સોમવાર, 9 એપ્રિલ, 2018


લિએન્ડર પેસનો વર્લ્ડ રેકોર્ડ : ભારતે અસાધારણ લડત બાદ ચીનને હરાવ્યું

Image result for leander paes

- ડેવિસ કપ : પેસે ડબલ્સમાં સૌથી વધુ ૪૩ મેચો જીતવાનો કિર્તિમાન સ્થાપિત કર્યો

- એક તબક્કે ૦-૨થી પાછળ પડેેલું ભારત ૩-૨થી જીત્યું

તા. 07 એપ્રિલ 2018, શનિવાર

ભારતના લેજન્ડરી ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ડેવિસ કપના ઈતિહાસમાં સૌથી વધુ ૪૩ ડબલ્સ મેચનો જીતવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જવાની સિદ્ધિ મેળવીને ઈતિહાસ રચી દીધો હતો. તેની સાથે સાથે ભારતીય ટીમે પણ જબરજસ્ત કમબેક કરતાં ચીન સામેની ડેવિસ કપની વર્લ્ડ ગુ્રપ પ્લે ઓફ ટાઈમાં ૦-૨થી પાછળ પડયા બાદ આખરે ૩-૨થી જીત મેળવી હતી. ભારતે આ સાથે સતત પાંચમી વખત વર્લ્ડ ગુ્રપ પ્લે ઓફમાં પ્રવેશ મેળવ્યો હતો.


CWG-2018: ટેબલ ટેનિસની ટીમે ભારતના નામે કર્યો 7મો ગોલ્ડ મેડલ



- ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતે સિંગાપોરને 3-1થી હરાવ્યું

- 7 ગોલ્ડ, 2 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ નવ મેડલ ભારતે પ્રાપ્ત કર્યા

તા. 8 એપ્રિલ 2018 રવિવાર

કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસના અંતમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. આ ભારત નામે થયેલો દિવસનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટની ફાઇનલમાં ભારતે સિંગાપોરને 3-1થી હાર આપી છે.

આ ઉપરાંત ભારતના વેઇટ લીફ્ટર વિકાસ ઠાકુરે રવિવારે ભારતના નામે ત્રીજો કાંસ્ય મેડલ કર્યો. તેમણે કુલ 351 કિલોગ્રામ વજન ઉપાડ્યો હતો. ક્લિન એન્ડ જર્કમાં તેઓ સારૂ પ્રદર્શન નહી કરી શકતા તેમણે કાંસ્ય મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

તેમજ 21માં કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે 16 વર્ષની મનુ ભાકરે મહિલાઓની 110 મીટર એર પિસ્તલ શુટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે સિવાય આ જ સ્પર્ધામાં હીના સિધુએ પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

ફાઈનલમાં મનુએ 240.9 પોઈન્ટ્સ મેળવ્યા અને હિનાએ 234 પોઈન્ટ્સ. તેની સાથે ભારતે 6 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ સાથે કુલ નવ મેડલ પ્રાપ્ત કરી લીધા છે. મેડલ ટેલીમાં ત્રીજા નંબરે છે.
અગાઉ ભારતની મહિલા વેટલિફ્ટર(69 કિલોગ્રામ) પૂનમ યાદવે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પુનમે સ્નેચમાં 100 અને ક્લીન એન્ડ જર્કમાં 122 કિલોગ્રામ સાથે કુલ 222 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમનો ત્રીજો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. વેટલિફ્ટર રાહુલ અને સતીશ શિવલિંગમએ બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતીય બેડમિન્ટન અને ટેબલ ટેનિસની ટીમોએ પણ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધુ છે.



ભારતને કોમનવેલ્થમાં એક જ દિવસે ત્રણ ગોલ્ડ

Image result for commonwealth 2018

- ૧૦ મીટર એર પિસ્તોલ શૂટિંગમાં માનુ ભાકેરે, વેઈટલિફ્ટિંગમાં પુનમ યાદવે અને મહિલા ટેબલ ટેનિસ ટીમે સફળ
- ભારતના સાત ગોલ્ડ, બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે ૧૨ મેડલ : રવિ કુમારને શૂટિંગમાં, વિકાસ ઠાકુરને વ
તા. 8 એપ્રિલ, 2018, રવિવાર
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં આજે ચોથા દિવસે ભારતે વધુ ત્રણ ગોલ્ડની સાથે એક સિલ્વર અને બે બ્રોન્ઝ એમ કુલ છ મેડલ જીત્યા હતા. ભારતને શૂટિંગમાં ૧૬ વર્ષની માનુ ભાકેરે, વેઈટલિફ્ટિંગમાં પુનમ યાદવે ગોલ્ડ અપાવ્યા હતા. જ્યારે ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે આજના દિવસનો ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.  આ સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કુલ સાત ગોલ્ડ, બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે ૧૨ મેડલ્સ થઈ ગયા છે.