Thursday, 27 April 2017

UDAN(Ude Desh Ka Aam Naagrik) Scheme by Mr. Modi


વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે શિમલાથી ઉડાન યોજનાનો આરંભ કરશે. આ યોજના અંતર્ગત આજથી નાંદેડ-હૈદ્રાબાદ વિમાન સેવા શરુ કરવામાં આવશે. ઉડાનના માધ્યમથી માફક દરે વિવિધ રાજ્યોના શહેરોમાં વિમાન સેવા શરુ કરવામાં આવશે. પહેલાં તબક્કામાં નાંદેડ-હૈદ્રાબાદ અને શિમલા-દિલ્હી માર્ગ પર આ સેવા શરુ કરવામાં આવશે.

પ્રાદેશિક સંપર્ક વધારવા માટે મોટાપાયે શરુ કરાયેલી આ પહેલી યોજના હોવાનું પણ જણાવાયું છે.

દેશના મહત્ત્વના શહેરેને જોડવા માટે ક્ષેત્રીય સંપર્ક યોજના ઓક્ટોબર ૨૦૧૬માં શરૃ કરવામાં આવી હતી. ગુરુવારે આ યોજનાનું લોકાપર્ણ થશે. અંદાજે ૫૦૦ કિલોમીટર માટે એક ફિકસ્ડ વીંગ એરક્રાફટ રહેશે. જેના માધ્યમથી ૧ કલાકના પ્રવાસ માટે અથવા તો હેલીકોપ્ટરના અડધો કલાકના પ્રવાસ માટે પ્રવાસીઓએ માત્ર ૨૫૦૦ ખર્ચવા પડશે.
પતંગ મ્યુઝિયમ - વિશ્વમાં પતંગોત્સવની રાજધાની એટલે અમદાવાદનુ આકાશ.

પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ. અમદાવાદના ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર ભાનુભાઈ શાહે ૩૦ વર્ષ પહેલા પતંગોના અંગત સંગ્રહમાંથી આ મ્યુઝિયમની શરુઆત કરી હતી. મ્યુઝિયમમાં ૨૦૦ કરતાં વધારે કલાત્મક પતંગોનો સંગ્રહ સચવાયેલો પડયો છે જેમાંથી ૧૦૦ જેટલા પતંગને પ્રદર્શન (ડિસપ્લે)માં મુકવામાં આવ્યા છે. સમયાંતરે આ પતંગોની ફેરબદલી થતી રહે છે. 
સરસ્વતી સાધના યોજના


નવમા ધોરણમાં પ્રવેશતી કન્યાઓ આગળ વ્યવસ્થિત ભણી શકે તે હેતુથી સરસ્વતી સાધના યોજના હેઠળ અન્ય પછાત વર્ગની કન્યાઓને સાઈકલ આપવી...
બાંગ્લાદેશમાં પશુઓની દાણચોરી માટે ૮૦ મિટર લાંબી ટનલ મળી..

સરહદ સુરક્ષા દળે(બી.એસ.એફ) બિહારમાંથી બાંગ્લાદેશમાં પશુઓની દાણચોરી માટે તૈયાર કરવામાં આવેલી ૮૦ મિટર લાંબી ટનલ શોધી કાઢી છે. આ ટનલ ચાના એક બગીચામાંથી ખોદીને બાંગ્લાદેશમાં જાય છે. બિહાર સરહદે ચોપરા- ફતેહપુર આઉટ પોસ્ટ નજીક આ ટનલ ખોદવામાં આવી હતી.

આ ટનલ ઉ.બંગાળમાંથી, કિશનગંજ નજીકથી ઝડપાઈ છે. બી.એસ.એફના વિભાગીય વડા દેવિશરણસિંહે પત્રકારો જણાવ્યુ હતું કે બાંગ્લાદેશ સરહદે વાડ બનાવાઈ છે, તેથી ભૂમિ માર્ગે દાણચારોએ આ ટનલ તૈયાર કરી છે.

ભારત- બાંગ્લાદેશ વચ્ચે ૪,૦૯૬ કિ.મી. લાંબી સરહદ છે. જેમાં આસામ, બંગાળ, બિહાર રાજ્યોની સરહદો તેને અડે છે. જ્યારે ગંગા, બ્રહ્મપુત્રા વગેરે નદિઓ ભારતમાંથી બાંગ્લાદેશમાં પ્રવેશતી હોઈને અર્ધી સરહદ પર ફેન્સિંગ શક્ય નથી અને ભારતથી મોટા પ્રમાણમાં પશૂઓ બાંગ્લાદેશ લઈ જવાય છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગહેલોત

ગુરૃદાસ કામતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદેથી રાજીનામુ આપ્યુ છે જેના પગલે હાઇકમાન્ડે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત કર્યાં છે.સાથે અન્ય ચાર મહામંત્રીઓની નિમણૂક પણ જાહેર કરવામાં આવી છે. જેમાં રાજીવ સાતવ, હર્ષવર્ધન સપકાલ,વર્ષા ગાયકવાડ, જીતુ પટવારી પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પર ધ્યાન આપશે. 
સુરત એરપોર્ટ માટે રન વેની સમાંતર ટેક્સી વે નું અયોજન

એરપોર્ટ રન વેનો મહત્તમ ઉપયોગ થાય અને એરટ્રાફિક ક્ષમતા વધારી શકાય તે માટે રન વેની સમાંતર ટેક્સી વે બનાવવાનું આયોજન કરાયું છે.

સુરત આવેલા રાજ્ય કક્ષાના એવિએશન મિનિસ્ટર જયંત સિંહાએ સુરત એરપોર્ટનો રન વે ૨૯૦૫ મીટરથી વિસ્તારીને ૩૮૧૦ મીટરનો કરવાની જાહેરાત કરી હતી

Computer mouse


Image result for computer mouse 27th april 1981
On 27th April in 1981, the first computer mouse for use with a personal computer makes its first appearance
Vinod Khanna dead.
Image result for vinod khanna
The original heartthrob of Hindi films died this morning. He was reportedly battling with cancer for years. The actor was 70.