બાલ ગંગાધર તિલક…
''સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને
હું તેને લઇને રહીશ'' આ કથનની સાથે મહાન સ્વતંત્રતા સેનાની
બાલ ગંગાધર તિલકે સૌથી પહેલાં બ્રિટિશ રાજમાં પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી. બાલ
ગંગાધર તિલકનો જન્મ આજના દિવસે જ થયો હતો. તેમને આદરની સાથે લોકમાન્ય (આખા
વિશ્વમાં સન્માનિત) કહેવામાં આવે છે.
હિન્દુ રાષ્ટ્રવાદના પિતા કહેવાતા તિલકને ભારતના
પ્રમુખ નેતા, સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની હતા. આ
અંગ્રેજી શિક્ષણ વિરૂદ્ધ હતા અને તેમણે હિંદીને આખા રાષ્ટ્રની ભાષા બનાવવા પર ભાર
મૂક્યો. તિલકમાં સમાજ સુધારકના રૂપમાં ઘણા પગલાં ભર્યા હતા. તે બાળ લગ્નના સખત
વિરૂદ્ધ હતા.
સ્વરાજ મારો જન્મસિદ્ધ
અધિકાર છે
બાળ ગંગાધર તિલકનું કથન 'સ્વરાજ મારો
જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઇને રહીશ ખૂબ પ્રસિદ્ધ થયું હતુ. આ બ્રિટિશ
રાજમાં પૂર્ણ સ્વરાજની માંગ કરનાર પહેલા વ્યક્તિ હતા.
હિન્દુ રાષ્ટ્રવાદ
બાળ ગંગાધર તિલકને હિન્દુ
રાષ્ટ્રવાદના પિતા પણ કહેવામાં આવે છે.
સમાજ સુધારક
બાળ ગંગાધર તિલકે સમાજ સુધારા તરફ
કોઇ મહત્વપૂર્ણ પગલાં ભર્યા હતા. તે બાળ લગ્નના સખત વિરોધી હતા.
લેખનમાં રૂચિ
તેમણે આમ તો ઘણા પુસ્તકો લખ્યા, પરંતુ
માંડલે જેલમાં લખવામાં આવેલા ગીત-રહસ્ય સર્વોત્કૃષ્ટ છે. તેનું ઘણી ભાષાઓમાં
અનુવાદ કરવામાં આવ્યું છે. સમાચાર પત્રનું સંપાદન તિલકે મરાઠા તથા કેસરી નામથી બે
દૈનિક સમાચારની શરૂઆત કરી હતી. જે સામાન્ય માણસ વચ્ચે ખૂબ લોકપ્રિય થયું.
હોમ રૂલ લીગ તેમણે એની બેસેંટ અને
મોહંમદ અલી જિન્નાની સાથે મળીને અખિલ ભારતીય રૂલ લીગની સ્થાપના કરી હતી.
લાલ-બાલ-પાલ 1907માં
કોંગ્રેસ નરમ દળ અને ગરમ દળમાં વિભાજીત થઇ ગઇ. ગરમ દળમાં તિલકની સાથે લાલ લજપત રાય
અને બિપિનચંદ્ર પાલ સામેલ હતા. તેમની જોડી લાલ-બાલ-પાલના નામથી પ્રસિદ્ધ થઇ ગઇ.