Friday, 3 November 2017

ઈન્ડિયન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને લદાખમાં દુનિયાનો સૌથી ઉંચો રોડ કર્યો તૈયાર


- રોડની ઉંચાઈ 19.300 ફૂટની રાખવામાં આવી છે
- આ જગ્યા ઉપર બાંધકામ માટે માલ-સામાન પહોંચાડવો મુશ્કેલ

BRO(બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન)એ એક નવી સિદ્ધી હાંસલ કરીને દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી છે. BRO પોતાની હિમાંકુ પરિયોજના અંતર્ગત જમ્મુ કાશ્મીરના લદાખ વિસ્તારમાં દુનિયાનો સૌથી ઉંચો રોડ તૈયાર કરી દીધો છે.   

BROએ જમ્મુ કાશ્મીરના લદાખ ક્ષેત્રમાં મોટરવાહનો ચલાવવા માટે દુનયાનો સૌથી ઉંચો રોડ તૈયાર કરી દીધો છે. આ રસ્તાની ઉંચાઈ 19.300 ફૂટની રાખવામાં આવેલી છે. જે આ વિસ્તારના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા 'ઉમલિંગા ટોપ' નામના વિસ્તારમાંથી પસાર થાય છે.

આ અંગે BROના પ્રવક્તાએ જણાવ્યું કે આ રોડ લેહથી લગભગ 230 કિ.મી દૂર હાનલેની નજીકમાં આવેલ છે. જે આ વિસ્તારના દેમચક અને ચિસુમલાના ગામોની જોડે છે. આ તમામ ગામ પૂર્વી ક્ષેત્રમાં ભારત અને ચીનની સરહદની નજીક આવેલા છે.  

આ કઠિન લાગતા કાર્યને પુરુ કરવામાં આ પરિયોજનાના ચીફ એન્જીનિયર બ્રિગેડિયર DM પુરવીમઠે જણાવ્યું કે આટલી મોટી ઊંચાઉ પર રોડ બનાવવાનું કામ ખૂબ અઘરુ હતુ કારણ કે આ જગ્યા ઉપર જળવાયુનું નિર્માણ અને તેવી ગતિવિધિઓ હંમેશા પ્રતિકૂળ રહે છે. બ્રિગેડિયરે કહ્યું કે આ આટલી ઊંચાઈ પર સાધનો પહોંચાડવા પણ મુશ્કેલ હતા.


ગરમીના સમયગાળા દરમિયાન પણ અહીંનું તાપમાન 15થી 20 ડિગ્રી સેલ્સિયસ પર રહે છે જ્યારે શિયાળામાં અહીંનું તાપમાન 0થી 40 ડિગ્રીના નીચે જતુ રહે છે. જેથી અહીં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય જગ્યાઓ કરતા 50 ટકાથી પણ નીચે હોય છે. વધુમાં આ રસ્તાની દેખરેખ રાખતા કમાન્ડર પ્રદીપ રાજે જણાવ્યું કે BROઓના કર્મચારીઓએ આ કામ ચાલુ કરતા પહેલા આ જગ્યાનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો.


આંધ્રપ્રદેશના એટીકોપ્પકા રમકડાં જી.આઇ. ટેગ મેળવે છે

ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી (Geographical Indication Registry-GIR) એ આંધ્રપ્રદેશના ભૌગોલિક સંકેત (GI) ટેગને પરંપરાગત ઇટીકોપ્પકા(Etikoppaka) રમકડાં (ઍતીકોપ્પાક બોમ્માલુ) આપ્યો છે. આ પરંપરાગત રમકડાં રાજ્યના વિશાખાપટ્ટનમ જિલ્લામાં વરાહ નદીના કાંઠા સ્થિત ઇટીકોપ્પકા ગામના કલાકારો દ્વારા બનાવવામાં આવે છે.

આ સાથે, ઇટીકોપ્પાક રમકડાં આંધ્ર પ્રદેશમાંથી કોનડાપલ્લી રમકડાં, તિરુપતિ લાડુ, બોબીલિ વીના, શ્રીકલાહસ્થી કલમકરી, ઉપ્પદા જમદાની સાડી જેવી પ્રખ્યાત બનાવટો પણ જીઆઇ ટેગને હકદાર કરવાના છે.
Etikoppaka રમકડાં

પરંપરાગત લાકડાના ઇટીકોપ્પકા રમકડાં બનાવવાની કલા 400 વર્ષથી વધુ જૂની છે અને તે પરંપરાગત રીતે તેમને તેમના પૂર્વજો દ્વારા પેઢીઓ દ્વારા સોંપી દેવામાં આવી છે. આ રમકડું નિર્માણની કળાને લાકડાની લાકડાની કળા તરીકે પણ ઓળખવામાં આવે છે.

રમકડાં આકાર અને સ્વરૂપમાં અનન્ય છે. તેઓ લાકડાના બનેલા છે અને કુદરતી રંગોનો ઉપયોગ કરે છે. ઉપયોગમાં લેવાતુ લાકડું અંકુદી કરરા' (Wrightia tinctoria) વૃક્ષનુ છે, જે પ્રકૃતિમાં નરમ છે. કુદરતી રંગોનો ઉપયોગ બીજ, રોગાન, છાલ, મૂળ અને પાંદડામાંથી કરવામાં આવે છે.

ભૌગોલિક સંકેત (GI- Geographical Indication)

ભૌગોલિક સંકેત (GI) ચોક્કસ ઉત્પાદનો પર આધારિત નામ અથવા નિશાની છે જે ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળ સાથે અનુરૂપ છે. તેનો ઉપયોગ કૃષિ, કુદરતી અને ઉત્પાદિત વસ્તુઓ માટે કરવામાં આવે છે જેમાં ખાસ ગુણવત્તા અને સ્થાપિત પ્રતિષ્ઠા હોય છે.

ટેગ ધરાવતી આ માલસામગ્રી અને ઉત્પાદનો તેમના મૂળ, ગુણવત્તા અને પ્રતિષ્ઠા માટે માન્ય છે અને તેને વૈશ્વિક બજારમાં આવશ્યક સ્થાન આપે છે. તે એ પણ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ વ્યક્તિ તેમના નામનો ઉપયોગ કરી શકે નહીં, તેમને વિશિષ્ટતા આપી શકે છે.


જીઆઇ રજીસ્ટ્રેશન 10 વર્ષ માટે માન્ય છે, ત્યારબાદ તેને નવેસરથી કરવાની જરૂર છે.
બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં કિદામ્બી શ્રીકાંતની આગેકૂચ : બીજા ક્રમે પહોચ્યો


- વિમેન્સ સિંગલ્સના રેન્કિંગમાં પી.વી. સિંધુ પણ બીજા સ્થાને છે .


ભારતીય બેડમિંટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે તાજેતરમાં ફ્રેન્ચ ઓપન સુપર સિરિઝ ટાઈટલ જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે શ્રીકાંતે બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં પણ આગેકૂચ કરી છે અને હવે તે મેન્સ સિંગલ્સમાં વિશ્વનો બીજા ક્રમનો ખેલાડી બની ગયો છે. શ્રીકાંત તેની કારકિર્દીમાં પહેલી વખત વર્લ્ડ રેન્કિંગમાં આટલી ઊંચાઈએ પહોંચ્યો છે. આ સાથે વર્લ્ડ બેડમિંટનમાં ભારતનો દબદબો વધ્યો છે, કારણ કે વિમેન્સ સિંગલ્સમાં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની પી.વી. સિંધુ પણ વિમેન્સ સિંગલ્સમાં બીજા ક્રમે છે.  કિદામ્બી શ્રીકાંતે રવિવારે ફ્રેન્ચઓપન સુપર સિરિઝ જીતવાની સાથે એક જ વર્ષમાં ચાર સુપર સિરિઝ ટાઈટલ જીતનારા ભારતના સૌપ્રથમ અને દુનિયાના માત્ર ચોથા ખેલાડી તરીકે રેકોર્ડ બુકમાં નામ નોંધાવી દીધું હતુ. બેડમિંટનના નવા વર્લ્ડ રેન્કિંગમાં શ્રીકાંતને કુલ ૭૩, ૪૦૩ પોઈન્ટ આપવામાં આવ્યા છે અને તે દુનિયાના નંબર એક ખેલાડી અને વર્લ્ડ ચેમ્પિયન વિક્ટર એક્સેલસેન (૭૭,૯૩૦) કરતાં માત્ર ૪,૫૨૭ પોઈન્ટ જ પાછળ છે.આંધ્ર પ્રદેશના ગુન્ટુરમાં જન્મેલા ૨૫ વર્ષીય ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ચાલુ વર્ષે ઈન્ડોનેશિયા,ઓસ્ટ્રેલિયા અને ડેનમાર્કમાં સુપર સિરિઝ ટાઈટલ જીત્યા હતા. જે પછી ફ્રેન્ચ ઓપનનો વિજય સોનામાં સુગંધ જેવો રહ્યો હતો અને હવે તેણે બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં નવી ઉંચાઈ હાંસલ કરી છે. મહિલાઓના સિંગલ્સ રેન્કિંગમાં તાઈવાનની ત્ઝુ યીંગ ૯૫,૫૩૯ પોઈન્ટ્સ સાથે દુનિયાની નંબર વન ખેલાડી છે. જ્યારે ભારતની પી.વી. સિંધુને ૮૨, ૪૮૬ પોઈન્ટ સાથએ બીજું સ્થાન આપવામાં આવ્યું છે.
કોમનવેલ્થ શૂટિંગમાં ગગન નારંગે સિલ્વર મેડલ જીત્યો


- સ્વપ્નિલ કુસાલે અને અનુ રાજ સિંઘને બ્રોન્ઝ મેડલ

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટરોએ મેડલ જીતવાનો સિલસિલો જારી રાખ્યો હતો. લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારા ભારતીય શૂટર ગગન નારંગે કોમનવેલ્થ શૂટિંગ-૨૦૧૭માં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ભારતના સ્વપ્નિલ કુસાલે અને અનુ રાજ સિંઘે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.  ભારતના ગગન નારંગે પુરુષોની ૫૦ મીટર રાઈફલ પ્રોન ઈવેન્ટમાં સલ્વરમ ેડલ જીત્યો હતો. જ્યારે આ જ ઈવેન્ટમાં સ્વપ્નિલે બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો હતો. ભારતીય શૂટર ગગને નોંધપાત્ર દેખાવ કર્યો હતો અને ૨૪૬.૩નો સ્કોર નોંધાવ્યો હતો. જોકે  માત્ર ૧.૪ પોઈન્ટના અંતરને કારણે ગોલ્ડમેડલ ગૂમાવવો પડયો હતો.  આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ ધરાવતી ભારતની મહિલા શૂટર અનુ રાજ સિંઘે મહિલાઓની ૨૫મીટર  પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


અગાઉ ૫૦ મીટર રાઈફલ પ્રોન ઈવેન્ટના ક્વોલિફાઈંગમાં ઓસ્ટ્રેલિયાના ડેન સેમ્પસને ૬૨૪.૩ના નવા કોમનવેલ્થ રેકોર્ડની સાથે ટોચનો ક્રમ મેળવ્યો હતો.ગગન ૬૧૭.૬ પોઈન્ટ સાથે અને સ્વપ્નિલ ૬૧૯.૧ના સ્કોર સાથે ફાઈનલમાં પ્રવેશ્યા હતા.


જમ્મુ-કાશ્મીરમાં રૃ.૧૧૦૦ કરોડના ખર્ચે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બનશે

- ચીનમાં બેઈપેન નદી ઉપર બનેલાં ૯૦૨ ફૂટ ઊંચા પુલનો રેકોર્ડ તૂટશે

- ચિનાબ નદી ઉપર બની રહેલા બ્રિજની ઊંચાઈ ૧૧૭૭ ફૂટ હશે ૧૧૧ કિ.મી. લાંબો બ્રિજ ૨૦૧૯ સુધીમાં તૈયાર થવાન ચિનાબ નદી ઉપરનો બ્રિજ પેરિસના એફિલ ટાવરથી પણ ૧૧૪ ફૂટ ઊંચો હશે.

જમ્મુ-કાશ્મીરની ચિનાબ નદી ઉપર દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ બનાવીને ભારત વિશ્વવિક્રમ કરશે. ૧૧૦૦ કરોડ રૃપિયાના ખર્ચે તૈયાર થનારા બ્રિજની ઊંચાઈ ૧૧૭૭ ફૂટ હશે અને એ બ્રિજ લગભગ ૧૧૧ કિલોમીટર લાંબો હશે.

જમ્મુ-કાશ્મીરમાં કટડા અને કૌડીને જોડવાનું કામ કરનારો આ બ્રિજ ૧૩ કલાક લાંબો રસ્તો ૬ કલાક સુધી સીમિત કરીને પરિવહન સરળ બનાવશે. એન્જિનિયરિંગની દૃષ્ટિએ અજાયબી ગણાય એવો આ બ્રિજ ૧૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થશે. ૧૧૭૭ કિલોમીટર ઊંચો આ બ્રિજ તૈયાર થશે ત્યારે વિશ્વનો સૌથી ઊંચ બ્રિજ હશે. અત્યારે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ચીનમાં છે. ચીનમાં બેઇપેન નદી ઉપર બનેલો બ્રિજ ૯૦૨ ફૂટ ઊંચો છે.

ભારતમાં બની રહેલો આ પુલ પેરિસનાં વિશ્વવિખ્યાત એફિલ ટાવર કરતા ૧૧૪ ફૂટ ઊંચો હશે અને ભારતના જ કુતુબમિનાર કરતા તેની ઊંચાઈ ૫ ગણી વધારે હશે.

આમ તો આ બ્રિજનું કામ ૨૦૦૨થી શરૃ થયું હતું, પણ પછી સુરક્ષાના કારણોસર કામ અટકી ગયું હતું. ફરીથી ૨૦૧૦માં પુલનું કામ શરૃ થયું હતું, પણ ફરીથી ટેકનિકલ કારણોથી ૨૦૧૧ના અંતમાં કામ બંધ પડયું હતું. ફરીથી ભારતીય એન્જિનિયરોએ એ કામને હાથમાં લીધું છે.

રેલવે મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે કાશ્મીરમાં રેલવે લિંકનું સૌથી પડકારભર્યું જે કામ છે તેમાં આ બ્રિજનો પણ સમાવેશ થાય છે. એન્જિનિયરિંગની દૃષ્ટિએ પડકાર એવો આ બ્રિજ એકાદ-બે જગ્યાએ ભલભલા એન્જિનિયરોની કસોટી કરે એવા વળાંકો પરથી પસાર થશે. આગામી સપ્તાહથી ફરી પુલનું કામ આગળ વધશે.


૧૫૦ ફૂટ લંબાઈ ઉપર આર્ક લગાવવાનું કામ શરૃ થશે અને એ માટે દુનિયાની સૌથી વિશાળ કેબલ ક્રેનનો ઉપયોગ થશે. આ બ્રિજ બનાવવામાં ૨૪,૦૦૦ ટન સામગ્રી વપરાશે. રેલવે મંત્રાલયના અધિકારીઓના દાવા પ્રમાણે ૨૦૧૯ સુધીમાં બ્રિજ તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2017'નું ઉદ્ઘાટન કર્યુખીચડીને ભારતનો રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રણ દિવસની વિશ્વ ફૂડ ઇન્ડિયા કૉગ્રેસ 2017 નું ઉદ્ઘાટન કર્યું, જેમાં વૈશ્વિક રોકાણકારોનું સૌથી મોટું મંડળ છે અને મુખ્ય ખાદ્ય કંપનીઓના વેપારીઓ પણ છે.


આ પ્રસંગે બોલતા, મોદીએ ભારતીય અર્થતંત્ર અને ભારતના ખેડૂતોની પ્રશંસા કરી, જેમને તેમણે ફૂડ પ્રોસેસિંગમાં સરકારના પ્રયત્નોમાં "કેન્દ્રિય" તરીકે ઓળખાયું.