Monday, 27 March 2017

‘ચાઈનામેન બોલર’

કુલદિપ ભારત તરફથી ટેસ્ટ રમનારો સૌપ્રથમ ચાઈનામેન બોલર

૧૯33ની ટેસ્ટ્થી ચાઈનામેન શ્બ્દ ક્રિકેટ્માં પ્રવેશ્યો.


ચાઈનામેન બોલિંગ એટલે શું?

ડાબા હાથના કાંડાથી બોલને ઓફ સ્પિન કરવાની ટેકનિક.

તનુશ્રી પારીક

રાજસ્થનની ૨પ વર્ષીય યુવતીએ હંફાવી દેતી સિધ્ધિ હાંસલ કરી

બીએસએફમાં પ૧ વર્ષ પછી કોમ્બેટ ઓફીસર તરીકે યુવતીની પસંદગી, પાક. સરહદે તૈનાત.


રાજ્સ્થાનના બિકાનેરની ૨પ વર્ષીય તનુશ્રી પારીકે ટેકનપુરની બીએસએફ અકાદમીમાં પાસિંગ આઉટ સેરેમની વખતે યોજલી પરેડમાં ૬૭ ટ્રેઈની અધીકારીઓનું નેતૃત્વ કર્યું હતું.

જીએસટી

જીએસટીના અમલ સંદર્ભે આ પગલું ભરાયું.
ઇનડાયરેક્ટ ટેક્સ્ની સંસ્થા CBEC હવે CBIC બનશે


કેન્દ્ર સરકારે ૧ જુલાઇ થી જીએસટી નો અમલ કરવાનં પગલે ઇનડાયરેક્ટ ટેક્સ માટેની દેશની ટોચની એજન્સી સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ ક્સ્ટમ્સ (CBEC) ની પુનઃરચનાને મંજુરી આપી છે. કાયદાકીય મંજુરી મળ્યા પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ ક્સ્ટમ્સ (CBEC)નું નામાભિધાન હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ ક્સ્ટમ્સ (CBIC) તરિકે કરવામાં આવનાર છે.

Saturday, 25 March 2017

gujarat gk

જાણવા જેવુ
1.      ગુજરાતનું રાજ્ય ગીત કયું છે ?- જય જય ગરવી ગુજરાત
2.      ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?- સિંહ
3.      ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?- સુરખાબ (ફલેમિંગો)
4.      ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે ?- આંબો
5.      ગુજરાતનું રાજ્ય ફુલ કયું છે ?- ગલગોટો
6.      ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું છે ?- ગરબા
7.      ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે ? કઈ કઈ ?- ૦૮ (૧) અમદાવાદ,(૨) વડોદરા,(૩) સુરત,(૪) રાજકોટ,(૫) જામનગર,(૬) ભાવનગર,(૭) જુનાગઢ અને (૮) ગાંધીનગર
8.      ગુજરાતમાં સૌપ્રથમ (3D) થિયેટર ક્યાં શરૂ થયું ?- સાયન્સ સીટી , અમદાવાદ
9.      ગુજરાતની પ્રથમ ઓઈલ રિફાઈનરી ક્યાં સ્થપાઈ ?- કોયલી (વડોદરા) , ઈ.સ. ૧૯૬૭માં

10.  ગુજરાત રાજ્યનું પ્રથમ વાઈફાઈ શહેર કયું છે ?- મોડાસા (જિ.અરવલ્લી)

Friday, 24 March 2017

વલ્ડૅ ટીબી (ક્ષય) ડે : ૨૪ માર્ચ

Date : 24/03/2017

આજે વલ્ડૅ ટીબી (ક્ષય) ડે : ૨૪ માર્ચ

રાજરોગ ગણાતા ટીબીની પહેલી વખત ઓળખ થઈ

૨૪ માર્ચ ૧૮૮૨ ના દિવસે ટીબીની પહેલી વખત ઓળખ થઈ હતી. ટીબીની શોધ કરનાર વિજ્ઞાનનીને પાછળથી નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ટીબીનો ઈતિહાસ જૂનો છે અને તેને અલગ અલગ સમયે અલગ અલગ નામોથી ઓળખવામાં આવતો હતો. જર્મન વિજ્ઞાની રોબર્ટ કોખે ૧૮૮૨માં ૨૪ માર્ચે ટીબી માટે જવાબદાર બેક્ટેરિયા માઇક્રોબેક્ટેરિયમ ટ્યૂબરક્યૂક્લોસિસની જાણકારી આપી હતી. એ શોધ માટે તેમને ૧૯૦૫ માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પહેલાં ૧૭૨૦માં વિજ્ઞાની બેન્જામિન માર્ટેન દ્વારા શોધાયેલા સિદ્ધાંત અનુસાર ટીબી માટે એ સૂક્ષ્મ જીવોને જવાબદાર લેખવામાં આવ્યા હતા. જે હવામાં દર્દી સુધી પહોંચે છે.ટીબીને રોકવા માટે બીસીજીની રસીનો ઉપયોગ થાય છે.
દુનિયાના સૌથી ખુશ દેશોની યાદીમાં ભારત ૧૨૨ મા સ્થાને

