ગુરુવાર, 8 ફેબ્રુઆરી, 2018


Google અને NCERT વિદ્યાર્થીઓને ડિજિટલ સલામતી શીખવવા માટે કરાર કર્યા





Google અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCRT-National Council of Educational Research and Training) એ માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT--Information and Communication Technology) અભ્યાસક્રમમાં 'ડિજિટલ સિટિઝનશિપ એન્ડ સેફ્ટી' પર અભ્યાસક્રમને સંકલિત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ સંધિ 'સેફર ઈન્ટરનેટ ડે' (6 ફેબ્રુઆરી) પર હસ્તાક્ષર કરવામાં આવી હતી. આ કોર્સનો હેતુ ભારતની યુવા પેઢીની જાગૃતિ લાવવા માટે ઇન્ટરનેટને એક સલામત જગ્યા બનાવવું.

શું કહે છે આ કરાર?

ગૂગલ ઇન્ડિયા દ્વારા ડિજિટલ નાગરિકતા અને સલામતી અભ્યાસક્રમ માળખાગત વર્ગના અભ્યાસ દ્વારા ઇન્ટરનેટ સલામતી અને વપરાશના સામાજિક, નૈતિક અને કાનૂની પાસા લાવવાનો છે. 

સંપૂર્ણ અભ્યાસક્રમ ચાર વર્ગો (Themes) માં વહેંચાયેલો છે , જેમ કે સ્માર્ટ બનવું, સલામત બનવું, ડિજિટલ નાગરિક બનવું અને ભવિષ્યમાં તૈયાર થવું .

આ કોર્સનો પ્રારંભ પ્રાથમિક વર્ગોથી વરિષ્ઠ માધ્યમિક બાળકોના ઇન્ટરનેટ વપરાશ સાથે ધીમે ધીમે થવાનો છે. કોર્સના મોડ્યુલો (કેટેગરીઝ) બાળકોને જોડવા અને તેમના બૌદ્ધિક અને જિજ્ઞાસુ પ્રકૃતિ સાથે ગતિ મેળવવામાં આવે છે.

ઈન્ટરનેટ સલામતીથી બાળકોને પરિચિત બનાવવાના હેતુના મૂળભૂત મૉડ્યૂલ્સ, ગોપનીયતા, ઉપકરણ મેનેજમેન્ટ, બૌદ્ધિક સંપત્તિ (આઇપી) અને પ્રતિષ્ઠા સંચાલન જેવા અદ્યતન વિષયોમાં વધારો થાય છે, જેમ કે બાળકો વધતા જાય છે, જે ધીમે ધીમે ઓનલાઇન નાણાકીય સાક્ષરતા અને સાયબર ક્રાઇમ તરફ આગળ વધે છે. ડિજિટલ સિટિઝન્સ તરીકે તેમને વધુમાં, ગૂગલ (Google) એ શિક્ષકો માટે અભ્યાસક્રમ પણ બનાવ્યો છે જેથી તેઓ વિદ્યાર્થીઓ તેમના વર્ગખંડમાં ડિજિટલ નાગરિકતા વિશે બધું શીખી શકે.

1854 બાદ પ્રથમ વખત પોસ્ટમેનના યુનિફોર્મમાં ફેરફાર, ગાંધી ટોપીને વિદાય



- પોસ્ટમેન સહિતના કર્મચારીઓનો ખાખી યુનિફોર્મ હવે ખાદીનો થશે


વર્ષ 1854માં પોસ્ટ વિભાગની શરુઆત થયા બાદ સૌ પ્રથમ વખત પોસ્ટમેનના યુનિફોર્મમાં ફેરફાર કરાયો છે. વડોદરા રીજનના ૧૫૦૦ જેટલા પોસ્ટમેન અને ૮૯૪ જેટલા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફને નવો યુનિફોર્મ મળશે. યુનિફોર્મના રંગમા કોઇ ફેરફાર કરાયો નથી, ખાખી રંગનો આ યુનિફોર્મ હવે ખાદીના કાપડનો રહેશે.

આ ઉપરાંત યુનિફોર્મની ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરાયા છે. ઘરે-ઘરે ટપાલ આપવા માટે આવતા પોસ્ટમેન હવે ગાંધીટોપીમાં જોવા નહીં મળે કારણકે, નવા યુનિફોર્મમાં ગાંધી ટોપીના બદલે સાદી ટોપી રાખવામાં આવી છે.


સ્વતંત્રતા પૂર્વે અંગ્રેજોના શાસન વખતે પોસ્ટમેન સહિતના પોસ્ટ વિભાગના સ્ટાફનો ખાખી યુનિફોર્મ નિયત કરાયો હતો. સ્વતંત્રતા બાદ ભારત સરકારે પણ પોસ્ટ વિભાગના કર્મચારીઓ માટે ખાખી યુનિફોર્મ જ ચાલુ રાખ્યો હતો. પરંતુ, હવે પોસ્ટમેન તથા મલ્ટી પર્પસ સ્કીલના કર્મચારીઓના ખાખી યુનિફોર્મને ખાદીનો કરવાનો નિર્ણય દેશભરમાં લેવાયો છે.



ઝુલન ગોસ્વામીએ ૨૦૦મી વિકેટ ઝડપી : વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર


- સાઉથ આફ્રિકા સામેની વન ડેમાં ભારતીય મહિલા ક્રિકેટરની સિદ્ધિ

- ૩૫ વર્ષીય બોલરે ૧૬૬મી વન ડેમાં રેકોર્ડ નોંધાવ્યો


ભારતની મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ વધુ એક સિદ્ધિનું શિખર સર કરતાં આંતરરાષ્ટ્રીય વિમેન્સ વન ડે ક્રિકેટમાં ૨૦૦ વિકેટ ઝડપનારી સૌપ્રથમ મહિલા ખેલાડી તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ઝુલને સાઉથ આફ્રિકા સામેની આઇસીસી વિમેન્સ ચેમ્પિયનશીપની બીજી વન ડેમાં સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટની વિકેટ ઝડપીને વિમેન્સ ક્રિકેટમાં અનોખો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.  ઝુલન ગોસ્વામીએ કારકિર્દીની ૧૬૬મી વન ડે રમતાં ૨૦૦ વિકેટ ઝડપવામાં સફળતા મેળવી હતી. ભારતે બીજી વન ડેમાં પણ જીતનો તખ્તો તૈયાર કરતાં યજમાન સાઉથ આફ્રિકાને૩૦૨ રનનો વિશાળ પડકાર આપ્યો હતો. નોંધપાત્ર છે કે, પ્રથમ વન ડેમાં ભારતે સાઉથ આફ્રિકાને ૮૮ રનથી હાર આપી હતી. આ ચેમ્પિયનશીપમાં બંને ટીમોને ૨૦૨૧માં વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મેળવવાની તક મળી છે. ભારતની મહિલા ટીમે ત્રણ વિકેટે ૩૦૨ રન ખડક્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા ૧૨૪માં ખખડી જતાં ભારતનો ૧૭૮ રનથી વિજય થયો હતો અને ભારતે આ સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઈ મેળવી હતી.

વિમેન્સ વન ડેમાં હાઈએસ્ટ વિકેટનો રેકોર્ડ

બોલર
દેશ
વન ડે
ઓવર
રન
વિકેટ
બેસ્ટ
સરેરાશ
ગોસ્વામી
ભારત
૧૬૬*
૧૩૩૭.૧
૪૩૩૫
૨૦૦
૬/૩૧
૨૧.૬૭
ફિટ્ઝપેટ્રિક
ઓસ્ટ્રેલિયા
૧૦૯
૧૦૦૨.૫
૩૦૨૩
૧૮૦
૫/૧૪
૧૬.૭૯
સ્થાલેકર
ઓસ્ટ્રેલિયા
૧૨૫
૯૯૪.૦
૩૬૪૬
૧૪૬
૫/૩૫
૨૪.૯૭
એ.મોહમ્મદ
વિન્ડિઝ
૧૧૧
૮૩૦.૪
૨૭૬૬
૧૪૫
૭/૧૪
૧૯.૦૭
નીતુ ડેવિડ
ભારત
૯૭
૮૧૫.૨
૨૩૦૫
૧૪૧
૫/૨૦
૧૬.૩૪





મંગળ પર જનારા રોકેટ 'ફાલ્કન હેવી'ના પ્રથમ પ્રાયોગિક ઉડ્ડયનને સફળતા મળી


- 'સ્પેસ-એક્સ' દ્વારા પૃથ્વી પરનું સૌથી કદાવર રોકેટ તૈયાર કરાયું છે!
- નાસાના ચંદ્રમિશન અને સ્પેસ શટલ જ્યાંથી લોન્ચ થતા હતા એ 'કેપ કેનેડી સ્પેસ સેન્ટર'ના લોન્ચિંગ પેડ નંબર ૩૯-એ પરથી રોકેટે ઉડાન ભરી

પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી અને સૌથી વજનદાર રોકેટ 'ફાલ્કન-હેવી' આજે સફળતાપૂર્વક લોન્ચ થયું હતું. નાસાના 'કેપ કેનેડી સ્પેસ સેન્ટર' ખાતેના લોન્ચ પેડ નંબર ૩૯-એ પરથી આજે ફાલ્કન બપોરે સ્થાનિક સમય પ્રમાણે ૩ઃ૪૫ કલાકે (ભારતીય સમય પ્રમાણે રાતે પોણા બે આસપાસ) લોન્ચ થયું હતું.

આ લોન્ચિંગ પેડ પરથી જ નાસાએ વર્ષો પહેલા ચંદ્ર પર ગયેલા એપોલો મિશન અને પછી સ્પેસ શટલ લોન્ચ કર્યા હતા. એ ઐતિહાસિક લોન્ચ પેડ પરથી ફાલ્કને ઉડાન ભરીને ઈતિહાસ સર્જ્યો હતો. ૧૪,૨૦,૭૮૮ કિલોગ્રામ જેટલું તોતિંગ વજન હોવાથી આ રોકેટને 'ફાલ્કન હેવી' નામ પણ આપવામાં આવ્યુ છે. ફાલ્કન હેવી અમેરિકી કંપની 'સ્પેસ-એક્સ'ની માલિકીનું રોકેટ છે, સ્પેસ શટલની માફક નાસાનું રોકેટ નથી.

નાસાએ સ્પેસ શટલ કાર્યક્રમ બંધ કર્યા પછી કેટલીક ખાનગી કંપનીઓ રોકેટ બનાવાની કામગીરીમાં પડી છે. તેમાં બે મુખ્ય છે, એક સ્પેસ એક્સ અને બીજી 'યુનાઈટેડ લોન્ચ એલાયન્સ' છે, જેનું ડેલ્ટા રોકેટ બીજા નંબરનું સૌથી ભારે રોકેટ છે. અમેરિકી ઉદ્યોગપતિ અને ટેસ્લા મોટર્સના માલિક એલન મસ્કે અવકાશયાત્રા માટે આ સ્પેસ-એક્સ નામની કંપની સ્થાપી છે.

મસ્કની ઈચ્છા મંગળ સુધી સફર કરવાની છે. માટે એ રોકેટ સહિતના મંગળ પ્રવાસનું આયોજન કરી રહ્યાં છે. ફાલ્કન રોકેટનું પણ લાંબા ગાળાનું આયોજન મંગળ સફરનું જ છે. એ રોકેટને આજે સફળતા મળી એ મંગળ પ્રવાસની દિશામાં મહત્ત્વનું કદમ ગણાશે. આ રોકેટ અત્યંત ભારે હોવાથી તેને ધરતીના ગુરુત્વાકર્ષણથી ઊંચુ થવાની સફળતા મળી એ જ મોટી સિદ્ધિ છે. કેમ કે આ રોકેટે લોન્ચિંગ વખતે એક સાથે ૧૮ બોઈંગ-૭૪૭ વિમાન ઉડે ત્યારે પેદા થાય એટલો ધક્કો પેદા કર્યો હતો.

