Thursday, 8 November 2018


વડાપ્રધાને સરહદે જવાનો સાથે દિવાળી ઉજવીઃ કેદારનાથના દર્શન કર્યા
Image result for narendra modi at kedarnath

- ઉત્તરાખંડમાં 7860 ફૂટની ઊંચાઇએ હર્ષિલમાં જવાનોને મળ્યા
- કેદારનાથ મંદિરમાં પૂજા કરી આસપાસના વિસ્તારના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી દિલ્હી પરત ફર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં હર્ષિલ ખાતે જવાનો સાથે દિવાળી ઉજવી કેદારનાથના દર્શને ગયા હતા. હેલિકોપ્ટરમાંથી ઉતરી લગભગ અર્ધો કિલોમીટર પદયાત્રા કરીને તેઓ કેદારનાથમાં મંદિરમાં પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી.

 
મંદિરની પ્રદક્ષિણા કરી તેમણે આસપાસ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ ત્રીજી કેદારનાથ યાત્રા હતી. તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ પણ હતા. કેદારનાથના દર્શન કરી વડાપ્રધાન દિલ્હી પરત ફર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઉત્તરાખંડના હર્ષિલ ખાતે ચીન સરહદ નજક તૈનાત જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા હતા. જવાનો સાથે દિવાળી ઉજવી તેમણે જવાનોને અભિનંદન આપ્યા હતા અને સંબોધન પણ કર્યું હતું. તેમણે અગાઉ જવાનો સાથે ઉજવેલી દિવાળીને યાદ કરી હતી. તેમણે જવાનો અને નિવૃત જવાનોના કલ્યાણ માટે લીધેલા પગલાંની માહિતી પણ આપી હતી. હર્ષિલ ૭૮૬૦ ફૂટની ઊંચાઇએ આવેલું કેન્ટોનમેન્ટ છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં ઉત્તરાખંડમાં આવેલા પ્રચંડ પૂરમાં કેદારનાથ મંદિરને ભારે નુકસાન થયું હતું. આ તબાહી બાદ કેદારનાથનું પુનઃ નિર્માણ થયું હતું. વડાપ્રધાને તે કામનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાનના સ્વાગત માટે કેદારનાથ મંદિરમાં સજાવટ કરાઇ હતી. મંદાકીની નદીને સમાંતર મંદિર સુધી બનેલા નવા રસ્તાનું વડાપ્રધાને નિરીક્ષણ કર્યું હતું.

Wednesday, 7 November 2018

ઇરાનમાં છાબહાર પોર્ટના વિકાસ માટે અમેરિકાએ ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી મુક્તિ આપી

 

-     ભારતને મળેલી છૂટમાં છાબહાર પોર્ટને અફઘાનિસ્તાન સાથે જોડતી રેલવે લાઇન પણ સામેલ

-     ચાબહાર પોર્ટ યુદ્ધનો સામનો કરી ચૂકેલા અફઘાનિસ્તાન માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે : અમેરિકા

 
અમેરિકાએ ઇરાનમાં મહત્ત્વપૂર્ણ ગણાતા ચાબહાર પોર્ટના વિકાસ માટે ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. ભારતને મળેલી છૂટમાં છાબહાર પોર્ટને અફઘાનિસ્તાન સાથે જોડતી રેલવે લાઇન પણ સામેલ છે. 
ઉલ્લેખનીય છે કે આ નિર્ણયના એક દિવસ અગાઉ જ અમેરિકાએ ઇરાન પર આકરા પ્રતિબંધોનો અમલ શરૃ કરી દીધો છે અને તેઓ આ પ્રતિબંધો કડક અમલ કરાવવા ઉત્સુક છે. 
ભારતને મળેલી આ છૂટછાટને ઓમાનની ખાડીમાં પોર્ટના વિકાસમાં ભારતની ભૂમિકાને અમેરિકાની માન્યતાના સ્વરૃપે જોવામાં આવી રહ્યું છે. 
ચાબહાર પોર્ટ યુદ્ધનો સામનો કરી ચૂકેલા અફઘાનિસ્તાન માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અમેરિકાના વિદેશ વિભાગના એક પ્રવક્તાના જણાવ્યા અનુસાર ખૂબ જ વિચારણાના અંતે વિદેશ પ્રધાને છાબહાર પોર્ટના વિકાસ, અફઘાનિસ્તાનમાં ઉપયોગમાં આવનાર રેલવે લાઇનના નિર્માણની સાથે ઇરાનના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાતથી ઇરાન ફ્રીડમ એન્ડા કાઉન્ટર પ્રોલિફરેશન એક્ટ, ૨૦૧૨ હેઠળ ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. 
અમેરિકાએ પાંચ નવેમ્બરે ઇરાનની વર્તણૂકમાં ફેરફાર લાવવા માટે ઇરાન પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રતિબંધો અમલમાં મૂક્યા છે.
વિશ્વના જે દેશો અને કંપનીઓ ઇરાન સાથે વેપાર કરશે તેમના પર અમેરિકા કડક પ્રતિબંધો મૂકશે. જેમાં ઓઇલની આયાત પણ સામેલ છે. 
જો કે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ભારત, ચીન, ઇટાલી, ગ્રીસ,.જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, તૂર્કીને ઇરાનમાંથી ઓઇલ ખરીદવાની છૂટ આપી છે. 

Tuesday, 6 November 2018

અયોધ્યામાં ધામધૂમથી ઉજવાશે દિવાળી, દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી તમામ કાર્યક્રમમાં લેશે ભાગઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાળીની ઉજવણીની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે દીપોત્સવીના કાર્યક્રમોમાં ભાગ લેવા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની પત્ની પણ ભારત આવી રહી છે. તેમના સ્વાગતમાં અયોધ્યાને શણગારવામાં આવ્યું છે. સરયૂ નદીના ઘાટ પર ભગવાન રામ અને હનુમાનજીની મૂર્તિઓ પણ લગાડવામાં આવી છે. ઘાટના પગથિયા પર લાખો દીવડા પ્રગટાવવામાં આવશે. 
નદીના બંને કિનારે 3 લાખથી વધારે દીવા પ્રજ્વલિત કરવામાં આવશે. આ આયોજનની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ટમાં થાય તેવા પ્રયાસ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય મહેમાન કિમ સાથે હાજરી આપશે.
દિવાળી પૂર્વે મંગળવારે રામાયણના અગલ અલગ ભાગ દર્શાવતા પ્લોટસ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં કોરિયા, રુસ, લાઓસ, ત્રિનિંદાદના આંતરરાષ્ટ્રીય અને 500 ભારતીય  કલાકારો ભાગ લેશે. મંગળવારે બપોરે 3 કલાકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કિમ જુંગ સુકનું સ્વાગત કરશે.

Monday, 5 November 2018

ભારતના વિજ્ઞાનીઓ- એન્જિનિયરોએ ઈતિહાસ સર્જયો પરમાણુ મિસાઈલ સજ્જ સબમરિન અરિહંત નેવીમાં સામેલ
 Image result for arihant submarine
- સમુદ્રમાં પરીક્ષણના પેટ્રોલિંગ માટે ગયેલ અરિહંત સોમવારે પરત ફરી, વડા પ્રધાને ક્રુ મેમ્બરને શુભકામના પાઠવી
- સબમરીનમાં તૈનાત 15 પરમાણુ મિસાઇલોમાં 750 કિમી જ્યારે 4 બેલેસ્ટિક મિસાઇલોમાં 3500 કિમી સુધી હુમલો કરવાની ક્ષમતા

ભારતને પહેલી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન મળી ગઇ છેઆઇએનએસ અરિહંતે સમુદ્રમાં પોતાની પહેલી પરિક્ષણ પેટ્રેલિંગ પુરી કરી દીધી હતી અને સોમવારે તે પરત સ્વદેશ પરત આવી ગઇ હતી. અરિહંતનો મતલબ છે દુશ્મનોને નષ્ટ કરવા. 
જમીન પર અગ્નિ મિસાઇલહવામાં લડાકુ વિમાન અને હવે સમુદ્રમાં અરિહંતનો સમાવેશ થઇ ગયો છે. અરિહંત પેટ્રોલિંગ કરીને પરત ફર્યાની સાથે જ ભારત એલિટ દેશોમાં સામેલ થઇ ગયો છે તેમ મોદીએ જણાવ્યું હતું. બાદમા મોદીએ અરિહંતની સફળતા બદલ દરેક ક્રુ મેમ્બરને શુભકામના પાઠવી હતી.
આ સબમરીનની ખાશીયત એ છે કે તે જળમાં હુમલા માટે પણ પરમાણુ હથિયારો સાથે સજ્જ હશે,અગાઉ જે પણ સબમરીન હતી તેમાં આ સુવિધા નહોતી. જેને પગલે હવે ભારત સમુદ્રમાં પણ ચીન જેવા દેશોના હુમલાનો સામનો કરવા માટે સજ્જ થઇ ગયો છે. સબમરીનનું વજન ૬૦૦૦ ટન છે. પ્રથમ પેટ્રોલિંગમાં સફળતા બાદ આ સબમરિનને ભારતે કાર્યરત કરી દીધી છે અને હવે તે કોઇ પણ ઓપરેશન માટે તૈયાર છે.

આ સબમરીનમાં મિસાઇલો પણ સામેલ કરાઇ છે. જેની ક્ષણતા ૭૫૦ કિમી અને ૩૫૦૦ કિમી છે. એટલે કે સમુદ્રમાં પણ જો કોઇ દુશ્મન દેશની સબમરીનને તોડી પાડવી હોય તો આ સબમરીન હુમલા માટે સક્ષમ છે. ૧૫ જેટલી મિસાઇલો ૭૫૦ કિમી સુધી હુમલો કરી શકશે જ્યારે ૪ બેલેસ્ટિક મિસાઇલ ૩૫૦૦ કિમી સુધી હુમલો કરી શકે તે રીતે તૈયાર કરી છે.
 

આ સબમરિન આઇએનએસ અરિહંતને પહેલી વખત ૨૦૦૯માં વિશાખાપટનમમાં શિપ બિલ્ડિંગ સેંટરમાં લોંચ કરી હતી. આ વર્ષે ઓગસ્ટ માસમાં તેને સૈન્યને સોપી દેવામાં આવી હતી. જેણે પહેલી પરીક્ષા પસાર કરી લીધી છે. હવે તે સંપૂર્ણપણે હુમલો કરવા માટે સજ્જ છે.