શુક્રવાર, 19 ઑક્ટોબર, 2018

દુનિયાના સૌથી ઉંચા રેલવે ટ્રેક થકી લદ્દાખને દિલ્હી સાથે જોડાશે

 

 
ચીનની સરહદને અડીને આવેલા લદ્દાખના ઉત્તરી વિસ્તારને દેશની રાજધાની દિલ્હી સાથે રેલવે લાઈન થકી જોડવા માટેના પ્રોજેક્ટ પર કામ શરુ કરાયુ છે.
 

આ રેલ રુટનુ નામ બિલાસપુર-મનાલી-લેહ લાઈન હશે.આ રેલવે લાઈનનુ મહત્વ એટલા માટે છે કે તેનાથી થોડે દુર જ ચીનની બોર્ડર આવેલી છે.આ પ્રોજેક્ટ માટે પહેલા તબક્કાનો સર્વે પુરો થઈ ગયો છે.બીજા તબક્કાનો સર્વે 30 મહિનામાં પુરો થશે.

આ રેલવે લાઈનને નેશનલ સ્કીમ જાહેર કરવામાં આવશે.રેલવેના ઈતિહાસમાં આ રુટ પર રેલવે ટ્રેક નાંખવાનુ કામ સૌથી મુશ્કેલ મનાઈ રહ્યુ છે.

 
જાણી લો યોજનાના મહત્વના પાસા

  • પ્રસ્તાવિત ખર્ચ 83360 કરોડ રુપિયા, લંબાઈ 465 કિલોમીટર,દુનિયાની સૌથી ઉંચી રેલવે લાઈન બનશે જેની ઉંચાઈ સમુદ્ર સપાટીથી 5360 મીટર હશે.
  • રેલવે લાઈન પર 30 રેલવે સ્ટેશન હશે.જેમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના જ હશે.
  • રેલવે લાઈનનો 52 ટકા હિસ્સો સુરંગમાંથી પસાર થશે.સૌથી લાંબી સુરંગ 27 કિમીનો હશે.પહેલા ફેઝમાં 74 સુરંગ, 124 મોટા પુલ અને 396 નાના પુલ હશે. ખાલી સર્વે પાછળ 457 કરોડ રુપિયાનો ખર્ચો થશે.

 
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા બન્યા કરણી સેનાની મહિલા પાંખના અધ્યક્ષ

 


ભારતીય ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ નવી ઈનિંગ શરુ કરી છે. તેઓ રાજપૂત સમાજની કરણી સેનામાં જોડાયા છે અને તેમને રાજપૂત કરણી સેનાની ગુજરાત પ્રદેશની મહિલા પાંખના અધ્યક્ષ બનાવાયા છે.


દશેરાના તહેવાલ નિમિત્તે રાજકોટના ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા રાસના કાર્યક્રમમાં રીવાબા હાજર રહ્યા હતા.આ પ્રસંગે ઉપરોક્ત જાહેરાત કરવામાં આવી હતી.રીવાબા આમ તો મીકેનિકલ એન્જિનિયર થયેલા છે અને જ્યારે જામનગરમાં રીવાબા પર પોલીસ કર્મીએ હુમલો કર્યો હતો ત્યારે કરણી સેના તેમના સમર્થનમાં આવી હતી.

પદમાવતી ફિલ્મ સામે વિરોધ બાદ કરણી સેના રાતોરાત ચર્ચામાં આવી હતી.ગુજરાતમાં પણ તેના વિરોધની અસર જોવા મળી હતી.એ પછી કરણી સેના ગુજરાતમાં પોતાનુ વર્ચસ્વ વધારવા માટે પ્રયાસો કરી રહી છે. 
વડોદરા શહેરમાં આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ એકતા રથયાત્રા શરૃ


તા.૨૯ સુધી ૬ વોર્ડમાં ફરશો તા.૧૫ થી ૨૨ નવેમ્બરથી બીજા ૬ વોર્ડમાં રથયાત્રા ફરશે

Image result for statue-of-unity rath yatra start

નર્મદા ડેમ નજીક સાધુ ટેકરી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ બનીને તૈયાર થઈ ગઈ છે. તા.૩૧મી ઓક્ટોબરે, વડાપ્રધાન તેનું લોકાર્પણ કરશે. આ લોકાર્પણ સાથે લોકચેતનાની શક્તિને જોડવા રાજય સરકારે બે તબક્કામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ એકતા રથયાત્રાનું આયોજન કર્યુ છે. જે રાજયના દશ હજાર ગામોમાં કરશે અને સરદારની રાષ્ટ્રભક્તિ અને જીવન ઘડતરનાં સંદેશનો પ્રચાર કરશે.

Image result for statue-of-unity rath yatra start

વડોદરા શહેર-જિલ્લામાં વડોદરા કોર્પોરેશન તેમજ વડોદરા જિલ્લા પ્રશાસન, જિલ્લા પંચાયત દ્વારા તા.૨૦થી તા.૨૯ના પ્રથમ તબક્કામાં એકતા રથયાત્રા યોજાશે. પ્રથમ તબક્કામાં વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ૧૨ પૈકી ૬ વહિવટી વોર્ડસમાં એક એકતારથનું પરિભ્રમણ થશે. તા.૨૦ના રોજ વહીવટી વોર્ડ નં.૨ની કચેરી, સવાદ ક્વાર્ટર્સ પાસે, હરણી-વારસિયા રીંગરોડ ખાતે સવારે ૮ વાગ્યે એકતા રથયાત્રાનો પ્રારંભ થશે. તા.૨૦થી ૨૯ સુધીમાં ૬ વોર્ડ અને તા.૧૫થી ૨૨ નવેમ્બર સુધીમાં ૬ વોર્ડમાં એકતા રથયાત્રા બીજા તબક્કામાં ફરશે, તેમ મેયરે કહ્યું હતું. જિલ્લાના પાદરા અને કરજણ તાલુકાઓના ગામોમાં એકતા રથયાત્રા બીજા તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં એકતા રથ યાત્રા વડોદરા તાલુકાના ૩૩, સાવલી તાલુકાનાં ૫૧, વાઘોડીયા તાલુકાના ૪૦, ડભોઇ તાલુકાના ૪૬, શિનોર તાલુકાના ૧૦ અને ડેસર તાલુકાના ૨૦ મળીને કુલ ૨૦૦ ગામોમાં પરિભ્રમણ કરશે. સમગ્ર રાજ્યમાં ૬૦ થી વધુ એકતા રથોની વ્યવસ્થા કરવામાં આવી છે.રાત્રી રોકાણના ગામોમાં જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમા એકતાની સાથે જળ સંરક્ષણ અને જળ સંચયના મહત્વની જાણકારી આપવામાં આવશે.
દશેરાના દિવસે દૂધના અભિષેક સાથે ગામની ફરતે સુતરની દોરી બાંધવામાં આવે છે !


- દસક્રોઇના કાણીયેલ ગામે આજે પણ 'ગામ સુતરવાની ' પરંપરા જીવંત છે


- અનિષ્ટ તત્ત્વો સામે ગ્રામજનો, માલઢોર, ખેતીને રક્ષણ મળતું હોવાની માન્યતાઃ લાડવા બનાવી ઉજાણી કરાય છે



'ગામ સુતરવાની' આ પરંપરાને આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખી છે. ભારે આસ્થા સાથે આ દિવસે સાંજે ગામમાં દરેક ઘરમાં લાડવા, દાળ-ભાત બનાવીને માતાજીને પ્રસાદ ધરાવીને ઉજાણી કરવામાં આવતી હોય છે.


આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ દશેરાના દિવસે સવારે શુભ મુહુર્તમાં બ્રાહ્યણો દ્વારા શાસ્ત્રોક્ત વિધી અને મંત્રોના ઉચ્ચારણ સાથે આખા ગામની ફરતે સુરતની દોરી બાંધવામાં આવતી હોય છે. આ પ્રસંગે તમામ ગ્રામજનો હાજર રહેતા હોય છે. ગામની ફરતે સુતરની દોરી બાંધ્યા બાદ ગામની ફરતે દૂધનો અભિષેક કરાતો હોય છે.

વર્ષ દરમિયાન ગામમાં રોગચાળો ન વકરે, કુદરતી પ્રકોપ કે કોઇ અનિષ્ટ ન થાય , ગામમાં સુખશાંતિ રહે, માલઢોરની રક્ષાની સાથે ખેતીમાં પણ સારો પાક થાય તે માટે ગ્રામજનો દ્વારા આસ્થાભેર ગામ સુતરવાની વિધી કરવામાં આવતી હોય છે.

જોગણી માતાના મંદિરે એક ફૂટનો માતાજીનો રથ બનાવીને તેને રાત્રે ગામની સીમમાં ગ્રામજનો મૂકી આવતા હોય છે. આ રથ થકી માતાજી ગામમાં આવતા તમામ અવરોધો અને અનિષ્ટોથી ગ્રામજનોની માતાજી રક્ષા કરશે તેવી ગ્રામજનોની માન્યતા છે.