ગુરુવાર, 9 ઑગસ્ટ, 2018


અમેરિકન મ્યુઝીયમ 'મેટ' ભારતને આઠમી સદીનું પૌરાણિક પાષાણ શિલ્પ પરત કરશે



- ઉત્તરાખંડમાં મધ્યકાલીન યુગમાં ચક્રવર્તેશ્વર મંદિરમાં તેની સ્થાપીત કરાઇ હતી

- ન્યુયોર્કના સૌથી પ્રતિષ્ઠિત 'મેટ' મ્યુઝીયમને દુર્ગા મહિસાસુરમર્દીનીનું શિલ્પ ૨૦૧૫માં દાનમાં મળ્યું હતું


ન્યુયોર્કના મેટ્રોપોલીટન મ્યુઝિયમ ઓફ આર્ટ દ્વારા ભારતને આઠમી સદીની પથ્થરની દુર્ગાની મૂર્તિ અને ત્રીજી સદીની ચુનાનું એક શિલ્પ પરત કરાશે.ન્યુયોર્કનું સૌથી પ્રતિષ્ઠીત અને લોકપ્રિય મ્યુઝિયમ 'મેટ' દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પથ્થરનું દુર્ગા મહિસાસુરમર્દીનીનું શિલ્પ ૨૦૧૫માં મ્યુઝિયમને દાનમાં મળ્યું હતું.સંશોધન દરમિયાન કે.પી.નૌટિયાલ દ્વારા લીખીત અને ધી આર્ચીઓલોજી ઓફ કુમાનના ૧૯૬૯ના પ્રકાશનમાં મ્યુઝિયમના સ્ટાફને જાણવા મળ્યું હતું કે આ મૂર્તિને ઉત્તરાખંડમાં મધ્યકાલીન યુગમાં ચક્રવર્તેશ્વર મંદિરમાં તેની સ્થાપીત કરાઇ હતી.

મ્યુઝિયમે ભારતના પુરાતત્વ ખાતાનો સંપર્ક કર્યો હતો અને તેને પરત આપવા માટે મેટ અને ભારત વચ્ચે ૨૦૧૮માં કરાર કરવામાં આવ્યો હતો.'એક પુરૃષ દેવતાનું શીશ'નું ચૂનાનું શિલ્પ ૧૯૮૬માં મ્યુઝિયમને દાનમાં મળ્યું હતું. સ્ટાફને તાજેતરમાં જાણવા મળ્યું હતું કે નાગાર્જુકોન્ડા સાઇટ મ્યુઝિયમનો ઉત્તખનનનો એક ભાગ હતો જેને ભારતને પરત આપવાની ઓફર કરાઇ હતી.ચાલુ સપ્તાહના અંત સુધીમાં બંને શિલ્પ ભારતને મોકલી અપાશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો