શુક્રવાર, 12 ઑક્ટોબર, 2018

યુથ ઓલિમ્પિકમાં ભારતીય શૂટર સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો

ભારતના ૧૬ વર્ષીય શૂટર સૌરભ ચૌધરીએ એશિયન ગેમ્સ અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ બાદ યુથ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડન દેખાવ જારી રાખ્યો હતો. આર્જેન્ટીનાના બ્યુનોસ એર્સમાં ચાલી રહેલા ત્રીજા યુથ ઓલિમ્પિકમાં ભારતીય શૂટર સૌરભે ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ધાર્યા નિશાન પાર પાડતાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. આ સાથે યુથ ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો હતો. 
વેઇટલિફ્ટિંગમાં જેરેમી લાલરીન્નુન્ગાએ અને શૂટિંગમાં મનુ ભાકેરે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. જે પછી સૌરભે ત્રીજો ગોલ્ડ મેડલ ટીમ ઈન્ડિયાની મેડલ ટેલિમાં સામેલ કર્યો છે. આ સાથે મેડલ ટેબલમાં ભારત ત્રણ ગોલ્ડ અને ત્રણ સિલ્વર સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે રશિયા૧૩ ગોલ્ડ સાથે ટોચના ક્રમે જ્યારે હંગેરી સાત ગોલ્ડ સાથે બીજા ક્રમે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો