બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં કિદામ્બી શ્રીકાંતની આગેકૂચ :
બીજા ક્રમે પહોચ્યો
- વિમેન્સ
સિંગલ્સના રેન્કિંગમાં પી.વી. સિંધુ પણ બીજા સ્થાને છે .
ભારતીય
બેડમિંટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે તાજેતરમાં ફ્રેન્ચ ઓપન સુપર સિરિઝ ટાઈટલ
જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે શ્રીકાંતે બેડમિંટનના વર્લ્ડ
રેન્કિંગમાં પણ આગેકૂચ કરી છે અને હવે તે મેન્સ સિંગલ્સમાં વિશ્વનો બીજા ક્રમનો
ખેલાડી બની ગયો છે. શ્રીકાંત તેની કારકિર્દીમાં પહેલી વખત વર્લ્ડ રેન્કિંગમાં આટલી
ઊંચાઈએ પહોંચ્યો છે. આ સાથે વર્લ્ડ બેડમિંટનમાં ભારતનો દબદબો વધ્યો છે, કારણ કે વિમેન્સ સિંગલ્સમાં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની
પી.વી. સિંધુ પણ વિમેન્સ સિંગલ્સમાં બીજા ક્રમે છે. કિદામ્બી
શ્રીકાંતે રવિવારે ફ્રેન્ચઓપન સુપર સિરિઝ જીતવાની સાથે એક જ વર્ષમાં ચાર સુપર
સિરિઝ ટાઈટલ જીતનારા ભારતના સૌપ્રથમ અને દુનિયાના માત્ર ચોથા ખેલાડી તરીકે રેકોર્ડ
બુકમાં નામ નોંધાવી દીધું હતુ. બેડમિંટનના નવા વર્લ્ડ રેન્કિંગમાં શ્રીકાંતને કુલ
૭૩, ૪૦૩ પોઈન્ટ આપવામાં આવ્યા છે અને તે દુનિયાના નંબર એક
ખેલાડી અને વર્લ્ડ ચેમ્પિયન વિક્ટર એક્સેલસેન (૭૭,૯૩૦) કરતાં
માત્ર ૪,૫૨૭ પોઈન્ટ જ પાછળ છે.આંધ્ર પ્રદેશના ગુન્ટુરમાં
જન્મેલા ૨૫ વર્ષીય ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ચાલુ વર્ષે ઈન્ડોનેશિયા,ઓસ્ટ્રેલિયા અને ડેનમાર્કમાં સુપર સિરિઝ ટાઈટલ જીત્યા હતા. જે પછી ફ્રેન્ચ
ઓપનનો વિજય સોનામાં સુગંધ જેવો રહ્યો હતો અને હવે તેણે બેડમિંટનના વર્લ્ડ
રેન્કિંગમાં નવી ઉંચાઈ હાંસલ કરી છે. મહિલાઓના સિંગલ્સ રેન્કિંગમાં તાઈવાનની ત્ઝુ
યીંગ ૯૫,૫૩૯ પોઈન્ટ્સ સાથે દુનિયાની નંબર વન ખેલાડી છે.
જ્યારે ભારતની પી.વી. સિંધુને ૮૨, ૪૮૬ પોઈન્ટ સાથએ બીજું
સ્થાન આપવામાં આવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો