી છે. ત્યારે હવે ખીચડીને રાષ્ટ્રીય ખોરાકનું સન્માન મળવા જઇ રહ્યું છે.

દાળ-ચોખા અને અન્ય મસાલાઓથી બનેલી ખીચડી હવે દેશનું રાષ્ટ્રીય ભોજન બનવા જઇ રહી છે. 4 નવેમ્બરના રોજ દિલ્હીમાં ખાદ્ય દિવસ ઉજવવામાં આવશે. જેમાં ખીચડીને દેશનું સુપર ફૂડ જાહેર કરવામાં આવશે.

મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગે ખીચડીને ભારતીય ભોજન તરીકે રજૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મંત્રાલયે એવો તર્ક આપ્યો હતો કે અમીર હોય કે ગરીબ ખીચડી દરેકને પસંદ આવે છે. એક રીતે ખીચડી એ વ્યંજનોનો રાજા છે. ખીચડી સ્વાસ્થય માટે પણ લાભકારક છે. ઓછા ખર્ચે ટૂંક સમયમાં જ જલદીથી તૈયાર થઇ જાય છે.


ખાદ્ય દિવસ પર 4800 કિલોની ખીચડી તૈયાર કરવામાં આવશે. જેનો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ્સ રેકોર્ડમાં સમાવેશ થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડૂ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે જણાવ્યું છે કે ખીચડીને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે માર્કેટિંગ રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે.


તીન તલાક બાદ 'હલાલા' જેવી કુપ્રથાને ખતમ કરવા સાયરા કટિબધ્ધ



Congratulations : TET-2 Passed Students



પૂના(મહારાષ્ટ્ર)માં આયોજિત એક સમારોહમાં સુપ્રીમ કોર્ટની ત્રણ તલાકની લડતમાં જીત મેળવનાર સાયરા બાનોને 'પ્રમોદ મહાજન સ્મૃતિ' પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેની સાથે પૂના ફિલ્મ સંસ્થા(FTII)ના અધ્યક્ષ ફિલ્મ અભિનેતા અનુપમ ખેરને પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના સાંસદ અને સામાજિક સંસ્થા સ્વચ્છંદના અધ્યક્ષા મેઘા વિશ્રામ કુલકર્ણીએ પૂનામાં કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર અને પૂનમ મહાજનના હસ્તે કાશીપુરના રહેવાસી સાયરા બાનોને મહાજન સ્મૃતિ સમ્માન આપવામાં આવ્યુ. તેમને માનપત્ર, સ્મૃતિ ચિહ્ન અને મહારાષ્ટ્ર સમ્માન પાઘડી આપવામાં આવી હતી.


તેમણે કહ્યું કે મહિલાઓના હકમાં તેમનો સંઘર્ષ ચાલુ જ રહેશે. તે હવે હલાલા જેવી કુપ્રથાને ખતમ કરવા માટે લડત શરૂ કરશે. સાયરાના ભાઈ અરશદે કહ્યું કે લાંબી કાયદાકીય લડતમાં તેમની બહેનને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તેમ છતાં સાયરાએ સમાજના કથિત ઠેકેદારોથી હાર માની નથી.


કર્ણાટક રાજયોત્સવ 


કર્ણાટક રાજયોત્સવ ( "કર્ણાટક રાજ્ય ફેસ્ટિવલ") દર વર્ષે 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 

આ દિવસ 1956 માં દક્ષિણ ભારતના કન્નડ ભાષા બોલતા વિસ્તારોને કર્ણાટક રાજ્યમાં સમાવી 

દેવામાં આવ્યુ હતુ
હિના સિધુ કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 10 મીટર એર પિસ્તોલ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો

Heena Sidhu


હિના સિધુએ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં, કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશ માં 10-મીટર એર પિસ્તોલ સુવર્ણ ચંદ્રક જીત્યો. સિધ્ધાએ 626.2 ના સંયુક્ત સ્કોરને ટોચની સન્માનનો દાવો કર્યો.


ઓક્ટોબર 2017 માં દિલ્હીમાં ISSF વર્લ્ડ ફાઇનલ્સમાં 10 મીટરની એર પિસ્તોલ મિશ્ર ટીમ સ્પર્ધા જીતી લીધા બાદ સિધુની બીજી ક્રમાંકિત આંતરરાષ્ટ્રીય સોનેરી હતી. 


અન્ય ભારતીયોમાં દીપક કુમારે
10 મીટરની બ્રોન્ઝ મેડલ જીતી હતી. મીટર એર રાઇફલ ઇવેન્ટ.

Gagan Narang and  Ravi kumar

લંડન ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ગગન નારંગ ચોથા સ્થાને, જ્યારે રવિકુમાર પાંચમાં સ્થાને રહ્યા હતા
નીલામની એન. રાજુ કર્ણાટકની પ્રથમ મહિલા પોલીસ વડા બની


Congratulations : TET-2 Passed Students



નીલમની એન. રાજુને કર્ણાટકની પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ અને પોલીસ મહાનિરીક્ષક (DG અને IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે રૂપક કુમાર દત્તા નો વહીવટ સંભાળશે, જે સેવામાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે.

તેઓ 1983-બેચના IPS અધિકારી છે.

તે કર્ણાટક કેડરમાં જોડાવા માટે બીજી મહિલા આઇપીએસ અધિકારી છે.

તે ઉત્તરપ્રદેશના મૂળ છે.


તેમણે 1999 માં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં પ્રતિનિધિમંડળ પર જવા પહેલાં 10 વર્ષ સુધી કર્ણાટકમાં સેવા આપી હતી. IB માં સેવા આપી હતી અને 2016 માં IBમાં સંયુક્ત નિયામકની પદવી પહોંચ્યા પછી તેઓ ડીજીપી રેન્કિંગ ઓફિસર તરીકે તેમના જ્ન્મભૂમિ કેડરમાં પરત ફર્યા હતા.
વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત 100માં ક્રમે


Congratulations : TET-2 Passed Students




- 137 ઉપરથી 30 ક્રમ ઉપર કૂદકો, પહેલી વાર 100માં સમાવેશ

- નોટબેન બાદ ભારતનું સ્થાન સુધર્યુ, જો કે GST ધ્યાનમાં નથી લેવાયુ

વર્લ્ડ બેન્કના અહેવાલમાં ભારતુનં સ્થાન સુધર્યુ છે પણ GST ને ધ્યાનાં લીધા પહેલાનો આ અહેવાલ છે.

વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસરેન્કિંગમાં ભારત 30 સ્થાનના કૂદકા સાથે 100મા ક્રમે આવી ગયું છે. ટેક્સમાં સુધારા, લાઇસન્સિંગની સરળ પ્રક્રિયા, રોકાણકારોનું રક્ષણ અને બેન્કરપ્સીના ઉકેલના કારણે ભારતનું સ્થાન સુધર્યું છે.

GST અને નોટબંધી વિશે એક વર્ગમાં નરેન્દ્ર મોદી સરકાર સામે નારાજગી છે ત્યારે આ રેન્કિંગથી સરકારની છબિ સુધારવામાં મદદ મળશે.

વર્લ્ડ બેન્કે તેના વાર્ષિક અહેવાલ ડુઇંગ બિઝનેસ ૨૦૧૮: રિફોર્મ્સ ટુ ક્રિયેટ જોબમાં જણાવ્યું છે કે 2003થી અત્યાર સુધીમાં 37 સુધારા થયા તેમાંથી લગભગ અડધા સુધારા છેલ્લાં ચાર વર્ષમાં લાગુ કરાયા છે.


જોકે, આ રેન્કિંગમાં GST પછીના બિઝનેસના વાતાવરણને ધ્યાનમાં લેવાયું નથી. GST સુધારાથી સમગ્ર દેશ એક ટેક્સ હેઠળ આવ્યો છે અને રાજ્યો વચ્ચેના ટેક્સના અવરોધો દૂર થયા છે. ગયા વર્ષે ભારત 190 દેશોની યાદીમાં 130મા ક્રમે હતું. ડુઇંગ બિઝનેસના 10માંથી 8 ઇન્ડિકેટરમાં ભારતે સુધારા લાગુ કર્યા છે. ભારત પહેલી વખત ટોચના 100 રાષ્ટ્રોમાં સ્થાન પામ્યું છે.