શુક્રવાર, 12 ઑક્ટોબર, 2018

જખૌના સમુદ્રમાંથી પ્રગટેલા મા આશાપુરા, વિશાળ કદની પ્રતિમા છતાં પુષ્પતુલ્ય વજન!

 

- નલિયાના નગરશેઠને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા

- નગરશેઠ અને તિલાટ ઠાકોર સહિતના મહાજનોએ જૂની કાપડ બજાર વિસ્તારમાં દાવડા પરિવારની બેઠકમાં સ્થાપના કરી હતી


મા આશાપુરાના પ્રાગટય સાથે નલિયાના મંદીરની કાથા વણાયેલી છે. નગરશેઠને સ્વપ્નમાં આવેલા માતાજીએ આદેશ કર્યો હતો કે જખૌના દરિયાકિનારેાથી તેમને લાવવામાં આવે અને નલિયામાં વિધિવત સૃથાપિત કરાય.

અબડાસાના મુખ્ય માથક નલિયાના આશાપુરા માતાજીના મંદીરનો રોચક ઈતિહાસ જાણવા જેવો છે. આ જ ગામના નગરશેઠ સાંયામાલ ફતનમલ દાવડા ઠક્કર ધર્માભિમુખ અને દાનવીર હતા. વિક્રમ સંવત ૧૭૨૦ના આષાઢ સુદ૨ ના માતાજી સપનામાં આવ્યા હતા. જેમાં એવો આદેશ આપ્યો હતો કે, નલિયાથી ૧૦ ગાઉ એટલે કે અંદાજે ૨૮ કિલોમીટર જખૌના દરિયાકિનારા પાસેથી નગરશેઠ તેના મસ્તક પર પાધરાવીને તેના ઘરની બેઠકમાં વિિધવત સૃથાપિત કરે. 

સાંયામાલે એવો પ્રશ્ન કર્યો કે આવી વિશાળ પ્રતિમા હું કેમ ઉંચકી શકીશ ? ત્યારે મા આશાપુરાએ એવું આશ્વાસન આપ્યું હતું કે, મૂર્તિનો ભાર પુષ્પતુલ્ય લાગશે.  આમ સાંભળીને નગરશેઠે ત્યાંના તિલાટ ઠાકોર હોથીજી પેટવારા, હમીરજી, હાલાજી અને ગામના મહાજનો અને લોકોની સહમતિ સાધીને મોટી સંખ્યામાં લોકો જખૌના સમુદ્ર સુાધી પહોંચ્યા હતા. 

અહીં પાધારેલા માતાજીને વાજતે ગાજતે લાવ્યા અને નગરશેઠની બેઠકમાં પાધરાવીને તે સમયે સારસ્વત બ્રાહ્મણ પંડિત ગંગારામ મેઘરાજ ગાવડિયાના આચાર્યપદે વિધિપૂર્વક સૃથાપના કરી હતી. આ મંદિરનુ મહત્વ પણ વિશેષ જળવાઈ રહ્યું છે. 

છોટાઉદેપુરનુ ટીમલી નૃત્ય અને કચ્છનું ગજિયો ગીત આકર્ષણનું કેન્દ્ર રહ્યું

 
-     ડાયરામાં મેઘાણી અને દુલા ભાયા કાગના છંદ તેમજ દુહાએ રંગ જમાવ્યો

રાષ્ટ્રીય એક્તા શિબિરના આઠ દિવસીય કાર્યક્રમમાં ૧૧ રાજ્યોના વિદ્યાર્થીઓ દરરોજ પોતાના રાજ્યનું પ્રખ્યાત નૃત્ય અને સંગીત રજૂ કરી રહ્યા છે.આજે ગુજરાતનું ટીમલી અને ગજિયો નૃત્ય વિદ્યાર્થીઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
એમ.એસ.યુનિ.માં સોશિયલ વર્ક ફેકલ્ટીમાં યોજાયેલી રાષ્ટ્રીય એક્તા શિબિરમાં ગુજરાત,ઉત્તરપ્રદેશ, ઓડિશા અને કર્ણાટકના વિદ્યાર્થીઓ પોતાના લોકનૃત્ય તેમજ શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિ કરી હતી.જેમાં ઓડિશાના વિદ્યાર્થીઓએ પાટ્ટસાળી પહેરીને સાંતાલી, સંગીતના પાંચ સાધનો સાથે કરાતું સંબલપુરી નૃત્ય અને સંકીર્તનની પ્રસ્તુતિ કરી તો બીજી તરફ યુપી અને કર્ણાટકના વિદ્યાર્થીઓએ કથક,ભરતનાટયમ અને કવાલી રજૂ કરી હતી. 
ગુજરાત વિદ્યાપીઠ અને ભક્ત કવિ નરસિંહ મહેતાના વિદ્યાર્થીઓએ છોટાઉદેપુર અને કવાંટનું પ્રખ્યાત ટીમલી નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.વિદ્યાર્થીઓએ કહ્યું કે, ટીમલી નૃત્ય આદિવાસીઓનું સાંસ્કૃતિક નૃત્ય છે જે કોઈ ગીતના બોલ વગર ફક્ત ઢોલના થાપ પર જ કરવામાં આવે છે.પરંતુ આધુનિક સમયમાં હવે ઢોલના સ્થાને બીજા સંગીતના સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સિવાય તેમણે ડાયરામાં મેઘાણી અને દુલા ભાયા કાગના છંદ અને દુહા ગાયા હતા.
નવરાત્રિ અને લગ્નમાં ગવાતા ગજિયા વિશે વાત કરતા વિદ્યાર્થીએ કહ્યું કે ગજિયો ઢોલ,શહેનાઈ,બેંજો અને કેસિયો સાથે ગાવામાં આવે છે અને લાકડી સાથે કલાકારો નૃત્ય કરે છે.ગજિયાનો અર્થ પથ્થર અને પહેલાના સમયમાં માપ લેવા માટે મીટરના સ્થાને ગજ શબ્દનો પ્રયોગ થતો હતો.
આજે પણ કચ્છના દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગજિયાની પ્રસ્તુતિ કરવામાં આવે જ છે.

યુથ ઓલિમ્પિકમાં ભારતીય શૂટર સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો

ભારતના ૧૬ વર્ષીય શૂટર સૌરભ ચૌધરીએ એશિયન ગેમ્સ અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ બાદ યુથ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડન દેખાવ જારી રાખ્યો હતો. આર્જેન્ટીનાના બ્યુનોસ એર્સમાં ચાલી રહેલા ત્રીજા યુથ ઓલિમ્પિકમાં ભારતીય શૂટર સૌરભે ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ધાર્યા નિશાન પાર પાડતાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. આ સાથે યુથ ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો હતો. 
વેઇટલિફ્ટિંગમાં જેરેમી લાલરીન્નુન્ગાએ અને શૂટિંગમાં મનુ ભાકેરે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. જે પછી સૌરભે ત્રીજો ગોલ્ડ મેડલ ટીમ ઈન્ડિયાની મેડલ ટેલિમાં સામેલ કર્યો છે. આ સાથે મેડલ ટેબલમાં ભારત ત્રણ ગોલ્ડ અને ત્રણ સિલ્વર સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે રશિયા૧૩ ગોલ્ડ સાથે ટોચના ક્રમે જ્યારે હંગેરી સાત ગોલ્ડ સાથે બીજા ક્રમે છે.