બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

સરદાર સિંઘે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી


Image result for sardar singh left hockey

- ૩૨ વર્ષના સરદારે ૧૨ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૩૫૦થી વધુ મેચમાં ભાગ લીધો હતો

- ભારત એશિયાડની ફાઈનલમાં પણ પ્રવેશી શક્યું નહતુ


ભારતના ૩૨ વર્ષીય હોકી ખેલાડી અને ઓલિમ્પિયન સરદાર સિંઘે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ઈન્ડોનેશિયામાં યોજાયેલા એશિયાડમાં ભારતીય મેન્સ હોકી ટીમ ફાઈનલમાં પણ પ્રવેશી શકી નહતી, જેના કારણે ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ તો ચૂકી જ હતી સાથે સાથે ભારતે ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાની તક પણ ગુમાવી હતી.
સરદાર સિંઘે નિવૃત્તિની જાહેરાત કરતાં યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં તેનું ખાલી પડેલું સ્થાન લેવા આહ્વાન પણ કર્યું હતુ. સરદાર સિંઘે તેની ૧૨ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૩૫૦થી વધુ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. 

નોંધપાત્ર છે કે, સરદારને ગત વર્ષે જ દેશનો સર્વોચ્ચ સ્પોર્ટસ એવોર્ડ - ખેલ રત્ન- એનાયત કરવામાં આવ્યો હતો.