ગુરુવાર, 9 ઑગસ્ટ, 2018


વનબંધુ સશકિતકરણ માટેનાં નક્કર પગલા



  • વનબંધુ કલ્યાણ યોજના :  આદિજાતિ વિકાસ માટે રૂ. ૮૨,૦૦૦ કરોડની ફાળવણી.
  • પેસા એકટની જોગવાઈઓનો સઘન અમલ :  આદિજાતિ સમાજને જંગલની જળ-જમીન અને ગૌણ વનપેદાશોના એકત્રીકરણના અધિકારો આપી આર્થિક સશકિતકરણની પહેલ.
  • આદિવાસીઓના બંધરણીય અધિકારોનું રક્ષણ કરતા જાતિ પ્રમાણપત્ર માટેનો કાયદો તા. ૨૮-૦૩-૨૦૧૮ના રોજ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો.
  • ગુણવાત્તાસભર શિક્ષણ માટે ૯૧ એકલવ્ય શાળાઓ : ૩૦,૧૭૨ વિધાર્થીઓને શિક્ષણની સુવિધાઓ 
  • આદિજાતિ વિધાર્થીઓને  ઉચ્ચાશિક્ષણની તક પુરી પાડવા અને તેને વધારે ગુણવત્તાયુકત બનાવવા રાજય સરકાર દ્વારા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની (રાજપીપળા ખાતે) સ્થાપના કરી છે.
  • આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ લેનાર આદિવાસી વિશેના બલિદાનને ઉજાગર કરતું રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાયબલ મ્યુઝિયમ ગરૂડેશ્વર, રાજપીપળા ખાતે ૪૦ એકર જમીનમાં કરોડો ના ખર્ચે આકાર લેશે.
  • સમરસ હોસ્ટેલ :    મહાનગરોમાં કોલેજકક્ષાએ ભણતા આદિજાતિના વિધાર્થીઓ માટે ૧૦,૫૦૦ વિધાર્થીઓની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ.
  • મેડીકલ/ ઈજનેર અભ્યાસ માટે આદિજાતિના ૫૮૬૬ વિધાર્થીઓને ખાસ કોચિંગ : ચાલુ વર્ષમાં ,૮૮૧ વિધાર્થીઓ મેડીકલ પ્રવેશ માટે પાત્ર  

થાઇલેન્ડના અયુથ્થયામાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ચાલુ




- હિન્દુ ધર્મની આણ અન્યત્ર પણ પ્રવર્તે છે

- 18મા સૈકામાં થયેલા એક રાજવી બૌદ્ધ હોવા છતાં પોતાને 'રામ' કહેવડાવતા


- આ ભવ્ય મંદિરના નિર્માણથી અમે રામના ઉપદેશને વૈશ્વિક સ્તરે ફેલાવીશું : ન્યાસના વડા જન્મેજય શરણ

થાઇલેન્ડના અયુથ્થયામાં ભવ્ય રીતે 'ભૂમિ પૂજન' સમારોહ બાદ વિશાળ રામજન્મભૂમિ મંદિરના નિર્માણનું કાર્ય ચાલુ થઈ ગયાનું રામ જન્મભૂમિ નિર્માણ ન્યાસના વડાએ પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું હતું.


થાઇલેન્ડના અયુથ્થયામાં આ મંદિર આઓફાચ્ચા નદીને કિનારે બંધાઈ રહ્યું છે. આ નદી બેંકોકની મધ્યમાંથી વહે છે. ૧૫મા સૈકામાં થાઇલેન્ડનું પાટનગર અયુથ્થયા કહેવાતું હતું જે સ્થાનિક ભાષા મુજબ 'અયોધ્યા' ગણાય છે. આપણે ત્યાં પણ તેના અયોધ્યા ઉપરાંત અવધ, અવધપુરી, અવધપુર જેવા અનેક નામો પ્રચલિત છે પણ ૧૮મા સૈકામાં ત્યાં એક રાજા થયા હતા જે પોતાને રામ (પહેલા) તરીકે ઓળખાવતા હતા. અને હાલ બેંકોક તરીકે ઓળખાતા શહેરની સ્થાપના તેમણે કરી હતી. તેમમે રામાકૈન નામનો ગ્રંથ પણ લખાવડાવ્યો હતો જે સ્થાનિક ભાષામાં રામાયણ ગણાય છે તેને રાષ્ટ્રીય ગ્રંથ ગણાવાયો હતો અને તેની ચોપાઈઓ, ઉપદેશ, રાજવી પરિવારે બંધાવેલા ઇમરલ્ડ બૌદ્ધ મંદિરમાં પણ કોતરવામાં આયા હતા. તે રાજા બૌદ્ધ હોવા છતાં પણ અગ્નિ એશિયામાં હિન્દુ હોવાના કારણે રામ તરીકે પોતાનો ઓળખાવવાનું પસંદ કરતા હતા.


મ્યાંમારે ભારતીયો માટે સરહદ ખુલ્લી મુકી, વિશેષ અનુમતી વગર પ્રવેશ મળશે



- ભારત-મ્યાંમાર માટે ઐતિહાસિક ક્ષણ

- ૮૦ ટકા બૌદ્ધોની વસતી ધરાવતા મ્યાંમારમાં પર્યટનને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય

- વિઝા ઓન અરાઇવલ પદ્ધતિથી પ્રવેશ આપશે, સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને માટે માત્ર પાસથી જ પ્રવેશ મળી જશે

મ્યાંમાર અને ભારત માટે 08-08-2018 નો દિવસ ઐતિહાસીક હતો. બન્ને દેશોએ મળીને સરહદોને આવવા જવા માટે ખુલ્લી મુકી દીધી છે અને એકબીજા દેશમાં પ્રવેશવા માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે.