Date 21/03/2017

ખુશ દેશોની યાદીમાં ભારતનું સ્થાન

દુનિયાના સૌથી ખુશ દેશોની યાદીમાં ભારત ૧૨૨ મા સ્થાનેમોદી સરકારનો મોટો નિર્ણય : નવું પછાતવર્ગ પંચ રચાશે

Date :- 24/03/2017

ઓબીસી પંચ રદ, તેનું સ્થાન હવે નવું NSEBC પંચ લેશે : હવે અન્ય પછાતવર્ગને અનામત આપવાનો અધિકાર સંસદ પાસે
મોદી સરકારનો મોટો નિર્ણય : નવું પછાતવર્ગ પંચ રચાશે

જાટ, ગુર્જર, મરાઠા કે પાટીદારો સહિત અનામતનાં લાભો મેળવવાની માગ કરતાં લોકો, સમુદાયોની માગણી સંતોષવા માટે મોદી સરકારનું મહત્વનું પગલું : નવા NSEBC પંચને બંધારણીય દરજ્જો અપાશે : બંધારણમાં સુધારા કરીને સંસદમાં તેને પસાર કરાશે : હવે સંસદની મંજૂરી વિના ઓબીસીમાં નવી જાતિનો સમાવેશ નહીં.

નેશનલ કમિશન ફોર સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસિસ (NSEBC) રીતે અસ્તિત્વમાં આવશે

1. સામાજિક નએ આર્થિક રીતે પછતવર્ગના લોકો માટે નવું રાષ્ટ્રીય પંચ રચવું. જેમાં બંધારણમાં સુધારો કરીને અનુચ્છેદ ૩૩૮B ને જોડવો.
2. બંધારણના અનુચ્છેદ ૩૪૧ અને ૩૪૨ સાથે અનુચ્છેદ ૩૪૨A ને જોડવાની કામગીરી કરવી આને કારણે કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં નવી જાતિનું નામ ઉમેરવા કે હટાવવા માટે સંસદની મંજૂરી  લેવાનું આવશ્યક બનશે.
3. બંધારણના અનુચ્છેદ ૩૬૬માં ૨૬C ની જોગવાઈને જોડવામાં આવશે અને દેશમાં સામાજિક તેમજ આર્થિક રીતે પછાતવર્ગનાં લોકોની નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવશે.
4. અગાઉનાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ એક્ટ ૧૯૯૩ ના કાયદાને પણ નવો કાયદો બને ત્યાં સુધી રદ કરવામાં આવશે.
5. કાયદા હેઠળ રચવામાં આવેલાં ઓબીસી કમિશનને વિખેરી નાખવામાં આવશે.
6. બંધારણમાં સુધારા કરીને નવું પંચ નેશનલ કમિશન ફોર સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસિસ (NSEBC) ની રચના કરવામાં આવશે. પંચમાં એક ચેરપર્સન, એક વાઇસ ચેરપર્સન અને ત્રણ સભ્યોની નિયુક્તિ કરવામાં આવશે.

લોન વુલ્ફ એટેક ???

Date :- 24/03/2017
લોન વુલ્ફ એટેક

લોન વુલ્ફ ટેરરિઝમ બ્રિટનની સુરક્ષા એજન્સીઓ માટે સૌથી વધુ ચિંતાજનક

એકલો આતંકવાદી જ્યારે આ પ્રકારના આતંકવાદી હુમલો કરે છે, ત્યારે તે નુકસાન વધુ કરતો હોય છે. તેને લોન વુલ્ફ એટેકર કહેવાય છે. છેલ્લા પાંચ વર્ષમાં એકલો હુમલો કરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક દાયકા પહેલાં લોન વુલ્ફ શબ્દ ભાગ્યે જ આજના જેટલો ચર્ચામાં રહ્યો છે.


Thursday, 23 March 2017

સંયુક્ત રાષ્ટ્રસંઘના હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્ર્મ ૧૩૧મો.

સંયુક્ત રાષ્ટ્રસંઘના હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્ર્મ ૧૩૧મો.


ભારત અશિયાનું ત્રીજુ મોટુ અર્થતંત્ર હોવા છત્તા ૧૮૮ દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન ઘનુ પાછળ રહ્યું 

છે. હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 0૧૬માં ભારતને મિડિયમ ક્રમના દેશ તરીકે સ્થાન મળ્યું છે. પડોશી દેશો 

પણ ભારતથી પાછળ છે. બંગ્લાદેશ ૧૩૯મા ક્રમે, ભુતાન ૧૩૨મા ક્રમે, નેપાળ ૧૪૪મા ક્રમે રહ્યા હતા.નોર્વે 

પ્રથમ ક્રમે.