Wednesday, 4 July 2018

હિંસાને દૂર કરવી હોય તો દરેકને પોતાની અભિવ્યક્તિ માટે સ્પેસ આપવી પડશે


બુધન થિયેટર અને એક ગ્રુપ દ્વારા સ્ક્રેપયાર્ડ ખાતે ગીત, નુક્કડ નાટક, સંઘર્ષના ગીત અને કવિતાઓ પ્રસ્તુત બુધન થિયેટર અને એક ગ્રુપ દ્વારા સ્ક્રેપયાર્ડ ખાતે વસંત રજબ શહીદ દિને 'બોલ કે લબ આઝાદ હૈ તેરે' હેઠળ સાંપ્રદાયિકતા અને કલાકારો પર થતી હિંસાના વિરોધમાં ક્લાસિકલ ગીત, નુક્કડ નાટક, સંઘર્ષના ગીત અને કવિતાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.

ધન થિયેટર અને એક ગુ્રપ દ્વારા સ્ક્રેપયાર્ડ ખાતે વસંત રજબ શહીદ દિને 'બોલ કે લબ આઝાદ હૈ તેરે' હેઠળ સાંપ્રદાયિક અને કલાકારો પર થતી હિંસાના વિરોધમાં ક્લાસિકલ ગીત, નુક્કડ નાટક, સંઘર્ષના ગીત અને કવિતાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી,


જેમાં અમરેન્દ્ર ધનેશ્વર અને આનંદ મિત્ર દ્વારા ક્લાસિકલ ગીત. વૈશાખ રાઠોડ અને આતિષ ઇન્દ્રેકર દ્વારા કવિતાઓ તેમજ નુક્કડ નાટક ગીરગીટ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બુધન થિયેટરના ફાઉન્ડર દક્ષિણ છારા દ્વારા આજના સમયમાં અભિવ્યક્તિની વાત કેવી રીતે દબાવવામાં આવી રહી છે તે અંગે સંવાદ કર્યો હતો.


ગુજરાતનો એકમાત્ર અકબંધ લખતરનો કિલ્લો જર્જરીત બન્યો

-    
           - અતુલ્ય વારસોની ટીમે સુરેન્દ્રનગરના લખતર શહેરના હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી

અતુલ્ય વારસોની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનાં લકતર શહેરની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતમાં લખતર શહેરના હેરિટેજ સ્થળ સમાન કિલ્લાની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.

લખતર ગુજરાતનું એકમાત્ર એવુ શહેર છે કે જેનો કિલ્લો આજે પણ અખંડ છે, એટલે કે કિલ્લાની દિવાલો શહેરને રક્ષણ આપે છે. જે ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.

પરંતુ આજે જાળવણીના અભાવે કિલ્લાની કેટલીક દિવાલો જર્જરીત છે જેથી કિલ્લાનો કેટલોક ભાગ તુટી રહ્યો છે. જેના સમારકામ અને જાળવણી અંગે ગામનાં કેટલાક યુવાનોએ પુરાતત્વ વિભાગને અરજી કરી હતી. પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા લખતરનો કિલ્લાને રાજ્ય રક્ષિત નથી. તેથી પુરાતત્વ વિભાગ તેની જાળવણી માટે કંઇ પણ કરવા અસક્ષમ છે.

કરણસિંહજીએ ૧૮૮૦-૯૦માં કિલ્લો બાંધ્યો હતો

ચાર મુખ્ય દરવાજા અને ચાર બારીઓ ધરાવતો આ કિલ્લો તત્કાલીન શાસક કરણસિંહજી વજેરાજસિંહજીએ ૧૮૮૦-૯૦ના દાયકામાં અંગ્રેજ સરકારની વિરૃદ્ધ જઇને બાંધ્યો હતો. આટલા વર્ષો બાદ પણ આ કિલ્લો અકબંધ છે. સ્થાનીક કેટલાક લોકો સિવાય સરકાર દ્વારા આ કિલ્લાની જાળવણી માટે જાગૃત નથી.

સ્મારકોની જાળવણી દ્વારા નાના શહેરનો આર્થિક વિકાસ


નાના શહેરોનાં સ્મારકોની જાળવણી થાય તો ચોક્કસ પણે તે શહેરનો આર્થિક વિકાસ થાય છે. પ્રવાસન સ્થળ વિકસાવવાથી સ્થાનિક લોકોને રોજગાર માટે દૂર નહી જવુ પડે. વધુમાં સરકારની આવકમાં પણ વધારો થઇ શકશે. જ્યારે વારસામાં મળેલી ઇમારતો જ વિકાસમાં ભાગીદાર બનતી હોય ત્યારે તેની જાળવણી પણ કરવી જોઇએ.


સ્વામી વિવેકાનંદને અમેરિકાની ધર્મસંસદમાં મોકલવામાં ગુજરાતનો પણ ફાળો હતો

સ્વામી વિવેકાનંદને અમેરિકાની ધર્મસંસદમાં મોકલવામાં ગુજરાતનો પણ ફાળો હતો

- આજે સ્વામી વિવેકાનંદનો નિર્વાણદિન, જાણો કોણે આપી હતી અમેરિકા જવાની પ્રેરણા


આધ્યાત્મનું પ્રતીક બની ચૂકેલા સ્વામી વિવેકાનંદનો આજે 116મો નિર્વાણ દિવસ છે. ૧૯૦૨ની ૪થી જુલાઈએ બેલુર ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વામીજીનો અભ્યાસ તો અનેક ક્ષેત્રોમાં હતો, પરંતુ તેમની વ્યાપક ઓળખ શિકાગોમાં આપેલા પ્રવચન પછી બની હતી.
બરાબર સવાસો વર્ષ પહેલા ૧૮૯૩માં શિકાગોમાં આપેલા એ પ્રવચનથી પશ્ચિમના દેશોને હિન્દુ ધર્મની આધ્યાત્મિકતાનો ખ્યાલ આવ્યો તો વળી સ્વામીજીને પણ વિશ્વવ્યાપી ઓળખ મળી. સ્વામી વિવેકાનંદને અમેરિકા મોકલવામાં ગુજરાતનો નોંધપાત્ર ફાળો છે.
૧૮૮૮થી લઈને ૧૮૯૩ સુધી તેમણે ભારત ભ્રમણ કર્યું હતુ અને એ દરમિયાન તેઓ ગુજરાત પણ આવ્યા હતા. ગુજરાતમાં તેમણે ૧૮૯૧-૯૨ દરમિયાન અમદાવાદ, વડોદરા, વઢવાણ, લીંબડી, જૂનાગઢ, ગિરનાર, કચ્છ, દ્વારકા, પાલિતાણા, નડિઆદ, પોરબંદર.. એમ ઢગલાબંધ સ્થળોએ સફર કરી હતી. લીંબડીમાં તેઓ ઠાકોર જશવંતસિંહ (બીજી તસવીર)ના મહેમાન બન્યા હતા.
ઠાકોર જશવંતસિંહ અને સ્વામીજી વચ્ચે રોજ રાતે મોડે સુધી બેઠક જામતી હતી અને વિવિધ વિષયો પર ચર્ચા થતી હતી. જશવંતસિંહ વારંવાર પરદેશ જતા હતા. માટે તેમની સાથેની વાતોમાં જ સ્વામીજીને વિચાર આવ્યો કે પશ્ચિમના દેશો ભારતને બરાબર સમજતા નRIથી.
એ પછી તેમણે વિલાયત જવાનું નક્કી કર્યું હતુ. એ પછીનો ઈતિહાસ જાણીતો છે. ભારતના પશ્ચિમ ભાગમાં ફરતા ફરતા તેઓ જૂનાગઢ પહોંચ્યા ત્યારે તેમની મુલાકાત દીવાન વિહારીદાસ સાથે થઈ હતી અને પછી બન્ને મિત્ર બની ગયા હતા.
પરદેશ ગયા પછી પણ સ્વામીજીનો વિહારીદાસ સાથે પત્ર-વ્યવહાર ચાલતો રહ્યો હતો. એક પત્રમાં તેમણે લખ્યું હતુ કે હું ઘણા રાજા-મહારાજાઓને મળ્યો છું, પણ વડોદરાના ગાયકવાડથી વધુ મને કોઈએ પ્રભાવિત નથી કર્યો.

4 જુલાઇના મહત્વના દિવસો

Image result for 4th of july
  અમેરિકન સ્વતંત્રતા દિવસ

  •        સ્વામી વિવેકાનંદ સ્મૃતિ દિવસ
  •  અમેરિકન સ્વતંત્રતા દિવસ     

જન્મ

·         વિખ્યાત દક્ષિણ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની ઓલ્લુરી સીતારામ રાજુનો જન્મ 1897 માં થયો હતો.
·         ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ગુલઝારીલાલ નંદાનો જન્મ 1898 માં થયો હતો.
·         હિન્દી ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રીનસીમ બાનોનો જન્મ 1916 માં થયો હતો.
·         હિન્દી ફિલ્મ અભિનેતા સુશીલકુમારનો જન્મ 1945 માં થયો હતો.

અવસાન

  • ·         સ્વામી વિવેકાનંદ , સાહિત્ય, તત્વજ્ઞાન અને ઇતિહાસનો અવતાર, 1902 માં મૃત્યુ પામ્યા હત.
  • ·         રાષ્ટ્રીય ધ્વજ ડિઝાઇન કરનાર સ્વાતંત્ર્ય સેનાની પિંગાલી વાક્કેયા, 1963 માં મૃત્યુ પામ્યા હતા.
  • ·         ગાંધી શાંતિ પુરસ્કાર વિજેતા અને ભારતમાં જર્મનીના ભૂતપૂર્વ રાજદૂત ગેરહાર્ડ ફિશર 2006 માં થયો હતો અવસાન થયું હતું.