મ્યાંમારે અત્યાર સુધી ભારતીયોના પ્રવેશ માટે કેટલાક આકરા નિયમો લાગુ કર્યા હતા જેમાં પ્રવેશ માટે વિશેષ અનુમતીની જોગવાઇ પણ હતી.

અંતે આ જોગવાઇને મ્યાંમારે રદ કરી દીધી છે. જેને પગલે હવે બન્ને દેશના નાગરીકો માટે એકબીજાના દેશોમાં હરવા ફરવાનું વધુ સરળ થઇ ગયું છે. આ માટે ખાસ બોર્ડર ઓપન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે વાતચીત કરતી વેળાએ મ્યાંમારમાં ભારતના કોંસલ જનરલ નંદનસિંહે જણાવ્યું હતું કે ભારત અને મ્યાંમાર વચ્ચે આ ઐતિહાસિક દિવસ સમય છે.

બન્ને દેશના સંબંધોને મજબુત બનાવવામાં આ પગલુ અતી મહત્વનું સાબીત થશે. બન્ને દેશના નાગરીકો પાસે માન્ય પાસપોર્ટ હશે તેઓ એકબીજાના દેશમાં પ્રવેશી શકશે. તામુ-મોરેહ વિસ્તારમાં આ બોર્ડ ખુલ્લી મુકવામાં આવી છે.

આ ઉપરાંત બન્ને દેશની સરહદે રહેતા નાગરીકોને બોર્ડર પાસ આપવામાં આવશે. આ પાસની મદદથી સ્થાનિકો ૧૬ કિમીની અંદર કોઇ પણ પ્રકારની અનુમતી વગર પ્રવેશી શકશે. ૮૦ ટકા બૌદ્ધોની વસતી ધરાવતો મ્યાંમાર દેશ ભારતની પૂર્વ દિશામાં આવેલો છે. મિઝોરમ થઇને અહીં પ્રવેશી શકાય છે.

અત્યાર સુધી અનુમતી માટેની પર્મીટ સિસ્ટમથી પ્રવેશ મળતો હતો જેને હવે હટાવી લેવામાં આવ્યો છે. જેવા મ્યાંમાર પહોંચો કે તુરંત જ વીઝા મળી જશે. મ્યાંમાર સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ પગલુ ભર્યું હતું.



અમેરિકન મ્યુઝીયમ 'મેટ' ભારતને આઠમી સદીનું પૌરાણિક પાષાણ શિલ્પ પરત કરશે



- ઉત્તરાખંડમાં મધ્યકાલીન યુગમાં ચક્રવર્તેશ્વર મંદિરમાં તેની સ્થાપીત કરાઇ હતી

- ન્યુયોર્કના સૌથી પ્રતિષ્ઠિત 'મેટ' મ્યુઝીયમને દુર્ગા મહિસાસુરમર્દીનીનું શિલ્પ ૨૦૧૫માં દાનમાં મળ્યું હતું


ન્યુયોર્કના મેટ્રોપોલીટન મ્યુઝિયમ ઓફ આર્ટ દ્વારા ભારતને આઠમી સદીની પથ્થરની દુર્ગાની મૂર્તિ અને ત્રીજી સદીની ચુનાનું એક શિલ્પ પરત કરાશે.ન્યુયોર્કનું સૌથી પ્રતિષ્ઠીત અને લોકપ્રિય મ્યુઝિયમ 'મેટ' દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પથ્થરનું દુર્ગા મહિસાસુરમર્દીનીનું શિલ્પ ૨૦૧૫માં મ્યુઝિયમને દાનમાં મળ્યું હતું.સંશોધન દરમિયાન કે.પી.નૌટિયાલ દ્વારા લીખીત અને ધી આર્ચીઓલોજી ઓફ કુમાનના ૧૯૬૯ના પ્રકાશનમાં મ્યુઝિયમના સ્ટાફને જાણવા મળ્યું હતું કે આ મૂર્તિને ઉત્તરાખંડમાં મધ્યકાલીન યુગમાં ચક્રવર્તેશ્વર મંદિરમાં તેની સ્થાપીત કરાઇ હતી.

મ્યુઝિયમે ભારતના પુરાતત્વ ખાતાનો સંપર્ક કર્યો હતો અને તેને પરત આપવા માટે મેટ અને ભારત વચ્ચે ૨૦૧૮માં કરાર કરવામાં આવ્યો હતો.'એક પુરૃષ દેવતાનું શીશ'નું ચૂનાનું શિલ્પ ૧૯૮૬માં મ્યુઝિયમને દાનમાં મળ્યું હતું. સ્ટાફને તાજેતરમાં જાણવા મળ્યું હતું કે નાગાર્જુકોન્ડા સાઇટ મ્યુઝિયમનો ઉત્તખનનનો એક ભાગ હતો જેને ભારતને પરત આપવાની ઓફર કરાઇ હતી.ચાલુ સપ્તાહના અંત સુધીમાં બંને શિલ્પ ભારતને મોકલી અપાશે.


વિશ્વ આદિવાસી દિવસ- ૯ ઓગસ્ટ