જોકે મંગળ તરફની સફર કરવાની થાય તો પણ તેની પ્રાથમિક તૈયારી ૨૦૨૨ પહેલા નહીં થાય. કાર ઉત્પાદક કંપનીના માલિક હોવાથી એલને રોકેટમાં સામાન તરીકે એક ખુલ્લી મોટરકાર ગોઠવી હતી. એ મોટર અવકાશમાં ઉપગ્રહની માફક જ ખુલ્લી મુકી દેવાઈ હતી, જે વરસોના વરસ સુધી કક્ષામાં ધૂમતી રહેશે. જોકે હાલ તો ઉપગ્રહની માફક આ કાર મંગળ અને ગુરુ વચ્ચે આવેલા લઘુગ્રહોના પટ્ટા તરફ સફર આગળ ધપાવી રહી છે. ત્યાં જો કોઈ લઘુગ્રહ સાથે તેની અથડામણ થશે તો કારના ચૂરા નીકળી જશે. ફાલ્કન રોકેટ ૩ બૂસ્ટર અને ૨૭ એન્જીન વડે બનેલું છે. વચ્ચેના બુસ્ટરમાં ટોચ પર અવકાશમાં મોકલવાની સામગ્રી એટલે કે પે-લોડ રાખવામાં આવ્યો હતો.

રોકેટ લોન્ચિંગની ૩ મિનિટ પછી તેના બે સાઈડના બૂસ્ટર રોકેટ ખરી પડયા હતા. અગાઉથી નક્કી થયેલા સ્થળે જ એ બુસ્ટર પૃથ્વી પરત આવ્યા હતા. આ રોકેટ એક સમયે એક સાથે ૬૩,૮૦૦ કિલોગ્રામ જેટલું વજન અવકાશમાં લઈ જઈ શકે એમ છે. જ્યારે મંગળ સુધીની સફર કરવાની હોય ત્યારે રોકેટ ૧૬,૮૦૦ કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે. બૂસ્ટર એટલે રોકેટને ધક્કો મારનારા (બૂસ્ટ કરનારા) બે પડખેના રોકેટ, જેમાં કોઈ સામગ્રી હોતી નથી. મુખ્ય રોકેટને ધક્કો મારી દીધા પછી બૂસ્ટર હંમેશા ખરી પડતાં જ હોય છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સામગ્રી મોકલવા માટે હાલ સ્પેસ-એક્સનું જ ફાલ્કન-૯ નામનું રોકેટ વપરાય છે. ૨૦૧૨થી આ રોકેટે લગભગ ૪૦ મિશન સફળતાપૂર્વક પાર પાડયા છે. ફાલ્કન હેવી એ ફાલ્કન-૯નું વધારે શક્તિશાળી વર્ઝન છે.

ફાલ્કન હેવી : ફેક્ટ ફાઈલ

રોકેટ
ફાલ્કન-૯
વજન
૧૪,૨૦,૭૮૮ કિલોગ્રામ
બુસ્ટર
ઊંચાઈ
૨૨૯.૬ ફીટ
વજન ક્ષમતા
૬૩,૮૦૦ કિલોગ્રામ
પહોળાઈ
૩૯.૯ ફીટ
વ્યાસ
૧૨ ફીટ

સૌથી શક્તિશાળી રોકેટ તો 'સેટર્ન-ફાઈવ' હતું.
અત્યારે ફાલ્કન હેવી સૌથી શક્તિશાળી એટલે કે મહત્તમ વજન અવકાશમાં પહોંચાડી શકે એવુ રોકેટ છે. પરંતુ ઈતિહાસમાં સૌથી શક્તિશાળી રોકેટની યાદી તૈયાર કરવામાં આવે તો ફાલ્કન હેવીને બીજો નંબર મળે. કેમ કે પહેલો નંબર સેટર્ન-૫ નામના રોકેટને આપવો પડે જે ૧૯૬૭થી ૧૯૭૩ સુધી કાર્યરત હતું. એ રોકેટનું કામ સમાનવ ચંત્રયાત્રા યોજવાનું હતું. એ રોકેટમાં ગોઠવીને વિવિધ મિશન ચંદ્ર સુધી પહોંચાડાયા હતા. સેટર્ન-ફાઈવ ૩૬૩ ફીટ ઊંચુ હતુ અને તેનું વજન ૨૮ લાખ કિલોગ્રામ કરતા પણ વધુ હતું. એ લોન્ચ થતું હતુ ત્યારે ફાલ્કન હેવી કરતાં પણ દોઢગણું બળ પેદા થતુ હતું.

રોકેટનું વજન ૧૪.૨૦ લાખ કિલોગ્રામ છે, લોન્ચિંગ વખતે રોકેટે ૧૮ બોઈંગ-૭૪૭ વિમાન જેટલું બળ પેદા કર્યું હતું
સામાન તરીકે ખુલ્લી મોટરકાર રોકેટમાં ગોઠવી