શુક્રવાર, 7 જુલાઈ, 2017

ઇપીએફઓએ પાંચ બેન્કો સાથે કરાર કર્યા છે




એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા ચાર ખાનગી બેન્કો અને બેન્ક ઓફ બરોડા સાથે કરાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ નોકરીયાતો પાસેથી પ્રોવિડન્ટ ફંડની ચૂકવણી અને તેના સબસ્ક્રાઇબર્સને ચૂકવણીનો છે.

 પહેલી વાર EPFO એ ખાનગી બેન્કો જેમકે ICICI Bank, HDFC Bank, Axis Bank and Kotak Mahindra Bank માં આ પહેલ કરી છે. અગાઉ, EPFO ઓ માત્ર રાજ્ય સંચાલિત બેંકોની સેવાઓનો ઉપયોગ કરી રહી હતી. EPFO ની આ પહેલ સંસ્થાને પ્રતિ વર્ષ રૂ. 300 કરોડની બચત કરવામાં મદદ કરશે કારણ કે પાંચ બેન્કો શૂન્ય ટ્રાન્ઝેકશન ચાર્જ પર સંમત છે.

પહેલેથી જ ઇપીએફઓએ પાંચ અન્ય બેન્કો સાથે જોડાણ કર્યું હતું.પાંચ અન્ય બેંકો  State Bank of India (SBI), Punjab National Bank, Allahabad Bank, Indian Bank and Union Bank of India છે. 

નવીનતમ કરાર હવે પ્રોવિડન્ટ ફંડે ફાળો મેળવવા અને કર્મચારીઓને ચુકવણી માટે 10 બેન્કોને અધિકૃત કરશે. દર વર્ષે, ઇપીએફઓ 1.16 કરોડ દાવાઓ પર ફિક્સ કરે છે અને ઇપીએફ એક્ટ હેઠળ સ્થાપનાથી 75,000 કરોડ એકત્રિત કરે છે.
સંજીવ ગોયંકાને આઇઆઇટી-ખરગપુર ચેરમેન તરીકે નિમવામાં આવ્યા છે




આરપી સંજીવ ગોયન્કા ગ્રુપના ચેરમેન, સંજીવ ગોયન્કાને IIT- ખડગપુર ખાતે બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન તરીકે નામ આપવામાં આવ્યું છે. તે ત્રણ વર્ષ સુધી ચેરમેન તરીકે સેવા આપશે.

સંસ્થાના વિઝિટર તરીકે સંજીવ ગોએન્કાને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા તેમની નામાંકિત તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ નિમણૂક સાથે, સંજીવ ગોયન્કા આઇઆઇટી-કિ.પી.માં બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન તરીકે બીજી મુદતની સેવા આપશે. 

અગાઉ, સંજીવ ગોયન્કાએ વડાપ્રધાનની વેપાર અને ઉદ્યોગ પરની કાઉન્સિલના સભ્ય તરીકે સેવા આપી હતી; અને તેના સંચાલક સંસ્થાઓના સભ્યો અને અધ્યક્ષ તરીકે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પર પણ  સેવા આપી હતી.

એશિયન એથ્લેટિક્સમાં ભારતને ડબલ ગોલ્ડ સહિત એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ



ઓડીસામાં શરૂ થયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે પ્રથમ દિવસે શાનદાર શરૃઆત કરતાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. 

મનપ્રીત કૌરે શાનદાર દેખાવ કરતાં ૧૮.૨૮ મીટર દૂર ગોળો ફેંકીને ભારતને ૨૨મી એશિયન 

એથ્લટિક્સ ઈવેન્ટમાં સૌપ્રથમ સુવર્ણ સફળતા અપાવી હતી.

ભારતના ગોવિંદન લક્ષ્મનને પુરુષોની ૫૦૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે ઈતિહાસ રચી 


દીધો હતો. 

ગોલ્ડ મેડલ જીતનારા મનપ્રીત અને લક્ષ્મનને લંડનમાં ઓગસ્ટમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય કરી લીધું છે.નોધપાત્ર છે કે, મનપ્રીત પાંચ વર્ષના બાળકની માતા છે. આ સાથે ભારતે એશિયન એથ્લેટિક્સમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.  

મેડલ વિજેતા ભારતીયો


મનપ્રીત કૌર
સુવર્ણ
ગોળા ફેંક
જી.લક્ષ્મનન
સુવર્ણ
૫૦૦૦ મીટર દોડ
નયના જેમ્સ
સુવર્ણ
લાંબી કૂદ
વી.નીના
સુવર્ણ
લાંબી કૂદ
વિકાસ ગૌવડા
સુવર્ણ
ચક્ર ફેંક
સંજીવની જાધવ
સુવર્ણ
૫૦૦૦ મીટર દોડ
અનુ રાની
સુવર્ણ
ભાલા ફેંક
વડાપ્રધાન ઈઝરાયેલથી જર્મનીઃ G-20 સંમેલનનો આજથી આરંભ...




- G-20 સંમેલનમાં ભાગ લેવા દુનિયાના 65 દેશોના લગભગ 4,800 પત્રકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
- નરેન્દ્ર મોદી આ પરિષદમાં ઉચ્ચ સ્તરીય શિષ્ટમંડળનું નેતૃત્વ કરશે.

G-20નો અર્થ ગ્રૂપ-20 સાથે છે, દુનિયાના 19 શક્તિશાળી દેશો અને યુરોપિયન યુનિયન(યુરોપના દેશોનો સમૂહ)નો સમૂહ છે. નરેન્દ્ર મોદી G-20 સંમેલનમાં ભાગ લેવા માટે ઈઝરાયેલનો પ્રવાસ પતાવીને જર્મની પહોંચી ગયા છે. 

G-20 સંમેલનમાં ભાગ લેવા દુનિયાના 65 દેશોના લગભગ 4,800 પત્રકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નરેન્દ્ર મોદી આ પરિષદમાં ઉચ્ચ સ્તરીય શિષ્ટમંડળનું નેતૃત્વ કરશે, જેમાં નીતિઆયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પાનગઢિયા પણ સામેલ છે G-20નું ગઠન G-7 દેશોએ કર્યું છે.


G-20નું આ 12મું શિખર સંમેલન છે. આવતે વર્ષે આ શિખર સંમેલન આર્જેન્ટિનાનાં બ્યુનસ આયર્સ શહેરમાં થશે, જ્યારે 2019નું 14મું શિખર સંમેલન ભારત યોજી શકે છે. 

આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગ્ડમ, અમેરિકા અને યુરોપીય સંઘના દેશો દર વર્ષે G-20ના સભ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ, વર્લ્ડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વિશ્વ વ્યાપાર સંગઠન, એફએસબી, ઓઈસીડી અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન જેવી સંસ્થાઓના પ્રતિનિધિ પણ G-20ની દરેક બેઠકમાં સામેલ રહે છે. 
ચાઈના-પાકિસ્તાન કોરિડોર પર ચીન રોડ અને રેલ કાર્ગો સેવા શરૂ કરશે




- પીઓકેમાંથી પસાર થતી કોરિડોર મુદ્દે ભારતના વિરોધની ઐસીતૈસી

- ગાન્ઝુ પ્રાંતથી વાયા ઉઇઘુર પ્રાંત પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી રેલ-રસ્તા બનાવવાનું ડ્રેગનનું આયોજન

ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર ચીને રોડ અને રેલ ફ્રેટ સર્વિસ ચાલુ કરવાનું આયોજન કર્યું છે. ૫૦ અબજ ડોલરના ખર્ચે તૈયાર થઈ રહેલી.


લાંઝુ ઈન્ટરનેશનલ ટ્રેડ એન્ડ લોજિસ્ટિક પાર્કના ડિરેક્ટર ઝુ ચુન્હુઆના જણાવ્યાનુસાર, નવી યોજના પ્રમાણે, ચીન ગાન્સુ પ્રાંતની રાજધાની લાન્ઝુથી પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી એક રોડ અને રેલ કાર્ગો સેવા શરૃ કરી રહ્યું છે. આ રસ્તો અને રેલ ચીનના સ્વાયત્ત ઉઇઘુર પ્રાંતમાંથી પસાર થશે.
અમદાવાદની ઝીલ દેસાઈ વિમ્બલડન ગર્લ્સ સિંગલ્સમાં



  • ઝીલ ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં જુનિયર કેટેગરીમાં રમી ચૂકી છે.
  • અમદાવાદમાં એચબીકે સ્કૂલમાં અભ્યાસ કરતી ઝીલ સાનિયા મિર્ઝાનો રેકોર્ડ તોડી ચૂકી છે.



લંડનમાં ચાલી રહેલી વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં અમદાવાદની આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈ ગર્લ્સ જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં ભાગ લેશે. અમદાવાદ રેેકેટ એકેડમી ખાતે ટ્રેનિંગ મેળવનારી ઝીલ દેસાઈની કારકિર્દી ચાલુ વર્ષે નવી ઊંચાઇએ પહોંચી છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન ગર્લ્સ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર ખેડી હતી, જે પછી તેણે ફ્રેન્ચ ઓપનમાં જુનિયર લેવલે ભાગ લીધો હતો અને હવે તે ઈંગ્લેન્ડ ક્લબ ખાતેની પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમમાં જુનિયર લેવલે રમશે.

અમદાવાદની એચબીકે સ્કૂલમાં અભ્યાસ કરતી ઝીલ દેસાઈ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયાના ટોડ ક્લાર્ક પાસેથી પ્રશિક્ષણ મેળવી રહી છે અને ધીરે ધીરે તેની રમતમાં નિખાર આવી રહ્યો છે. ઝીલના પિતા મેહુલભાઇએ કહ્યું કે, અમે તેને સ્પોર્ટસમાં આગળ વધવા માટે અનુકૂળતા કરી આપી છે. તેનું પર્ફોમન્સ પણ ઘણું સારુ રહ્યું છે. તે આંતરરાષ્ટ્રીય ટેનિસમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે તેવી અમારી અપેક્ષા છે. ઝીલની કારકિર્દીમાં ટોડ સર તેમજ અમદાવાદ રેકેટ એકેડમી અને અમદાવાદના કોચીસે  પાયાનો ફાળો આપ્યો છે.


ઝીલ દેસાઈ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર લેવલે સારો દેખાવ કરી રહી છે. તેણે જુનિયર આઇટીએફમાં ભારત તરફથી સૌથી વધુ ૧૦ ટાઈટલ જીતવાનો સાનિયા મિર્ઝાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ ઉપરાંત તે ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટમાં સિનિયર - જુનિયર લેવલે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચેલી ગુજરાતની સૌપ્રથમ ખેલાડી બની હતી. ઝીલની પસંદગી કોમનવેલ્થ યુથ ગેમ્સ ટેની ભારતની ટીમમાં કરવામાં આવી છે. તે ચાલુ વર્ષે મલેશિયામાં પીએમ કપ જીતી ચૂકી છે અને જુનિયર વર્લ્ડ રેન્કિંગમાં ૧૯માં ક્રમે છે, જ્યારે પ્રોસર્કિટના રેન્કિંગમાં ૭૧૨મો ક્રમાંક ધરાવે છે.