કતલના હેતુ માટે બજારમાં પશુના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો...
પર્યાવરણ મંત્રાલયે બહાર પાડેલા
હુકમ અનુસાર આખલા, બળદ, ગાયો, ભેંસો, વાછરડાઓ કે
વાછરડીઓ અને ઊંટને પણ આ જોગવાઈમાં સામેલ કરી દેવાયા છે.આ નિયમથી માંસની વિદેશમાં નિકાસ ઉપરાંત ગાય અને ભેંસના માંસના સ્થાનિક વેચાણ પર પણ ભારે અસર પડશે.
પશુના ખરીદનારાઓએ હવે બજારમાં રચાનારી સમિતિને
ખાતરી કરાવવી પડશે કે તેઓ પશુની ખરીદી કતલ માટે નથી કરતા, સમિતિએ ગ્રાહકે આપેલી વિગત
ચકાસીને તેનો છ માસ સુધી પુરાવો (રેકોર્ડ) જાળવવો પડશે. આ જોગવાઈ અનુસાર ખરીદનાર
વ્યક્તિ પણ તે પશુને રાજ્ય બહાર વેચી શકશે નહીં.
જો કે દેશના બંગાળ, કેરળ અને ઈશાન ભારતના રાજયોમાં ગૌમાંસનું વેચાણ-વપરાશ
થાય છે. જેમાં અરૃણાચલ, મિઝોરમ, મેઘાલય,
નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં પણ
ગૌહત્યા પરપ્રતિબંધ નથી. મણીપુરમાં ૧૯૩૯ સુધી રાજાશાહી હતી ત્યાં સુધી ગૌહત્યા
બંધી હતી. હવે આ બધા રાજ્યોમાં ગૌમાંસ છુટથી ખવાય છે.
સરકારે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ
એક્ટની કેટલીક જોગવાઈઓમાં ફેરફાર સાથે રેગ્યુલેશન ઓફ લાઇવ સ્ટોક માર્કેટસ રૂલ-
૨૦૧૭ અમલી બનાવ્યો છે. .
આ નિયમ અનુસાર આંતરરાષ્ટ્રીય સરહદના ૫૦ કિ.મી.
વિસ્તારમાં જ્યારે રાજ્યની હદથી ૨૫ કિ.મી. બહારના વિસ્તારમાં જ્યારે રાજ્યની હદથી
૨૫ કિ.મી. સુધીના વિસ્તારમાં આવી ઢોરબજાર સ્થાપી શકાશે . વળી બજારમાં દુધાળા કે
યુવાન પશુઓને વેચવા લાવી શકાશે નહીં. આ નિયમ હેઠળ પશુના કાન વીંધવા, શિંગડા રંગવા, પ્રતિકૂળ વાતાવરણમાં વસાવવા ઉપરાંત પશુને કષ્ટ પહોંચે તેવી કોઈ પણ
કાર્યવાહી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.