છોટાઉદેપુરનુ ટીમલી નૃત્ય અને કચ્છનું ગજિયો ગીત
આકર્ષણનું કેન્દ્ર રહ્યું
- ડાયરામાં
મેઘાણી અને દુલા ભાયા કાગના છંદ તેમજ દુહાએ રંગ જમાવ્યો
રાષ્ટ્રીય એક્તા શિબિરના આઠ દિવસીય કાર્યક્રમમાં ૧૧ રાજ્યોના વિદ્યાર્થીઓ દરરોજ પોતાના રાજ્યનું પ્રખ્યાત નૃત્ય અને સંગીત રજૂ કરી રહ્યા છે.આજે ગુજરાતનું ટીમલી અને ગજિયો નૃત્ય વિદ્યાર્થીઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
એમ.એસ.યુનિ.માં
સોશિયલ વર્ક ફેકલ્ટીમાં યોજાયેલી રાષ્ટ્રીય એક્તા શિબિરમાં ગુજરાત,ઉત્તરપ્રદેશ, ઓડિશા અને કર્ણાટકના વિદ્યાર્થીઓ
પોતાના લોકનૃત્ય તેમજ શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિ કરી હતી.જેમાં ઓડિશાના
વિદ્યાર્થીઓએ પાટ્ટસાળી પહેરીને સાંતાલી, સંગીતના પાંચ સાધનો સાથે કરાતું
સંબલપુરી નૃત્ય અને સંકીર્તનની પ્રસ્તુતિ કરી તો બીજી તરફ યુપી અને કર્ણાટકના
વિદ્યાર્થીઓએ કથક,ભરતનાટયમ અને કવાલી રજૂ કરી હતી.
ગુજરાત
વિદ્યાપીઠ અને ભક્ત કવિ નરસિંહ મહેતાના વિદ્યાર્થીઓએ છોટાઉદેપુર અને કવાંટનું
પ્રખ્યાત ટીમલી નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.વિદ્યાર્થીઓએ કહ્યું કે, ટીમલી નૃત્ય આદિવાસીઓનું સાંસ્કૃતિક નૃત્ય છે જે કોઈ ગીતના
બોલ વગર ફક્ત ઢોલના થાપ પર જ કરવામાં આવે છે.પરંતુ આધુનિક સમયમાં હવે ઢોલના સ્થાને
બીજા સંગીતના સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સિવાય તેમણે ડાયરામાં મેઘાણી અને દુલા
ભાયા કાગના છંદ અને દુહા ગાયા હતા.
નવરાત્રિ અને
લગ્નમાં ગવાતા ગજિયા વિશે વાત કરતા વિદ્યાર્થીએ કહ્યું કે ગજિયો ઢોલ,શહેનાઈ,બેંજો અને કેસિયો સાથે ગાવામાં આવે
છે અને લાકડી સાથે કલાકારો નૃત્ય કરે છે.ગજિયાનો અર્થ પથ્થર અને પહેલાના સમયમાં
માપ લેવા માટે મીટરના સ્થાને ગજ શબ્દનો પ્રયોગ થતો હતો.
આજે પણ કચ્છના દરેક
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગજિયાની પ્રસ્તુતિ કરવામાં આવે જ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો