બુધવાર, 4 જુલાઈ, 2018

ગુજરાતનો એકમાત્ર અકબંધ લખતરનો કિલ્લો જર્જરીત બન્યો

-    
           - અતુલ્ય વારસોની ટીમે સુરેન્દ્રનગરના લખતર શહેરના હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી

અતુલ્ય વારસોની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનાં લકતર શહેરની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતમાં લખતર શહેરના હેરિટેજ સ્થળ સમાન કિલ્લાની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.

લખતર ગુજરાતનું એકમાત્ર એવુ શહેર છે કે જેનો કિલ્લો આજે પણ અખંડ છે, એટલે કે કિલ્લાની દિવાલો શહેરને રક્ષણ આપે છે. જે ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.

પરંતુ આજે જાળવણીના અભાવે કિલ્લાની કેટલીક દિવાલો જર્જરીત છે જેથી કિલ્લાનો કેટલોક ભાગ તુટી રહ્યો છે. જેના સમારકામ અને જાળવણી અંગે ગામનાં કેટલાક યુવાનોએ પુરાતત્વ વિભાગને અરજી કરી હતી. પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા લખતરનો કિલ્લાને રાજ્ય રક્ષિત નથી. તેથી પુરાતત્વ વિભાગ તેની જાળવણી માટે કંઇ પણ કરવા અસક્ષમ છે.

કરણસિંહજીએ ૧૮૮૦-૯૦માં કિલ્લો બાંધ્યો હતો

ચાર મુખ્ય દરવાજા અને ચાર બારીઓ ધરાવતો આ કિલ્લો તત્કાલીન શાસક કરણસિંહજી વજેરાજસિંહજીએ ૧૮૮૦-૯૦ના દાયકામાં અંગ્રેજ સરકારની વિરૃદ્ધ જઇને બાંધ્યો હતો. આટલા વર્ષો બાદ પણ આ કિલ્લો અકબંધ છે. સ્થાનીક કેટલાક લોકો સિવાય સરકાર દ્વારા આ કિલ્લાની જાળવણી માટે જાગૃત નથી.

સ્મારકોની જાળવણી દ્વારા નાના શહેરનો આર્થિક વિકાસ


નાના શહેરોનાં સ્મારકોની જાળવણી થાય તો ચોક્કસ પણે તે શહેરનો આર્થિક વિકાસ થાય છે. પ્રવાસન સ્થળ વિકસાવવાથી સ્થાનિક લોકોને રોજગાર માટે દૂર નહી જવુ પડે. વધુમાં સરકારની આવકમાં પણ વધારો થઇ શકશે. જ્યારે વારસામાં મળેલી ઇમારતો જ વિકાસમાં ભાગીદાર બનતી હોય ત્યારે તેની જાળવણી પણ કરવી જોઇએ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો